
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલા ‘મિશન ડિપોર્ટેશન’ દરમિયાન ઈમિગ્રેશન એજન્ટોને છૂટો દૌર મળતા વધુ એક હત્યાને અંજામ આપ્યો છે અગાઉ 7 જાન્યુઆરીના રોજ પણ રેની ગુડ નામની મહિલાનું એજન્ટોના હાથે મોત થયું હતું, જે લેખિકા હતી અને ત્રણ બાળકોની માતા હોવાનું સામે આવ્યું હતું.તે સમયે પણ પ્રશાસને સ્વબચાવમાં ગોળી ચલાવી હોવાનો દાવો કર્યો હતો અને હવે ફેડરલ એજન્ટોએ અમેરિકાના મિનેસોટા રાજ્યની રાજધાની મિનીઆપોલિસમાં વધુ એક નાગરિકની હત્યા કરી નાખી છે.
મિનેસોટાના સીનેટરોએ મૃતકની ઓળખ એલેક્સ પ્રેટ્ટી તરીકે કરી છે. તેમણે જણાવ્યું કે પ્રેટ્ટી 37 વર્ષના મિનિયાપોલસના નિવાસી હતા, તેઓ વ્યવસાયે નર્સ હતા અને અમેરિકન નાગરિકત હતા અને યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ વેટરન્સ અફેર્સ માટે કામ કરતા હતા આનાં ત્રણ અઠવાડિયાં પહેલાં પણ આ જ શહેરમાં અમેરિકન નાગરિક રેની ગુડનીય એક ઇમિગ્રેશન એજન્ટસની હત્યા થઈ હતી.
રેની ગુડની થયેલી હત્યા બાદ મૃતક એલેક્સ પ્રેટ્ટીએ પણ વિરોધ પ્રદર્શનોમાં ભાગ લીધો હતો જેઓની પણ આજે ઇમિગ્રેશન એજન્ટોએ ગોળી મારી હત્યા કરી દીધી છે.
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ જણાવ્યું હતું કે પ્રિટીએ પિસ્તોલ લઈને એજન્ટો પાસે જવાનો પ્રયાસ કર્યો હતો અને પછી નિઃશસ્ત્ર થઈ જતાં હિંસાનો આશરો લીધો હતો ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનની કડક ઇમિગ્રેશન નીતિઓ અને ફેડરલ એજન્ટોની આ પ્રકારની કાર્યવાહી સામે રોષ જોવા મળી રહ્યો છે આ ઘટના બાદ મિનેસોટા રાજ્યના ગવર્નર ટિમ વોલ્ઝ અને કેન્દ્ર સરકાર સામસામે આવી ગયા છે.
ગવર્નર વોલ્ઝે આ ઘટનાને અત્યંત ઘૃણાસ્પદ ગણાવી છે અને ટ્રમ્પને રાજ્યમાં તૈનાત અપ્રશિક્ષિત અને હિંસક ફેડરલ એજન્ટોને તાત્કાલિક પરત બોલાવી આ હિંસક ઓપરેશન બંધ કરવા માંગણી કરી છે.
આમ અમેરિકામાં ગવર્નર વોલ્ઝ પ્રશાસનની ટ્રમ્પની આ પ્રકારની નીતિઓનો ખુલીને વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ અને જેડી વેન્સ એજન્ટોની કામગીરીના સમર્થન કરી રહયા છે, પરિણામે સ્થાનિક વહીવટીતંત્ર અને વ્હાઇટ હાઉસ વચ્ચેના સંબંધોમાં વણસી રહયા છે પરિણામે આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શનો વધુ ઉગ્ર બને તેવા એધાણ જોવા મળી રહયા છે.
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!








