ગુજરાતમાં ડર વગરનું નેક્સ લેવલનું ભ્રષ્ટાચાર; નશાબંધી અધિકારીએ ચેક થકી માગી લાંચ

  • Gujarat
  • December 20, 2024
  • 0 Comments

ગુજરાતમાં નશાબંધી અને આબકારી વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગેની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં એક અધિકારી લાંચના પૈસા લેવા માટે વેપારીને રીતસરનો ઉધડો લઈ લે છે. આ દરમિયાન કેટલાક ન બોલવા જેવા શબ્દોનો પણ ઉપયોગ કરે છે. આ ઓડીયો ક્લિપમાં સુરતના નશાબંધી અધિકારી જીજ્ઞેશ એસ. તન્ના અને રાહુલ અધવર્યુ (મોલાસિસ વેપારી) સાથે થયેલી વાતચીત છે.

આ ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ યુવરાજ સિંહ જાડેજા પણ સરકારી ખાતાઓમાં ચાલતા ભ્રષ્ટાચાર ઉપર પ્રહાર કરતાં કહ્યું છે કે, ગુજરાતમાં પાછલા ઘણા સમયથી હપ્તારાજ, એજન્ટ રાજ ચાલતો હોવાના આક્ષેપો કર્યા હતા. તે ઉપરાંત અધિકારીઓ દ્વારા સરકારી તિજોરીઓને લગાવવામાં આવતા ચૂના વિશે વાત કરી હતી. તે ઉપરાંત નશાબંધી અધિકારી દ્વારા જે રીતે ગોળની રસીના વેપારી પાસેથી લાંચની રકમ માંગી હતી. તે અંગેનો મોટો ખુલાસો કર્યો હતો.

જણાવી દઈએ કે, ગુજરાતમાં નશાબંધી અને આબકારી વિભાગ છે આ વિભાગ પાસે વેપારીઓ પોતાના વેપાર કરવા મંજુરીઓ-લાઈસન્સ લેવા પડે છે. આ પ્રકારના લાઈસન્સ નશાબંધી અને આબકારી ખાતાના જિલ્લા અધીક્ષક દ્વારા આપવામાં આવે છે જેમાં “મોલાસીસ” નામનું એક પ્રવાહી જેને ગોળની રસી કહેવામાં આવે છે. સુરત વલસાડ જિલ્લામાં ખાંડના કારખાના આવેલા છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ આ ખાંડના કારખાના જે સેરડી પીલાળ થાય તેમાથી ખાંડ બન્યા બાદ ગોળની રસી “મોલાસીસ” નિકળે તેમાથી દારુ પણ બને છે કેટલા વેપારીઓ આ ગોળની રસી બીજા દેશમા એક્ષપોર્ટ કરે છે.

તે ઉપરાંત મોલાસીસ રસી થકી જ ઊંઝામાં નકલી જીરૂં બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું હતું. તે ઉપરાંત વરિયાળીને કલર કરવામાં પણ મોલાસીસનો ઉપયોગ થતું હોવાનું કહેવામાં આવે છે. તો ગોળની રસીનો ઉપયોગ દારૂ સહિતના અન્ય વિવિધ બેનંબરના ધંધા કરવામાં ઉપયોગમાં લેવાતી હોવાથી તેનું લાયસન્સ લેવું જરૂરી છે. આ ગોળની રસીનો દુરૂપયોગ ન થાય તે માટે તેનું લાયસન્સ ફરજિયાત લેવું પડતું હોય છે પરંતુ અધિકારીઓ લાંચ-રૂશ્વત લઈને વાત દબાવી દેતા હોય છે. પરંતુ આ કેસમાં લાંચના પૈસા ન મળ્યા હોવાથી અધિકારી ગુસ્સે ભરાયો હતો અને વેપારીને ઝડપીમાં ઝડપી તેમનું વ્યવહાર કરી દેવા માટે ખખડાવી રહ્યો હતો. આ દરમિયાન અનેક વખત કડક પગલા ભરીને તેનું કામ બંધ કરી દેવાની પણ ધમકી આપી હતી.

