Fake ST Caste Certificate Scam: ગુજરાતમાં બોગસ ST સર્ટિફિકેટ કૌભાંડ, એક જ પરિવારે OBCમાંથી ST બની સરકારી નોકરી મેળવી

Fake ST Caste Certificate Scam: ગુજરાતમાં સરકારી ભરતી પ્રક્રિયામાં જ્ઞાતિનું સર્ટિફિકેટ વાપરવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ‘આદિવાસી’ બનવું એ માત્ર સમાજનું અંગ હોવાને બદલે એક ‘સગવડિયો ધર્મ’ બની ગયો છે. એક જ પરિવારના સભ્યો જ્યારે પોતાની જરૂરિયાત મુજબ ક્યારેક OBC તો ક્યારેક ST સર્ટિફિકેટનો ઉપયોગ કરીને સરકારી નોકરીઓ મેળવતા હોય ત્યારે સિસ્ટમની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉઠે છે. રાજકોટના જસદણ તાલુકાના પારેવાડા ગામના પાલિયા પરિવારનું ઉદાહરણ આ વાતની સાક્ષી પૂરે છે. આ પરિવારે જે રીતે વર્ષોના અંતરે પોતાની જાતિ બદલીને સરકારી નોકરીઓ મેળવી છે, તે સ્પષ્ટ કરે છે કે કાગળ પરના ‘આદિવાસી’ બનીને ખરા આદિવાસીઓના હક છીનવવામાં આવી રહ્યા છે. સાચો આદિવાસી આજે પણ કચેરીઓમાં ધક્કા ખાય છે, જ્યારે સિસ્ટમમાં બેઠેલા કેટલાક લોકો ભ્રષ્ટ માર્ગે સર્ટિફિકેટ મેળવીને પોતાની કારકિર્દી સેટ કરી રહ્યા છે.

પાલિયા પરિવારનું કરતૂત

માણસુરભાઈ લાભુભાઈ પાલિયા અને તેમના પરિવારના સભ્યોએ જે રીતે જાતિમાં ફેરફાર કર્યા છે તે કોઈ ચમત્કારથી ઓછું નથી. ૨૦૧૭માં લોકરક્ષક દળ (LRD)ની પરીક્ષામાં OBC કેટેગરીમાં પાસ થવા પ્રયત્ન કરનાર વિશાલ મનસુરભાઈ પાલિયા, થોડા જ સમયમાં ST કેટેગરીમાં ફેરવાઈ જાય છે. ૨૦૧૯માં હાઈકોર્ટ પિયુનની પરીક્ષામાં ST સર્ટિફિકેટના જોરે નોકરી મેળવનાર આ વ્યક્તિ હવે ક્લાર્ક બની ચૂક્યા છે. આટલું જ નહીં, તેમની બહેન આરાધનાબેન પાલિયાએ પણ રેવન્યુ તલાટી તરીકે ST કેટેગરીનો લાભ લીધો છે, જ્યારે તેમના ભાઈ મોહિતભાઈ પ્રવીણભાઈ પાલિયાએ પણ OBC માંથી ST કેટેગરીમાં સ્થાનાંતરિત થઈને લાઈવસ્ટોક ઇન્સ્પેક્ટરની નોકરી મેળવી છે. આ ઘટનાક્રમ એ વાતનો પુરાવો છે કે આ લોકો પાસે બેવડા સર્ટિફિકેટ છે અને તેઓ પોતાની અનુકૂળતા મુજબ તેનો ઉપયોગ કરે છે.

સત્તા અને ભ્રષ્ટાચારનું મિશ્રણ

આ કોભાંડ માત્ર યુવાનો પૂરતું સીમિત નથી, પરંતુ તેમાં પરિવારની રાજકીય પૃષ્ઠભૂમિ પણ જોડાયેલી છે. પાલિયા પરિવારના ગીતાબેન ૨૦૧૭માં જામનગરની જાંબુડા સીટ પરથી OBC અનામત બેઠક પરથી સરપંચ તરીકે ચૂંટાયા હતા. જો આખો પરિવાર સરકારી દસ્તાવેજોમાં OBC તરીકે નોંધાયેલો હોય અને ગીતાબેન તે જ આરક્ષણનો લાભ લઈને ચૂંટાયા હોય, તો પછી તેમના ભત્રીજાઓ ST કેટેગરીના લાભ કેવી રીતે મેળવી શકે? આ એક ગહન તપાસનો વિષય છે. યુવરાજસિંહ જાડેજા જેવા સામાજિક કાર્યકરો આ મુદ્દે સરકારને પ્રશ્ન પૂછી રહ્યા છે કે વિશ્લેષણ સમિતિ અને મહેસૂલ વિભાગ આ બાબતે આંખ આડા કાન કેમ કરી રહ્યા છે? ખોટા સર્ટિફિકેટના આધારે નોકરી મેળવનાર વ્યક્તિ ભવિષ્યમાં કલેક્ટર જેવી જવાબદાર પોસ્ટ સુધી પહોંચી શકે છે, જે સમગ્ર વહીવટી તંત્ર માટે જોખમી સાબિત થઈ શકે છે.

