Ahmedabad: જૈન સમાજમાં રોષ, પાલીમાં સાધુના અકસ્માત બાદ “સંત સુરક્ષા રેલી”, રુપાણી વચન ભૂલ્યા?

Ahmedabad security rally: રાજસ્થાનના પાલીમાં જૈન સાધુ આચાર્ય પુંડરિક રત્ન સુરીશ્વરની ઈરાદાપૂર્વક અકસ્માત કરી હત્યા કરી હોવાના આરોપ લાગ્યા છે. આ અકસ્મતાની આ ઘટનના અમદાવાદમાં પણ પડ્યા છે. આ ઘટનાથી જૈન સમાજમાં ભારે દુઃખ સાથે રોષ ફેલાયો છે. જેને લઈને આજે અમદાવાદમાં “સંત સુરક્ષા રેલી”નું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં જૈન અગ્રણીઓએ “હિટ એન્ડ રન” પદ્ધતિથી ટાર્ગેટેડ કિલિંગનો આરોપ લગાવ્યો, જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ ઘટનાની તપાસ માટે સમિતિ બનાવવાની માગ કરી.

રેલી અને સભાનું આયોજન

શ્રી રેવા જૈન સંઘ, વાસણાથી શરૂ થયેલી આ રેલી પ્રીતમનગર અખાડા ખાતે પહોંચી, જ્યાં એક વિશાળ સભા યોજાઈ. રેલીમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકો જોડાયા, અને ગરમી હોવા છતાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. રેલીનો મુખ્ય ઉદ્દેશ સાધુ-સંતોની સુરક્ષા માટે નક્કર પગલાં લેવાની માંગ હતી.

 ટ્રક ચાલકે જાળી જોઈને જૈન સાધુને ટક્કર મારી

જૈન સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો કે છેલ્લા 15 દિવસમાં ચાર જૈન સંતોની હત્યા થઈ છે. તેમનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી “હિટ એન્ડ રન”ની પદ્ધતિ દ્વારા જૈન સંતોને નિશાન બનાવીને ટાર્ગેટેડ કિલિંગ કરવામાં આવી રહી છે. રાજસ્થાનના પાલીમાં 28 મે, 2025ના રોજ એક ઝડપી મિની ટ્રકે જૈન સાધુ આચાર્ય પુંડરિક રત્ન સુરીશ્વરને સર્વિસ રોડ પર ટક્કર મારી, જેનાથી તેમનું મૃત્યુ થયું. આરોપ છે કે ડ્રાઇવરે જાણી જોઈને ટ્રક હાઈવે પરથી નીચે ઉતારીને આ અકસ્માત સર્જ્યો અને ભાગી ગયો.

ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા જાય તે પહેલા અવસાન

28 મે, 2025ના રોજ સવારે 6:30 વાગ્યે, પાલીના શિવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના જાડનમાં આ ઘટના બની. આચાર્ય પુંડરિક રત્ન સુરીશ્વર, જે 70 વર્ષના હતા, સાથી સાધુઓ સાથે MITS કોલેજથી વિહાર પર નીકળ્યા હતા અને જાડન ટોલનાકા નજીક વિરાટ ધામ પહોંચવાના હતા. તેઓ 1 જૂનના રોજ માનપુરા ભાકરીમાં ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. રસ્તામાં મિની ટ્રકે તેમને ટક્કર મારી, જેના કારણે તેમને માથામાં ગંભીર ઈજાઓ થઈ. તેમને તાત્કાલિક બાંગર હોસ્પિટલ લઈ જવાયા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

જૈન સમાજની માગણીઓ

રેલી દરમિયાન, જૈન સમાજે એક આવેદનપત્ર રજૂ કરી નીચેની માંગણીઓ રાખી:
સઘન તપાસ: ઘટનાસ્થળના CCTV ફૂટેજ અને ફોરેન્સિક એનાલિસિસ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવે.

કઠોર કાર્યવાહી: અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

સુરક્ષિત યાત્રા: ભવિષ્યમાં સાધુ-સંતોની વિહાર યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવે.

જૂની ફાઈલોની પુનઃતપાસ: અગાઉના આવા કેસોની ફાઈલો ફરી ખોલીને તપાસ કરવામાં આવે.