યુવરાજ સિંહ દ્વારા કરવામાં આવેલા ખુલાસમાં જાણવા મળ્યું છે કે, “મોલાસીસ ગોળની રસી એક્ષપોર્ટ કરવા માટે નશાબંધી અધિકારી કે જેનું નામ જીગ્નેશ એસ. તન્ના છે આ અધિકારી એક રાહુલ અધ્વર્ય ‘નામના વેપારીને ગોળની રસીનો વેપાર કરાવી આપવાના બદલામા પોતે કમિશન પેટે ચેક મારફતે લાંચના નાણા આપવા કહી રહ્યા હોવાની વાત કરી રહ્યા છે, અને જે ન આપે તો તેને સમાચાર પત્રમા ખોટા સમાચાર છપાવી દેવા ની ધમકી આપે છે. તેમજ આ વાર્તાલાપમાં ડફોળ જેવા અપશબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત અધિકારી દ્વારા વેપારીને માટે, મુર્ખા છો ? ડફોળ છો? તેવા શબ્દ પ્રયોગ કર્યો છે.

આ બાબતે યુવરાજ સિંહ જાડેજાએ પ્રશ્ન કર્યા છે કે, નશાબંધી અધિકારી જીજ્ઞેશ એસ. તન્ના પાસે એવો ક્યો આધાર છે કે તે રાહુલ અઘ્વર્યું પાસે કોરા ચેક માંગે છે તે પણ તેના કરન્ટ અને સેવીંગ એકાઉન્ટના ? રાહુલ અધવર્યુ નામનો માણસ કોણ છે ? નશાબંધી અધિકારી જીગનેશ એસ. તન્ના તેને ક્યા નિયમ આધારે કોરા ચેક માંગે છે ?

નશાબંધી અધિકારી જીજ્ઞેશ એસ. તન્ના દ્વારા કોઈ વ્યક્તિની સામે કાયદેસર કાર્યવાહી કરવાની થાય તો તે અધિકારી કાયદાકીય પગલાં લઈ શકે તે સક્ષમ છે પરંતુ અહીંયા તે ફોન કરી રૂપિયા પડાવવા માટે છાપા મા છપાવી દેવાની ધમકી આપી રહ્યા હોઈ તેવું સ્પષ્ટ લાગે છે.

નશાબંધી અને આબકારી ખાતામાં “મોલાસીસ” એટલે કે ગોળની રસી માટે નાં એકસપોર્ટ માટે લાઈસન્સ આપવામા આવે છે રાહુલ અધવર્યુ નામના માણસને નશાબંધી અધિકારી જીજ્ઞેશ એસ. તન્નાએ “મોલાસીસ” ગોળની રસી માટે લાઈસન્સ આપ્યા વગર મોલાસીસ એક્ષ્પોર્ટ કરાવી આપવાનો સોદો કરેલ, જે સોદામા નશાબંધી અધિકારી જીજ્ઞેશ એસ. તન્નાએ તેના વહીવટદાર ગુલાબભાઈને વચ્ચે રાખેલા હતા. આ ગુલાબભાઈ નામના માણસ મારફતે સુરત નવસારી વલસાડના વેપારીઓને રંજાડીને લાખો રૂપિયાના તોડ કરયો હોવાની ફરિયાદો અનેકવાર ઉઠી છે.

નશાબંધી અધિકારી જીગનેશ એસ. તન્ના આ પહેલા ગુજરાત જાહેર સેવા આયોગના મુખ્ય હોદ્દા ઉપર હતા ત્યાંથી તે નશાબંધી અધિકારી બન્યા છે

પ્રશ્ન એ પણ છે કે શું કોઈ સરકારી અધિકારી કોઈ વેપારી કે ખાનગી વ્યક્તિ પાસે કોરા ચેક માંગી શકે ખરી ?

જણાવી દઈએ કે, જીજ્ઞેશ. એસ. તન્ના સામે એસીબીમાં ફરિયાદ થઈ ચૂકી છે તો સીએમઓ સુધીમાં પણ તેની ફરિયાદ કરવામાં આવી છે. નશાબંધી અધિકારી જીગનેશ એસ. તન્ના સામે સુરત નશાબંધી ઓફીસમા એજન્ટો મારફતે દારૂની પરમીટ આપવા લાંચ લેવામા આવતી હોવાની ફરીયાદ પણ CMO સુધી થઈ છે

જીજ્ઞેશ એસ તન્ના કે જેના પર ACB તપાસ ચાલુ છે અને મુખ્યમંત્રી સુધી ફરિયાદ થયેલ છે, છતાંપણ તેની વગ નાં કારણે તેમનો આજદિન સુધી કોઈ વાળ વાંકો કરી શક્યો નથી. તન્ના સાહેબનાં પોતાના તાર ગાંધીનગર સુધી છે તો બની શકે કે ઉંચ અધિકારીઓ પણ તેને બચાવી રહ્યા હોઈ.

