Manipur Violence: મણિપુરમાં ફરી ભડકી હિંસા, 5 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ

  • India
  • June 8, 2025
  • 0 Comments

Manipur Violence: મણિપુરમાં ફરી એકવાર પરિસ્થિતિ તંગ બની રહી છે. જેથી વહીવટીતંત્રે સાવચેતીના પગલા તરીકે પાંચ જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. તેમજ બિષ્ણુપુરમાં સંપૂર્ણ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ, થોઉબલ અને કાકચિંગ જિલ્લામાં ચાર કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વહીવટીતંત્રે રવિવારે ખીણના પાંચ જિલ્લાઓમાં પાંચ દિવસ માટે VSAT અને VPN સહિત ઇન્ટરનેટ અને મોબાઇલ ડેટા સેવાઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ શનિવારે રાત્રે 11:45 વાગ્યાથી ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ, થોઉબલ, બિષ્ણુપુર અને કાકચિંગમાં લાગુ થશે.

 મણિપુરમાં ફરી એકવાર પરિસ્થિતિ તંગ 

કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મેઇતેઈ નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. આ અહેવાલોની હજુ સુધી પુષ્ટિ થઈ નથી, પરંતુ તેનાથી મણિપુરમાં પરિસ્થિતિ ફરી તંગ બની ગઈ છે. શનિવારે, ઇમ્ફાલના કેટલાક ભાગોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થયા હતા. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મેઇતેઈ સંગઠન અરંબાઈ ટેંગોલના પાંચ સ્વયંસેવકોની ધરપકડ કરવામાં આવી છે.

શેરીઓમાં આગ

ટેંગોલની મુક્તિની માંગણી કરતા, વિરોધીઓએ ક્વાકેઇથેલ અને ઉરીપોક ખાતે રસ્તાની વચ્ચે ટાયર અને જૂના ફર્નિચરને આગ લગાવી દીધી. કમિશનર-કમ-સચિવ (ગૃહ) એન અશોક કુમારે જણાવ્યું હતું કે, “ખાસ કરીને ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, થૌબલ, કાકચિંગ અને બિષ્ણુપુર જિલ્લાઓમાં પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, એવી આશંકા છે કે કેટલાક અસામાજિક તત્વો જાહેર લાગણીઓને ઉશ્કેરવા માટે છબીઓ, દ્વેષપૂર્ણ ભાષણ અને દ્વેષપૂર્ણ વિડિઓ સંદેશાઓ પ્રસારિત કરવા માટે સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કરી શકે છે જેની રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર અસર પડી શકે છે.”

પોલીસે ગોળીઓ ચલાવીને ભીડને વિખેરી નાખી

વધુમાં કહેવામાં આવ્યું છે કે, “કટોકટીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ આદેશ એકપક્ષીય રીતે પસાર કરવામાં આવી રહ્યો છે. આદેશનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.” મણિપુરના જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા બાદ, એક અધિકારીએ જણાવ્યું હતું કે, “પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે આ વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.” જોકે, ધરપકડ કરાયેલા નેતાના નામ અથવા તેમની સામેના આરોપો અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પશ્ચિમ ઇમ્ફાલમાં ક્વાકેઇથેલ પોલીસ ચોકી પર હિંસક ટોળાએ હુમલો કર્યા પછી ફાટી નીકળેલી હિંસામાં બે પત્રકારો અને એક નાગરિક પણ ઘાયલ થયા હતા, જેના પગલે સુરક્ષા દળોએ ભીડને વિખેરવા માટે અનેક રાઉન્ડ ગોળીબાર કરવો પડ્યો હતો.

NIA દ્વારા ધરપકડના સમાચાર

રાજ્યસભાના સાંસદ લીશેમ્બા સનાજાઓબા પણ ઘટનાસ્થળે જોવા મળ્યા હતા, જ્યાં તેઓ પરિસ્થિતિ અંગે વરિષ્ઠ સુરક્ષા કર્મચારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર ફરતા એક કથિત વીડિયોમાં, લીશેમ્બાને એમ કહેતા સાંભળી શકાય છે કે, “અમે શાંતિ લાવવાનો ઘણો પ્રયાસ કર્યો. જો તમે આવા કામો કરશો તો શાંતિ કેવી રીતે આવશે? મને ધારાસભ્ય સાથે ધરપકડ કરો.” રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની ટીમ દ્વારા બપોરે લગભગ 2:30 વાગ્યે મેઇતેઈ નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, આ અહેવાલોની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

આ પણ વાંચો:

Ahmedabad: જૈન સમાજમાં રોષ, પાલીમાં સાધુના અકસ્માત બાદ “સંત સુરક્ષા રેલી”, રુપાણી વચન ભૂલ્યા?

UP: બાંકે બિહારી મંદિર કોરિડોર પર વિવાદ વકર્યો, ભક્તોનો ભારે વિરોધ, શું છે મામલો?

Ahmedabad: પોલીસે 7 ગુનાના આરોપીને 5માં માળની છાજલી પરથી ઉતાર્યો, આરોપીએ શું કહ્યું?

BJP ની મહારાષ્ટ્રમાં ચોરી, હવે બિહારમાં મેચ ફિક્સિંગ!, લોકશાહી માટે ઝેર: રાહુલના આરોપ

Corona Update: શું ભારતમાં ફરી કોરોના ખતરો બનશે!, જુઓ શું સ્થિતિ?

Bihar Accident: માંડ માંડ બચ્યા તેજસ્વી યાદવ! બેકાબૂ ટ્રક કાફલામાં ઘૂસી ગઈ, 3 પોલીસકર્મી ઈજાગ્રસ્ત

Trump vs Musk: એલોન મસ્ક ટ્રમ્પને હરાવવા નવી પાર્ટી બનાવી?, શું મસ્ક બનશે રાષ્ટ્રતિ?

મોડે મોડે મોદીને કેનેડાથી ફોન આવ્યો, ‘આવો G7 સમિટમાં’, PM મોદી ખુશ થયા

Surat: ઓપરેશન સિંદૂરની થીમ પર બનેલુ સર્કલ રાતોરાત લાપતા, મંજૂરી ન લેતા ઉઠ્યા હતા સવાલો

ગુજરાતમાં મેગા સાયબર કૌભાંડનો પર્દાફાશ: કરોડોના ટ્રાન્ઝેક્શન સાથે 89 RBL બેંક ખાતા પકડાયા

Related Posts

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?
  • September 18, 2026

Punjab Yamuna Water Dispute: નવી દિલ્હીમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના મુખ્યમંત્રીઓએ કિશાઉ બહુપક્ષીય બંધ પરિયોજના અંગે કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ આંતરરાજ્ય જળ વિવાદનો મુદ્દો…

Continue reading
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી
  • September 18, 2026

Gallantry Award Railway Concession: સશસ્ત્ર દળોના વીરતા પુરસ્કાર મેળવનારાઓને હવે ભારતીય રેલવેમાં AC વર્ગોમાં મફત મુસાફરીની સુવિધા મળશે. રક્ષા મંત્રાલયે સેના મેડલ, નૌસેના મેડલ અને વાયુસેના મેડલ મેળવનારાઓ માટે ફર્સ્ટ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 3 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 4 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 6 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 8 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 11 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 7 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે