
Gujarat fisherman Death: દરિયામાં માછીમારી કરવા ગયેલા ઘણા ભારતીયો પાકિસ્તાની જેલમાં બંધ છે. જ્યા તેમની તબિયતને લઈ અનેકવાર સવાલો ઉઠ્યા છે. ત્યારે પાકિસ્તાનની જેલ બંધ વધુ એક ગુજરાતી માછીમારનું મોત થયું હતુ. ગીર સોમનાથના 41 વર્ષીય બાબુ કાના ચુડાસમાનું 26 દિવસ અગાઉ 23 જાન્યુઆરીએ કરાચીની જેલમાં મૃત્યુ થયું હતું. તે જળસીમા ઓળંગવાના આરોપમાં જેલમાં બંધ હતા.
જાણવા મળી રહ્યું છે કે પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા 41 વર્ષીય ગુજરાતી માછીમાર બાબુ કાના ચુડાસમાનો મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા બાદ ગીર સોમનાથના ઉનામાં આવેલા સોખડા ગામે લઈ જવાયો છે. હાલ પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે.
પાકિસ્તાનની જળસીમા પાર કરવાના આરોપમાં જેલની સજા ભોગવી રહેલા 23 જાન્યુઆરીએ ચુડાસમાનું પાકિસ્તાનની જેલમાં બિમારીને કરાણે થયું હતુ.
છેલ્લા બે વર્ષમાં મૃત્યુ પામનારા 8માં માછીમાર
18 ફેબ્રુઆરી, 2022 ના રોજ પાકિસ્તાનની દરિયાઈ સુરક્ષા એજન્સી દ્વારા તેમને માછીમારી બોટમાં અજાણતા જળસીમા પાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ચુડાસમા કરાચી જેલમાં બંધ હતા અને સરકારી સૂત્રો અનુસાર, છેલ્લા બે વર્ષમાં કસ્ટડીમાં મૃત્યુ પામેલા આ 8મા માછીમાર છે.
આ પણ વાંચોઃ VALSAD: રોહિયાળ તલાટ ગામે પાંડવ કુંડમાં 4 વિદ્યાર્થીઓ ડૂબી જતાં મોત, વિદ્યાર્થીઓ ફરવા આવ્યા હતા