ઇન્ટરનલ સોર્સ નાં માધ્યમ થી એવું પણ જાણવા મળેલ છે કે નશાબંધી અધિકારી જીજ્ઞેશ. એસ. તન્ના મોલાસીસ ઉપરાંત પર્ફ્યુમરી પ્રોડકટમા વપારાતા ઈથોનોલના લાઈસન્સ ન લેવા પડે તે માટે વેપારીઓને ઉશ્કેરી કોર્ટ મેટર ઊભી કરાવેલ છે,વાતમાં કેટલું સત્ય છે તે અમે નથી જાણતા પરંતુ આ બાબતનું પણ ક્રોસ વેરીફીકેશન થવું જરૂરી છે.

અમારી રાજ્ય સરકાર પાસે માંગ છે કે આવા કોરા ચેક માંગતા અધિકારી જીજ્ઞેશભાઈ, એસ. તન્નાએ આ સિવાય કોની કોની પાસે કોરા ચેક લીધા છે ? તે જે વ્યક્તિઓ નામો બોલે છે તે ગુલાબભાઈ, લક્ષ, સુનીલ અને કરણભાઈ સુરતવાળા કોણ છે ? આ વ્યક્તિઓને શા માટે જીજ્ઞેશભાઈ એસ. તન્ના નશાબંધી અધિકારી વલસાડ સુરત ત્રણ ત્રણ કોરા ચેક અપાવવા માંગે છે ?

રાહુલ અધવર્યુના “ધ વે કોર્પોરેશન” ના કરન્ટ એકાઉન્ટમાંથી આવતા સોમવારે ત્રણ ત્રણ કોરા ચેક અક્ષયભાઈને, સુનીલભાઈને, ગુલાબભાઈને આપવાનું નશાબંધી અધિકારી જીજ્ઞેશ એસ. તન્ના વેપારી રાહુલ અધવર્યુને કહી રહ્યા છે. આ ઓડીયો ક્લિપ સાંભળતા તમને પણ વિસ્તારપૂર્વકની બાબતનો ખ્યાલ આવી જશે.

આ બાબતની ACS, વિજીલન્સ તથા લાંચ રુશવત ખાતું નોંધ લઈને તપાસ કરવાની માગ કરવામાં આવી રહી છે.

આ બાબતની એક ઓડિયો ક્લિપ જે આમારા પાસે સોર્સ નાં માધ્યમ થી ઉપલબ્ધ થયેલ છે, જેના કન્ટેન્ટ વિવરણ નીચે મુજબ છે.

જેમાં જીજ્ઞેશ એસ તન્ના રાહુલ અધવર્યું ને હુકમ ભર્યા સ્વરઃ માં
“દરેક વખતે મારે ફોન કરવાનો છે ?”
“ડફોળ જેવા છો ?! ”
“મૂરખા છો ?!”
પહેલીવાર માં કેમ ફોન ઉપડતો નથી ?

તમે તો બહુ મોટા બિઝનેસ મેન રહ્યા ને ?

ખોટી વાત કરશો જ નહીં
તમે ખોટી ખોટી વાત જ કરો છો..
ખોટું જ બોલો છો..

તમે કહેતા હતા કે ગયા અઠવાડિયે લાયસન્સ થઈ જશે ! ક્યાં થયું ?
તમને એમ લાગે છે કે આ અઠવાડિયા માં થઈ જશે બધું ?

ખોટા ખોટા કમિટમેન્ટ જ આપો છો ?
રાહુલ અધ્વર્યુ બહુ મોટું નામ રહ્યું ને એટલે કલેકટર તમારા માટે નવરા જ હોઈ ને !
ડફોળ જેવા છો ?

બધાને એમ કહો છો કે આમ કરી દઉં તેમ કરી દઉં ?
તમને હજાર વાર કીધુ છે ચડ્ડી હોઈ એટલું જ કરો….
જૂઠું બોલવાનું તમારો PHD નો કોર્સ થઈ ગયો છે. શું ડબલ PHD ડિગ્રી અને સર્ટિફિકેટ આપુ ?

છાપામાં કહી દઉં છપાવી દઉં કે આ માણસ કરૂ છે
કરી દઉં કાલે જાહેરાત છાપામાં.
કોઈ દિવસ જિંદગીમાં બિઝનેસ નહિ કરી શકો,
તમને એવું થતું હોઈ તો મોકલી દઉં અને કહી દઉં અને ફોટા સાથે મોકલી દઉં છાપામાં !
આ માણસ સૌથી જૂઠો છે.
આ માણસ ફ્રોડ છે.
એવું મોકલી દઉં ફોટા સાથે જાહેર સૂચના તરીકે છાપામાં.

