રાજકોટ: પાયલ મેટરનિટી હોસ્પિટલના વીડિયો લીક કરનારા 3 આરોપીઓને ધરપકડ

  • Gujarat
  • February 19, 2025
  • 0 Comments
  • રાજકોટ: પાયલ મેટરનિટી હોસ્પિટલના વીડિયો લીક કરનારા 3 આરોપીઓને ધરપકડ

રાજકોટ પાયલ હોસ્પિટલમાં મહિલા દર્દીઓના સારવાર અને તપાસના વીડિયો યુ-ટ્યુબ અને ટેલીગ્રામ ચેનલ પર અપલોડ કરવાના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમ 3 શંકાસ્પદોની ધરપકડ કરી છે. બે આરોપીઓને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે.તો એક અન્ય આરોપીની ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી છે.

પાયલ મેટરનિટી હોસ્પિટલના વીડિયોને એક ટેલિગ્રામ ચેનલ થકી વેચવામાં આવી રહ્યાંની માહિતી સામે આવી રહી છે. તો કેટલાક વીડિયો યુ-ટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ ઉપર અપલોડ થયાની માહિતી પણ સામે આવી રહી છે. આ વીડિયો 1000 રૂપિયાથી લઈને અલગ-અલગ કિંમતે સોશિયલ મીડિયા પર વેચાઈ રહ્યાં હતા. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, આ બંને આરોપીઓને આગામી થોડા સમયમાં મહારાષ્ટ્રથી ગુજરાતમાં લાવવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું કે, પ્રસૂતાઓના વીડિયો વાયરલ કરવાનો ગંદો ધંધો દેશવ્યાપી હોવાનું જણાઈ આવ્યું છે. પ્રાથમિક તપાસમાં જ ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાંથી આ પ્રકારના કારસ્તાન કરતી ટોળકીઓ સક્રિય હોવાનું જણાઈ આવ્યું છે. જો કે, આ પ્રકારના વીડિયો મેળવવા માટે નિશ્ચિત શખ્સો સક્રિય હોવાની વિગતો મળતાં ત્રણ રાજ્યોમાં તપાસ હાથ ધરાઈ છે. ઊંડી તપાસના પગલે પ્રસૂતાઓ અને મહિલાઓના હોસ્પિટલમાં ખાનગી વીડિયો વાયરલ કરવાના દેશવ્યાપી નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે.

મેટરનીટી હોસ્પિટલોમાં પ્રસૂતાઓની સારવાર અને તપાસના વીડિયો યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલો ઉપર અપલોડ કરીને કમાણીનો દેશવ્યાપી ગંદો ધંધો ચાલી રહ્યો છે. આવો ચોંકાવનારો ઘટસ્ફોટ અમુક વીડિયો રાજકોટના રૈયા સર્કલ પાસે આવેલી પાયલ મેટરનીટી હોમના હોવાનો ખુલાસો થયા બાદ થયો છે. ફરિયાદ નોંધીને અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસની ટીમે રાજકોટમાં ધામા નાખી હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફના નિવેદનો નોંઘ્યાં હતાં.

રાજકોટની હોસ્પિટલમાં પ્રસુતા અને અન્ય પ્રકારની ખાનગી કહી શકાય તેવી સારવાર માટે આવેલી મહિલાઓની તપાસના પ્રાઈવેટ વીડિયો યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ ઉપર વાયરલ થયાની વિગતોમાં તથ્ય જણાતાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંઘ્યો હતો. અમદાવાદ અને રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસની ટીમ સાથે મળી પાયલ મેટરનીટી હોમમાં તપાસ કરી ડીવીઆર અને સીસીટીવી ફૂટેજ કબજે કર્યા હતા.

પાયલ મેટરનીટી હોમના સંબંધીત ડોકટરો અને સ્ટાફની આજે પુછપરછ કરી નિવેદનો પણ લીધા હતા. રાજકોટમાં સાયબર લેબોરેટરી તપાસમાં જોડાતાં બે શકમંદોના નામ ખુલતાં આંતરરાજ્ય તપાસ શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં તપાસ અને પૂછપરછ બાદ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમોને દોડતી કરવામાં આવી છે.

આ પણ વાંચો- પાકિસ્તાનની જેલમાં ગુજરાતી માછીમારનું મોત, મૃત્યુના 26 દિવસ બાદ વતન લવયો મૃતદેહ

Related Posts

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!
  • June 18, 2026

Gujarat Teachers Protest: ગુજરાતમાં ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષણ જગતમાંથી પણ સરકાર સામે મોટો બળવો શરૂ થયો છે. રાજ્યભરના હજારો પ્રાથમિક શિક્ષકો હાલ TET (Teacher Eligibility Test) પરીક્ષામાંથી મુક્તિની માંગ…

Continue reading
Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!
  • June 18, 2026

Gir Illegal Lion Show Veraval: ગીરના એશિયાટિક સિંહોની સુરક્ષાના ગર્વભેર દાવાઓ વચ્ચે વેરાવળમાં એક એવી ઘટના સામે આવી છે જેણે વન વિભાગની કામગીરી અને રાજકીય આડમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 2 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 6 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 6 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 5 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

Trump Iran Peace Deal: ઈરાન કરારથી અમેરિકામાં રાજકીય ભૂકંપ, ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સામનો

  • June 18, 2026
  • 7 views
Trump Iran Peace Deal: ઈરાન કરારથી અમેરિકામાં રાજકીય ભૂકંપ, ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સામનો

Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ

  • June 18, 2026
  • 5 views
Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