
Fact Check: આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને ચીની પ્રતિનિધિમંડળનો પરિચય કરાવતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને એ દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે કે મનમોહન સિંહ તે સમયે દેશના વડા પ્રધાન હતા. અને સોનિયા ગાંધીએ ચીની પ્રતિનિધિમંડળને મળતી વખતે મનમોહનસિંહનું અપમાન કર્યું હતું. આ વાયરલ વીડિયોનું ફેક્ટ ચેક કરતા અલ્ટ ન્યુઝે તેની તપાસમાં વાયરલ થયેલા દાવાને ખોટો ગણાવ્યો છે તેમાં સામે આવ્યું છે કે, આ વાયરલ વીડિયો 2015નો છે. તે સમયે મનમોહન સિંહ દેશના વડા પ્રધાન નહોતા.
દાવો શું છે?
સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યારે ડૉ. મનમોહન સિંહ વડા પ્રધાન હતા ત્યારે સોનિયા ગાંધીએ ચીની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.
X યુઝર ડૉ. અનિતા વ્લાદિવોસ્કી (@anitavladivoski) એ લખ્યું, “પીએમ કોણ હતા??? સોનિયા ગાંધી ડૉ. મનમોહન સિંહનો પરિચય ચીની સાથીદારો સાથે કરાવે છે. થોડીવાર પછી, તેમને હરોળના અંતમાં જવા માટે કહેવામાં આવે છે જેથી તેઓ ચીની નેતાઓની બાજુમાં સૌથી મજબૂત બની શકે.
મનમોહન સિંહને નબળા પીએમ ગણાવ્યા
આ વીડિયો ભાજપના સમર્થકો દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે જેમાં જદોઈ શકાય છે કે, વિદેશી પ્રતિનિધિ ગાડીથી ઉતરી રહ્યા છે તો પહેલા સોનિયા ગાંધી આગળ આવે છે અને તેઓ હાથ મિલાવીને સ્વાગત કરે છે બાદમાં ડૉ. મનમોહન સિંહ હાથ મિલાવે છે. ભાજપ પશ્ચિમ બંગાળના પ્રવક્તા માધવી અગ્રવાલના એક વિડિયો શેર કરીને લખ્યું છે કે તેમના શાસનમાં દેશની પીએમની સ્થતિ વિષય હતી. જ્યારે વારંવાર ખોટી માહિતી ફેલાવનાર પક્ષવાળા @BattaKashmiri એ એક વિડિયો શેર કર્યો છે જે લખે છે કે મનમોહન સિંહ એક નબળા PM. રાઈટ-વિંગ ઈન્ફ્લૂ એન્સર @JIX 5 A ને એક વિડિયો શેર કરે છે જેમાં લખ્યું છે કે મનમોહન સિંહ સોનિયા ગાંધીની કથપૂતળી હતા.

પ્રધાનમંત્રી પદનું અપમાન કર્યાનો દાવો
વારંવાર ખોટી માહિતી ફેલાવવા વાળા યુઝર જીતેન્દ્ર પ્રતાપ સિંહે આ વિડીયો શેર કર્યો છે જેમાં લખ્યું છે કે કોંગ્રેસના સમયમાં પ્રધાનમંત્રી પદને તમાશો બનાવી દીધો હતો.
ફેક્ટ ચેકમાં શું સામે આવ્યું ?
ALT news એ આ વાઇરલ વીડિયોનું ફૅક્ટ-ચેક કર્યું છે જેમાં તેમણે વીડિયોના ફ્રેમ્સ માટે ગૂગલ પર રિવર્સ-ઇમેજ શોધ્યું છે . આ વિડીયોના કેપશનમાં લખ્યું છે, “કાંગ્રેસના અધ્યક્ષની ચીની પ્રતિનિધિ મંડળની સાથે બેઠકો”.
તપાસમાં કોંગ્રેસ પાર્ટીના સમર્થનથી 16 જૂન 2015 ના રોજ થયું એક ટ્વિટ પણ મળ્યું સોનિયા ગાંધી અને ડૉ. મનમોહન સિંહે વિદેશી પ્રતિનિધિઓની સાથે તસવીર પોસ્ટ કરી હતી. આ ટ્વીટના કેપશનમાં લખવામાં આવ્યું હતું કે ચીનના સંસદીય પ્રતિનિધિમંડળએ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહનસિંહ સાથે મુલાકાત કરી.
એ સ્પષ્ટ છે કે 2015 માં, કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી હતા અને ડૉ. મનમોહન સિંહ ભારતના પ્રધાનમંત્રી નહોતા. આ મુલાકાત વિદેશી પ્રતિનિધિ અને ભારતમાં સૌથી લાંબા સમયથી સત્તામાં રહેલી કોંગ્રેસ પાર્ટી વચ્ચે હતી, જેના તત્કાલીન પ્રમુખ સોનિયા ગાંધી હતા, તેથી તેમણે આગળ વધીને વિદેશી પ્રતિનિધિનું સ્વાગત કર્યું. સોનિયા ગાંધી 1998 થી 2017 અને ફરીથી 2019 થી 2022 સુધી કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે. ડૉ. મનમોહન સિંહ આ બેઠકમાં વડા પ્રધાન તરીકે નહીં, પરંતુ કોંગ્રેસ પક્ષના નેતા તરીકે હાજર રહ્યા હતા. આ ક્યાંય પણ દર્શાવતું નથી કે ડૉ. મનમોહન સિંહ નબળા વડા પ્રધાન હતા.

આ બતાવે છે કે વાયરલ વીડિયો 2015નો છે. તે સમયે મનમોહન સિંહ દેશના વડાપ્રધાન નહોતા. નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.
આમ વિરોધીઓ દ્વારા સોનિયા ગાંધી મહમોહનસિંહનું અને વડાપ્રધાન પદનું અપમાન કર્યું હોવાનો દાવો કરીને તેમની છબીને ખરાબ કરવાની કોશિશ કરી રહ્યા છે પરંતું હકીકત સામે આવી જતા વિરોધીઓની પોલ ખુલી ગઈ છે.
આ પણ વાંચો:
Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?
Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ
Ahmedabad: AMCની બોટ પલટતાં ત્રણ યુવકોનું મોત, એકનો બચાવ
Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,400 થી વધુ લોકોના મોત, 3124 લોકો ઘાયલ
Gujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ
Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