Arnab Goswami ના પત્રકારત્વની પોલ ખુલી, ભારત વિરુદ્ધ બોલવા માટે પાકિસ્તાનીઓને આપ્યા પૈસા?

  • India
  • June 8, 2025
  • 0 Comments

Arnab Goswami controversy: રિપબ્લિક ટીવીના મુખ્ય સંપાદક અને એન્કર અર્ણબ ગોસ્વામી એક વખત ફરી વિવાદોમાં આવ્યા છે. તેમની આક્રમક પત્રકારત્વ શૈલી અને કથિત એકતરફી કવરેજે માત્ર સોશિયલ મીડિયા પર જ નહીં, પરંતુ સામાન્ય લોકો અને બુદ્ધિજીવીઓ વચ્ચે પણ ટીકાનું કારણ બન્યું છે.અર્ણબ પર અનેક ગંભીર આરોપો લાગ્યા છે, જેમાં ખોટા સમાચાર ફેલાવવા, ટીઆરપી કૌભાંડમાં સામેલ હોવું અને સંવેદનશીલ મુદ્દાઓનું ખોટું રજૂઆત કરવાનો સમાવેશ થાય છે. ત્યારે હવે તેમણે હદ વટાવી નાખી છે. TRP માટે તેમણે સાવ હલકી કક્ષાનં કૃત્ય કર્યું હોય તેવો આક્ષેપ તેમના પર લાગ્યો છે.

અર્ણબ ગોસ્વામી ફરી વિવાદમાં

પાકિસ્તાની પત્રરકારનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અર્ણબે તેમના ડિબેટ શોમાં પાકિસ્તાની લોકોને ભારત વિરુદ્ધ બોલવા માટે આમંત્રિત કર્યા અને તેમને પૈસા આપવાની વાત કરી. આ આરોપોએ તેમની “રાષ્ટ્રવાદી” છબી પર સવાલો ઉભા કર્યા છે, જેના કારણે તેમના ટીકાકારોએ તેમને “દેશદ્રોહી” ગણાવી રહ્યા છે. તેમજ તેની સામે તપાસની અને કાર્યવાહીની માંગ કરવામા આવી રહી છે.

સોશિયલ મીડિયામાં લોકોએ કરી ટીકા 

આ આરોપો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર અર્ણબ ગોસ્વામીની તીવ્ર ટીકા થઈ રહી છે. કેટલાક યૂઝર્સે તેમના શોને “પ્રોપેગેન્ડા મશીન” ગણાવ્યું અને દાવો કર્યો કે તેઓ રાષ્ટ્રવાદના નામે દર્શકોને ગેરમાર્ગે દોરે છે.આ આરોપે તેમની “રાષ્ટ્રવાદી” છબી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે અને સોશિયલ મીડિયા પર તેમના વિરોધીઓએ આને “દેશદ્રોહી” કૃત્ય તરીકે ગણાવ્યું છે.

પત્રકારત્વ કે પ્રોપેગેન્ડા?

અર્ણબના શો અને રિપબ્લિક ટીવીનું કવરેજ ઘણીવાર મોદી સરકારની નીતિઓ અને હિન્દુ રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપતું હોવાનું ટીકાકારો માને છે. તેમજ અર્ણબ ગોસ્વામીના રિપબ્લિક ટીવીને “ગોદી મીડિયા” તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે ઘણીવાર વિપક્ષની ટીકા કરે છે અને મોદી સરકારની નીતિઓની પ્રશંસા કરે છે. ત્યારે આ વિવાદે અર્ણબની છબીને વધુ વિવાદાસ્પદ બનાવી છે, જેમાં તેમના શોને “પત્રકારત્વ” ને બદલે “પ્રોપેગેન્ડા” તરીકે જોવામાં આવે છે.

શું અર્ણબ ગોસ્વામીની થશે તપાસ?  

આમ તો ભારતીય પત્રકારત્વમાં ઘણા એવા મીડિયો હાઉસ છે જે TRP માટે ગમે તે હદ સુધી જતા હોય છે અને સમાચારને ખોટી રીતે રજૂ કરતા હોય છે. પરંતુ TRP માટે દેશના વિરોધીઓને પૈસા આપીને દેશને ગાળો અપાવવાનું શરમજનક કૃત્ય કરવામાં આવી રહ્યું છે. આ દાવામાં કેટલી હકીહત છે તે ખરેખર તપાસનો વિષય છે. પરંતુ આ વિવાદ બાદ શું તેમની સામે તપાસ થાય છે કે નહીં તે જોવું રહ્યું..

આ પણ વાંચો:

Colombia ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો, આરોપીની ધરપકડ

Manipur Violence: મણિપુરમાં ફરી ભડકી હિંસા, 5 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ

Baghpat: ચાલુ ઝઘડાએ પોલીસ પહોંચી, યુવતી પોલીસ સામે પડી, ફોન છીનવી લીધો

પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શકનું 47 વર્ષની વયે નિધન, બસમાં બેઠાં બેઠાં જ દુનિયા છોડી | Vikram Sugumaran

LIC એ અદાણી પોર્ટ્સના કરોડોના બોન્ડ ખરીદ્યા, શું પોલીસીધારકોને નુકસાન થઈ શકે!

JEE Advanced Result: JEE એડવાન્સ્ડ પરિક્ષાનું પરિણામ જાહેર, આ પરિક્ષા શું છે?

Vadodara: નંદેસરીમાં બાળત્કારના ગુનામાં નાસતો ફરતો અનિરુધ્ધસિંહ ગોહિલ ઝડપાયો

Dahod: નવી પરણીને સાસરે ગયેલી 22 વર્ષિય યુવતીનું ભેદી સંજોગોમાં મોત, સાસરિયા ફરાર

  • Related Posts

    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો
    • August 2, 2026

    Bhadohi-Sant Ravidas Nagar: ઉત્તર પ્રદેશનો ભદોહી જિલ્લો ફરી એકવાર પોતાના નામને લઈને ચર્ચામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે ભદોહી જિલ્લાનું નામ ફરીથી ‘સંત રવિદાસ નગર’…

    Continue reading
    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
    • August 2, 2026

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

    • August 2, 2026
    • 2 views
    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

    • August 2, 2026
    • 3 views
    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

    Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

    • August 2, 2026
    • 7 views
    Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    • August 1, 2026
    • 6 views
    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    • August 1, 2026
    • 7 views
    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

    • August 1, 2026
    • 9 views
    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