
અમરેલીમાં બનાવટી લેટરકાંડ મામલે યુવતીનું સરઘસ બાદ રાજકારણ ગરમાયું છે. અમરેલીમાં પાટીદાર આગેવાનોની બંધ બારણે બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં યુવતીના જામીન મંજૂર થાય અને ફરિયાદમાંથી નામ દૂર કરવાની ખાતરી અપાઈ છે. અમરેલીમાં બનાવટી લેટર કાંડમાં મુદ્દે પાટીદાર સમાજની દીકરીને આજે જ જેલમુક્ત કરાવવા માટે તમામ આગેવાનો ભેગા થયા છે.
આ વચ્ચે એક ટ્વીટ દ્વારા કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતાએ તંત્ર સામે સવાલો કર્યા છે. પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને આકરા પ્રહારો કર્યા છે. તેમણે ટ્વીટ કર્યું છે કે કાયદાના રખેવાળ કોર્ટમાં જામીન તો જડી જશે, પણ એક અબળાની ભરબજારે લૂંટાયેલી આબરૂનું શું થાશે?, તેવો સવાલ સવાલ કરી બાળકી સાથે આવુ કૃત્યુ આચરનાર સામે લડત આપવા જણાવ્યું છે. પરેશ ધાનાણીના ટ્વીટથી રાજકીય ખળભળાટ મચી ગયો છે.
અલ્પેશ કથેરીયાએ શું કહ્યું?

પાટીદાર અનામત આંદોલન સમિતિના પૂર્વ નેતા અને પાટીદાર સમાજના અગ્રણી અલ્પેશ કથેરીયાએ જણાવ્યું છે કે હાલ ભારતીય જનતા પાર્ટી (BJP)નું સંગઠન પર્વ ચાલી રહ્યું છે. સ્વાભાવિક છે કે દરેક કાર્યકર્તા સંગઠન પર્વની અંદર પોત પોતાની રીતે કાર્ય કરી રહ્યા છે. અંદરો અંદરની હરીફાઈના કારણે જે લેટર કાંડ સામે આવ્યો છે તેને લઈ ફરિયાદ દાખલ થઈ છે. તેમાં જે યુવતીની ધરપકડ કરાઇ છે તે માત્ર ઓફિસમાં ટાઈપિંગનું માત્ર કામ કરતી હતી. જેથી પત્રનું શું કરવું અને શું ન કરવું તેની જવાબદારી યુવતીની નહીં પરંતુ તેના માલિકની હોય છે. પરંતુ આ ઘટનામાં યુવતી પર ગુનો દાખલ કરી યુવતીની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તે જ ઓફિસથી થોડા અંતરમાં સરઘસ સ્વરૂપે તેને જાહેરમાં લઈ જવી તે કિસ્સો ગુજરાતમાં લાંછન રૂપ કિસ્સો બનીને સામે આવ્યો છે. કહેવાય છે કે દીકરી આંગનની તુલસીનો ક્યારો હોય છે. આ ઘટના બાદ દરેક સમાજે આગળ આવવું જોઈએ. જે લોકોએ પણ આ કેસમાં ભૂંડી ભૂમિકા ભજવી હોય તેમાં કોઈ અધિકારી હોય કે પછી નેતા હોય તમામની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
તમને આ વિડિયો જોવી પસંદ આવશે