રાજકોટમાં પ્રથમવાર આવતીકાલથી આંતરરાષ્ટ્રિય મહિલા ક્રિકેટ મેચ રમાશે

  • Sports
  • January 9, 2025
  • 1 Comments

ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 વનડે મેચની શ્રેણીનો આવતીકાલ 10 જાન્યુઆરીથી રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે પ્રારંભ થશે. ત્યારે બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા મેદાન પર છેલ્લા બે દિવસથી નેટ પ્રેક્ટિસ કરવામાં આવી હતી. મંગળવારે બન્ને ટીમના ખેલાડીઓનું રાજકોટમાં આગમન થયું હતું અને ભારત અને આયર્લેન્ડના ખેલાડીઓ સ્ટેડિયમ ખાતે પહોંચી પ્રેક્ટિસ કરવામાં આવી હતી.

બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા વોર્મઅપ, ફિલ્ડિંગ, કેચ તેમજ બેટિંગ તથા બોલિંગની નેટ પ્રેક્ટિસ કરી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રથમ વખત મહિલા ટીમનું રાજકોટમાં આગમન થયું છે અને બન્ને ટીમના મહિલા ખેલાડીઓ પ્રથમ વખત આ મેદાન પર મેચ રમનાર છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમની નિયમિત કેપ્ટન હરમનપ્રીત કૌરને આરામ આપવામાં આવ્યો છે અને તેમના સ્થાને સ્મૃતિ મંધાના કેપ્ટનશીપની જવાબદારી સંભાળશે. જ્યારે દીપ્તિ શર્માને વાઈસ કેપ્ટન બનાવવામાં આવી છે. ભારતીય મહિલા ટીમ આજ સુધી આયર્લેન્ડ મહિલા ટીમ સામે ક્યારેય ODI મેચ હારી નથી.

ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આવતીકાલથી જંગ જામશે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 મેચની વનડે સિરીઝ કાલથી રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનાર છે. જેને લઇ બન્ને ટીમો દ્વારા આજે નેટ પ્રેક્ટિસ કરવામાં આવી હતી.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ

સ્મૃતિ મંધાના (કેપ્ટન), દિપ્તી શર્મા (વાઇસ કેપ્ટન), પ્રતિકા રાવલ, હરલિન દેઓલ, જેમિમાહ રોડ્રિગ્સ, ઉમા છેત્રી, રિચા ઘોસ, તેજલ હસબનીસ, મીન્નુ મણી, પ્રિયા મિશ્રા, તનુજા કંવર, તિતાસ સાધુ, સાયમા ઠાકોર અને સયાલી સતઘરેનો સમાવેશ થાય છે.

આયર્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમ

ગેબી લેવિસ (કેપ્ટન), અવા કેનિંગ, ક્રિસ્ટીના કુલ્ટર રીલી, અલાના ડાલઝેલ, લૌરા ડેલની, જ્યોર્જિના ડેમ્પસી, સારાહ ફોબ્ર્સ, આર્લિન કેલી, જોના લોઘરન, ઈમી મગુરી, લેહ પોલ, ઓર્લા પ્રિન્ડરગાસ્ટ, ફ્રેયા સાર્જન્ટ અને રેબેકા સ્ટોકેલનો સમાવેશ થાય છે.

 

આ સમાચાર પણ વાંચોઃ AHMEDABAD: કોલ્ડપ્લે કોન્સર્ટમાં વાહન પાર્કિંગ માટે કેમ નથી વ્યવસ્થા?

Related Posts

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા
  • August 6, 2025

ICC Awards: શુભમન ગિલે ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન બનતાની સાથે જ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. ગિલે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી પાંચ મેચની શ્રેણીમાં રનનો હાઈ રેકોર્ડ બનાવ્યો. તે પોતાના…

Continue reading
IND vs ENG: ટીમ ઇન્ડિયાએ હારેલી બાજીને પલટી, અંતિમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 6 રનથી હરાવ્યું
  • August 4, 2025

IND vs ENG: ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડની ટીમને 6 રનથી હરાવી અને આ રીતે શ્રેણી 2-2 થી બરાબર કરી. આમાં, ભારતીય ટીમે ઈંગ્લેન્ડને જીતવા માટે 374 રનનો લક્ષ્યાંક આપ્યો, જેના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

  • August 7, 2025
  • 5 views
Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 18 views
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

  • August 7, 2025
  • 9 views
Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 31 views
UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!

Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ

  • August 7, 2025
  • 17 views
Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ

Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો

  • August 7, 2025
  • 31 views
Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો