
FBI એ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ સુરક્ષા સલાહકાર અને હવે તેમના કટ્ટર ટીકાકાર જોન બોલ્ટનના ઘરે દરોડા પાડ્યા હતા. બોલ્ટને ટ્રમ્પની ભારત સાથેના સંબંધોની નીતિ અને તેમણે દંડાત્મક ટેરિફ લાદવાની રીતની ટીકા કર્યાના એક દિવસ પછી આ કાર્યવાહી કરવામાં આવી છે.
સમાચાર એજન્સી APના અહેવાલ મુજબ ગુપ્ત દસ્તાવેજોના સંચાલન સંબંધિત તપાસના સંદર્ભમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. જોકે ટ્રમ્પના પૂર્વ સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનની ન તો અટકાયત કરવામાં આવી ન તો તેમની સામે અત્યાર સુધી કોઈ આરોપ મૂકવામાં આવ્યો છે.
ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ FBI(Federal Bureau of Investigation) ડિરેક્ટર કાશ પટેલે એક રહસ્યમય પોસ્ટ કરી છે. તેમણે લખ્યું છે કે કોઈ પણ કાયદાથી ઉપર નથી, FBI એજન્ટો એક મિશન પર છે. દરોડા શરૂ થયાના થોડા સમય પછી આ ટ્વિટ કરવામાં આવ્યું હતું.
આ દરોડા એવા સમયે પડ્યા છે જ્યારે બોલ્ટને એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પની ટીકા કરી હતી અને તેમની ટેરિફ નીતિ માટે તેમને ‘પાગલ રાષ્ટ્રપતિ’ ગણાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે હાલમાં અમેરિકા -ભારત સંબંધો ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે.
બોલ્ટને શું કહ્યું હતુ?
બોલ્ટને ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે એવું લાગે છે કે વાસ્તવમાં રશિયા પર કોઈ નવા પ્રતિબંધો લાદવામાં આવ્યા નથી. ચીન પર પણ કોઈ પ્રતિબંધો નથી, ભલે તે રશિયા પાસેથી તેલ અને ગેસનો સૌથી મોટો ખરીદનાર દેશ છે. ફક્ત ભારતને જ નિશાન બનાવવામાં આવ્યું છે.
ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે અગાઉ ભારત પર 25% ટેરિફ લાદ્યો હતો. એટલું જ નહીં, ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખવા બદલ ભારત પર વધારાનો 25% ટેરિફ પણ લાદ્યો હતો. અમેરિકાનું કહેવું છે કે આ તેલ વેપાર યુક્રેન યુદ્ધમાં રશિયાને ટેકો આપી રહ્યો છે.
જોન બોલ્ટને ચિંતા વ્યક્ત કરી હતી
अमेरिका के पूर्व NSA जॉन बोल्टन ने ट्रंप को राष्ट्रपति पद के लिए अनफ़िट बताया। कहा
“मैं चाहता हूँ कि भारतीय यह समझें कि ट्रंप जो कर रहे हैं वह बाक़ी अमेरिका की सोच से अलग है। दुर्भाग्य से, ट्रंप इस तरह की हरकतें करते रहते हैं। यही एक वजह है कि मुझे लगता है कि वह राष्ट्रपति बनने… pic.twitter.com/QQsTil7SCw
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) August 22, 2025
અગાઉની યુએસ સરકારોએ એશિયામાં ચીનના પ્રભાવને સંતુલિત કરવા માટે ભારત સાથે સંબંધો મજબૂત કરવા માટે કામ કર્યું છે, પરંતુ બોલ્ટન કહે છે કે ટ્રમ્પની ટેરિફ ધમકીઓ ભારતને ચીન અને રશિયાની નજીક ધકેલી દેશે. તેમણે કહ્યું કે ભારતને એકલું છોડી દેવાથી અને તેની સામે દંડાત્મક પગલાં લેવાથી સંદેશ જાય છે કે અમેરિકાએ ભારતને ત્યજી દીધું છે. મને ડર છે કે આના કારણે ભારત રશિયા અને ચીન તરફ વધુ ઝુકાવ કરી શકે છે.
આ પણ વાંચો:
ICC ODI Rankings: પાકિસ્તાનની ક્રિકેટ ટીમને લાગશે મોટો ઝટકો, ICC રેન્કિંગમાં શું થવાનું છે?
Bihar: મતદાર અધિકાર યાત્રાનો ત્રીજો દિવસ, રાહુલ ગાંધીએ નવાદામાં ચૂંટણી પંચ પર પ્રહાર કર્યા
Rampur: મૌલવીએ મસ્જિદમાં મહિલા સાથે જબરજસ્તી સંબંધ બાંધ્યા!, મસ્જિદમાં શું થતાં હતા મોટા કાંડ?