નથી સમજ પડતી ?
નથી બુદ્ધિ આવી ?
આટલું બધું થયા પછી પણ હજી બુદ્ધિ નહીં આવી ?
એક નોટિસ બાકી છે તો મોકલી દઉં !

પ્રૂફ ઓફ એક્સ્પોર્ટ હજી સુધી તમે આપ્યું નથી..
પ્રૂફ ઓફ એક્સ્પોર્ટ નાં આપો ને ત્યાંસુધી બધું નકામું ગણાય..
પ્રૂફ ઓફ એકસપોર્ટ આપો ચાલો…
મોકલું છું નોટિસ.

પહેલા “આસિફભાઈ” ને પણ જૂઠું જૂઠું કહો છો.
બધે જૂઠું જૂઠું બોલો છો.
રિયાલીસ્ટીકલી વાત કરો.
કેટલા દિવસ માં થશે તમારું આ લાયસન્સ ?

તમારી ચેક બુક ક્યાં છે ?યસ બેન્ક વાડી ?
તમારુ એકાઉન્ટ તો ફ્રીઝ થયેલ પડ્યું છે.

તમારી ચેક બુક ક્યાં છે ?
તમે ચેક બુક ભેગી નથી રાખતા એમ ?
ક્યારે જવાના પાછા ?
આ બેક એકાઉન્ટ ચાલુ છે જેની તમે વાત ચેક બુક ની વાત કરો છો ?
સેવિંગ અને કરંટ એકાઉન્ટ કયું છે ?
તમે અત્યારે સેવીંગ એકાઉન્ટ માંથી, તમારા પર્સનલ નામે હશે ને ?
ધ વે કોર્પોરેશન ની શું ચેક બુક છે ?
એક્ટિવ એકાઉન્ટ ની છે કે બંધ ?

ક્યારે આવવાના અહીંયા ?
તમે અત્યારસુધી બધાને બહુ ઘુમાવ્યો છે !
જૂઠું પણ ખૂબ બોલ્યા છે ?

તમે ચેક બુક માંથી અલગ અલગ ચેક ફાડીને ત્રણ ત્રણ ચેક બધાને આપો.
“ચેક લખી અને તેની સ્કેન કોપી અને ઓરીજનલ કુરિયર કરો”
લક્ષ ને, સુનીલ ને અને ગુલાબભાઈ ને કરો….
ઓલરેડી આસિફભાઈ ને વાત કરેલ છે.
કરણ ભાઈ આજે આવવાના છે મળવા માટે…
“હું વાત કરું છું કરણભાઈને પણ કહું છું તમે કેટલું જૂઠું બોલો છે ! તમે ઘુમેડો જ છો ને એને !”
“તમે કરણ સુરત વાલા ને સાવ ઉલ્લુ જ બનાવ્યા છે.”
બહુ જૂઠું બોલ્યા છો એની પાસે
એ આવે એટલે બધું કહું છું હું એને…

ખોટી ખોટી બીજીવાત કરો છો.
તાકાત બાર ની વાત કરો છો.

નથી ભાન પડતી એકવાર દંડા ખાવાથી ?
મારા કારણે દંડ નથી પડ્યા એટલે નથી સુધરતાં ?

આ શનિ રવી માં બધાને ચેક આપો..
એટલે બધાને એવું તો થાય કે બધા પાસે કશું તો છે.
ધ વે કોર્પોરેશન નાં નામનો.
અને ચાલુ બેંક નો આપજો.. ઓલી ફ્રોડ બેંક નો નાં આપતા, નહીં તો ફ્રોડ નો બીજો કેસ થશે
આ બધા લોહી મારું પીવે તમારા કારણે….

Related Posts

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!
  • October 28, 2025

 Hafiz Saeed in Bangladesh: ખતરનાક આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના નેતા હાફિઝ સઈદે પડોશી બાંગ્લાદેશમાં પોતાનો પ્રભાવ વધારવાનું શરૂ કરી દીધું છે. હાફિઝના નજીકના સહયોગી અને મરકઝી જમિયત અહલ-એ-હદીસના ટોચના કમાન્ડર ઇબ્તિસમ ઇલાહી…

Continue reading
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 
  • October 28, 2025

Gujarat ST Bus Negligence: દિવાળીના તહેવારની રોણક વચ્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)એ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક નવો વિવાદ સર્જ્યો છે. પોરબંદરથી વેરાવળ જતી નિયમિત લોકલ બસ (સાંજે 5:30…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

  • October 28, 2025
  • 3 views
UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

  • October 28, 2025
  • 1 views
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

  • October 28, 2025
  • 4 views
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 7 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 22 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 10 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!