સિસ્ટમની નિષ્ફળતા અને ચાર સ્તરીય વેરિફિકેશન

સરકાર કોઈપણ સરકારી ભરતીમાં દસ્તાવેજોની ચકાસણી માટે ચાર સ્તરો નક્કી કરે છે: ગૌણ સેવા પસંદગી મંડળ, જે તે વિભાગ, જિલ્લા કલેક્ટર કચેરી અને અંતે આદિવાસી જાતિ પ્રમાણપત્ર ચકાસણી સમિતિ (ગાંધીનગર). આટલા બધા સ્તરે તપાસ થતી હોવા છતાં, આવા બોગસ ઉમેદવારો કેવી રીતે પાસ થઈ જાય છે? આ પ્રશ્ન અત્યારે દરેક સામાન્ય માણસના મનમાં છે. શું અધિકારીઓ માત્ર ઉપરછલ્લી તપાસ કરે છે? કે પછી ભ્રષ્ટાચારના તાંતણે તલાટીથી લઈને સમિતિના અધિકારીઓ જોડાયેલા છે? ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં થતી આ ગંભીર ભૂલ સાચા આદિવાસી ઉમેદવારો સાથે અન્યાય છે, જેઓ વર્ષો સુધી મહેનત કરે છે અને અંતે નિરાશ થાય છે.

સાચા આદિવાસીની વેદના અને સંઘર્ષ

જ્યારે છોટા ઉદયપુર કે આદિવાસી પટ્ટાના વિદ્યાર્થીઓ પોતાની શિષ્યવૃત્તિ કે હોસ્ટેલ માટે કચેરીઓના ઉંબરા ઘસે છે, ત્યારે તેમને સાબિત કરવું પડે છે કે તેઓ ખરેખર આદિવાસી છે. બીજી તરફ, માલેતુજાર લોકો જેમના નામ પર ૧૫૦૦ વીઘા જમીન છે, તેઓ પણ ST કોટાનો લાભ લઈને મેડિકલ કે સરકારી નોકરીઓમાં ઘૂસી જાય છે. ગીર-બારડા કે આલેચના વિસ્તારમાં જે ખરેખર વસવાટ કરે છે, તેમની પીડા કોઈ સમજવા તૈયાર નથી. સરકાર જ્યારે ‘ખોટા આદિવાસીઓ’ પર લગામ લગાવવામાં નિષ્ફળ જાય છે, ત્યારે તે ખરેખર જે આદિવાસીઓના વિકાસ માટે બનેલી છે, તેનો જ અનાદર કરે છે.

ભવિષ્યનું જોખમ: ભ્રષ્ટાચારીઓ કલેક્ટર બનશે તો શું થશે?

જો એક રેવન્યુ તલાટી ખોટા સર્ટિફિકેટથી લાગ્યો હોય, તો તે પોતાની નોકરીના પાંચ-દસ વર્ષમાં ભ્રષ્ટાચારના રસ્તે પ્રમોશન મેળવીને ઉચ્ચ અધિકારી બનશે. જેણે નોકરી મેળવવા માટે લાખો રૂપિયા ખર્ચ્યા હોય, તે તે રિકવર કરવા માટે કચેરીઓમાં ભ્રષ્ટાચાર જ કરશે. આ એક દુષ્ટ ચક્ર છે. ભ્રષ્ટ અધિકારીઓ હંમેશા નકલી અને બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર લોકોને પ્રોત્સાહન આપશે. આ પ્રકારના કૃત્યોથી માત્ર નોકરી જ નથી છીનવાતી, પણ સરકારી તંત્રની વિશ્વસનીયતા પણ તૂટી રહી છે. ગુજરાતના વિકાસની વાતો વચ્ચે આ પ્રકારના કોભાંડો એ દર્શાવે છે કે આપણે તિજોરીના રક્ષક તરીકે જ ચોરોને બેસાડી દીધા છે.

તપાસની અનિવાર્યતા અને માંગણી

હવે સમય આવી ગયો છે કે સરકાર વિશ્લેષણ સમિતિને વધુ સક્રિય કરે અને તમામ એવા કેસોની સખત તપાસ કરે જ્યાં એક જ પરિવારના સભ્યો અલગ-અલગ જાતિનો લાભ લઈ રહ્યા છે. માત્ર નોકરી રદ કરવી એ પૂરતું નથી, પરંતુ આવા બોગસ સર્ટિફિકેટ બનાવનાર અને તેમાં મદદ કરનાર અધિકારીઓ સામે પણ ફોજદારી કાર્યવાહી થવી જોઈએ. આદિવાસી હોવું એ કોઈ સવલત નથી, પણ ઓળખ છે. સાચા આદિવાસીઓને ન્યાય મળે તે માટે આ કાયદાકીય લડાઈ લડવી અત્યંત આવશ્યક છે. જો આ રીતે જ બોગસ સર્ટિફિકેટ ચાલતા રહેશે, તો આદિવાસી અનામતનો મૂળ ઉદ્દેશ્ય જ હણાઈ જશે અને માત્ર કાગળ પરના ‘વાઘ’ જ સરકારી પદો શોભાવતા રહેશે.