જૈન અગ્રણી સંજય શાહે જણાવ્યું કે અકસ્માતની પાછળનો ઉદ્દેશ જાણવા માટે ટ્રક અને ડ્રાઇવરની જીવણટપૂર્વક તપાસ કરવી જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે આવા કેસોને ફક્ત “અકસ્માત” ગણીને નજરઅંદાજ ન કરવામાં આવે.

રાજપૂત કરણી સેનાના વીરભદ્રસિંહ જાડેજાએ માંગ કરી કે આરોપી ડ્રાઇવરનો નાર્કો ટેસ્ટ કરવો જોઈએ અને સાધુ-સંતોની વિહાર યાત્રા માટે ટ્રાફિક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી જોઈએ. તેમણે કહ્યું, “સાધુ-સંતો આપણા ધર્મની રક્ષા કરે છે, તેમની સુરક્ષા આપણી જવાબદારી છે.”

સરકાર પર અવગણનાનો આરોપ

જૈન સમાજે યાદ અપાવ્યું કે અગાઉ વિજય રૂપાણીના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન સાધુ-સંતો માટે પગદંડી બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેના પર કોઈ કામગીરી થઈ નથી. રાજહંસ સુરીશ્વરજી મહારાજે જણાવ્યું, “સરકારની ફરજ છે કે દરેક પ્રજાજન, ખાસ કરીને સાધુ-સંતોનું રક્ષણ કરે. પરંતુ હજુ સુધી પગદંડીની સુવિધા શરૂ થઈ નથી, જેની જલદી શરૂઆત થવી જોઈએ.”

ઘટનાનો ખુલાસો

28 મે, 2025ના રોજ પાલીના જાડન વિસ્તારમાં આચાર્ય પુંડરિક રત્ન સુરીશ્વર વિહાર દરમિયાન ઝડપી મિની ટ્રકની ટક્કરથી ગંભીર રીતે ઘાયલ થયા હતા. મુનિ મહવિવેહ વિજયે અહેવાલમાં જણાવ્યું કે ડ્રાઇવરે જાણીજોઈને ટ્રક હાઈવે પરથી નીચે ઉતારીને ટક્કર મારી અને ભાગી ગયો. ઘાયલ સાધુને બાંગર હોસ્પિટલ લઈ જવાયા, પરંતુ તેમનું મૃત્યુ થયું. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સોંપવામાં આવ્યો હતો, અને ડ્રાઇવર સામે કાયદેસર કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો:

UP: બાંકે બિહારી મંદિર કોરિડોર પર વિવાદ વકર્યો, ભક્તોનો ભારે વિરોધ, શું છે મામલો?

Ahmedabad: પોલીસે 7 ગુનાના આરોપીને 5માં માળની છાજલી પરથી ઉતાર્યો, આરોપીએ શું કહ્યું?

BJP ની મહારાષ્ટ્રમાં ચોરી, હવે બિહારમાં મેચ ફિક્સિંગ!, લોકશાહી માટે ઝેર: રાહુલના આરોપ

Corona Update: શું ભારતમાં ફરી કોરોના ખતરો બનશે!, જુઓ શું સ્થિતિ?

Bihar Accident: માંડ માંડ બચ્યા તેજસ્વી યાદવ! બેકાબૂ ટ્રક કાફલામાં ઘૂસી ગઈ, 3 પોલીસકર્મી ઈજાગ્રસ્ત

Trump vs Musk: એલોન મસ્ક ટ્રમ્પને હરાવવા નવી પાર્ટી બનાવી?, શું મસ્ક બનશે રાષ્ટ્રતિ?

મોડે મોડે મોદીને કેનેડાથી ફોન આવ્યો, ‘આવો G7 સમિટમાં’, PM મોદી ખુશ થયા

Surat: ઓપરેશન સિંદૂરની થીમ પર બનેલુ સર્કલ રાતોરાત લાપતા, મંજૂરી ન લેતા ઉઠ્યા હતા સવાલો

ગુજરાતમાં મેગા સાયબર કૌભાંડનો પર્દાફાશ: કરોડોના ટ્રાન્ઝેક્શન સાથે 89 RBL બેંક ખાતા પકડાયા

 

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 1 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 2 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 7 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 8 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 9 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 7 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!