આ પણ વાંચો: 

Urban Flooding in India: વરસાદે ખોલી ભારતીય શહેરોની આયોજનહીનતાની પોલ – thegujaratreport.com

Gujarat Data Center Policy: 20 ડેટા કંપનીઓ દુષ્કાળ લાવશે, 8 કરોડ વસતી કરતાં બે ગણું પાણી વાપરશે – thegujaratreport.com

Satluj Movie Controversy: પંજાબમાં ‘સતલુજ’ ફિલ્મ પર કેમ છે વિવાદ? જાણો કેમ એક ફિલ્મ બની રહી છે આગામી ચૂંટણીનો મુખ્ય મુદ્દો – thegujaratreport.com

Related Posts

Gopal Italia Dwarka: દ્વારકામાં ગોપાલ ઈટાલિયાના ભાજપ પર પ્રહાર, કહ્યું- ‘રોડ સારા બનતા નથી તો દેશ વિશ્વગુરુ કેવી રીતે બનશે?’
  • October 9, 2026

Gopal Italia Dwarka: દ્વારકા નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. આ દરમિયાન AAPના નેતા ગોપાલ ઈટાલિયા અને ઇસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં યોજાયેલી સભામાં ગોપાલ ઈટાલિયાએ…

Continue reading
Gujarat Rent Bill Lawyers Strike: ગુજરાત ભાડા વિધેયક સામે વકીલોની અચોક્કસ મુદતની હડતાળ, ઉગ્ર વિરોધ બાદ સરકાર કરશે પુનર્વિચાર
  • October 6, 2026

Gujarat Rent Bill Lawyers Strike: ગુજરાતમાં ભાડાના વિવાદોના નિકાલ માટે લાવવામાં આવેલા ગુજરાત ભાડા વિધેયક, 2026ને લઈને વકીલો અને રાજ્ય સરકાર વચ્ચે વિવાદ ઊભો થયો છે. વિધેયકની કેટલીક જોગવાઈઓ સામે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gyanesh Kumar Resignation Protest: જ્ઞાનેશ કુમાર સામેના વિરોધે વિપક્ષ, વિદ્યાર્થી સંગઠનો અને નાગરિક સમાજને એક મંચ પર લાવ્યા

  • October 11, 2026
  • 2 views
Gyanesh Kumar Resignation Protest: જ્ઞાનેશ કુમાર સામેના વિરોધે વિપક્ષ, વિદ્યાર્થી સંગઠનો અને નાગરિક સમાજને એક મંચ પર લાવ્યા

Modi Government Challenges: મોદીના સત્તાનાં 25 વર્ષ પૂર્ણ, સામે ઊભા થયા 12 મોટા પડકારો

  • October 11, 2026
  • 3 views
Modi Government Challenges: મોદીના સત્તાનાં 25 વર્ષ પૂર્ણ, સામે ઊભા થયા 12 મોટા પડકારો

Sharjeel Imam Interim Bail: શરજિલ ઇમામની વચગાળાની જામીન રદ કરવાની માગ સાથે દિલ્હી પોલીસ અદાલતમાં પહોંચી

  • October 11, 2026
  • 5 views
Sharjeel Imam Interim Bail: શરજિલ ઇમામની વચગાળાની જામીન રદ કરવાની માગ સાથે દિલ્હી પોલીસ અદાલતમાં પહોંચી

Trump Russia Diesel Deal: રશિયા પર પ્રતિબંધોની વાત કરનાર ટ્રમ્પ હવે ડીઝલ ખરીદશે? અમેરિકાની નીતિ પર સવાલ

  • October 11, 2026
  • 4 views
Trump Russia Diesel Deal: રશિયા પર પ્રતિબંધોની વાત કરનાર ટ્રમ્પ હવે ડીઝલ ખરીદશે? અમેરિકાની નીતિ પર સવાલ

MP Freedom Fighter Quota Fraud: મધ્ય પ્રદેશમાં MBBS-BDS પ્રવેશના સ્વતંત્રતા સેનાની ક્વોટામાં ગેરરીતિનો આરોપ, 7 પ્રમાણપત્રો નકલી મળતાં પ્રવેશ રદ

  • October 11, 2026
  • 5 views
MP Freedom Fighter Quota Fraud: મધ્ય પ્રદેશમાં MBBS-BDS પ્રવેશના સ્વતંત્રતા સેનાની ક્વોટામાં ગેરરીતિનો આરોપ, 7 પ્રમાણપત્રો નકલી મળતાં પ્રવેશ રદ

Chirag Paswan Political Strategy: શું PM મોદીના ‘હનુમાન’ ચિરાગ પાસવાનનો બદલાઈ રહ્યો છે રાજકીય માર્ગ? NDAમાં રહીને અલગ ઓળખ બનાવવાના પ્રયાસો

  • October 11, 2026
  • 7 views
Chirag Paswan Political Strategy: શું PM મોદીના ‘હનુમાન’ ચિરાગ પાસવાનનો બદલાઈ રહ્યો છે રાજકીય માર્ગ? NDAમાં રહીને અલગ ઓળખ બનાવવાના પ્રયાસો