ભાગેડુ વિજય માલ્યાએ RCB ને આપ્યા અભિનંદન, શું માલ્યાની RCB માં હિસ્સેદારી છે?

  • India
  • June 4, 2025
  • 0 Comments

Vijay Mallya RCB connection : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ને એક નવો ચેમ્પિયન મળ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ટ્રોફી જીતી છે, જેનાથી 17 વર્ષના દુષ્કાળનો અંત આવ્યો છે. ત્યારે ટીમની જીત પર ભૂતપૂર્વ ફ્રેન્ચાઇઝ માલિક વિજય માલ્યાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે ટીમને વિજય બદલ અભિનંદન પાઠવ્યા છે.

RCB ની જીત પર વિજય માલ્યાની પ્રતિક્રિયા

વિજય માલ્યાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, જ્યારે મેં RCB ની સ્થાપના કરી, ત્યારે મારું સ્વપ્ન હતું કે IPL ટ્રોફી બેંગ્લોર આવે. મને એક યુવા ખેલાડી તરીકે દિગ્ગજ કિંગ કોહલીને પસંદ કરવાનો લહાવો મળ્યો. તેઓ 18 વર્ષથી RCB સાથે છે. મને યુનિવર્સ બોસ ક્રિસ ગેલ અને મિસ્ટર 360 એબી ડી વિલિયર્સને પસંદ કરવાનો પણ સન્માન મળ્યો, જેઓ RCB ના ઇતિહાસનો અવિભાજ્ય ભાગ છે.

વિજય માલ્યાએ બીજી પોસ્ટમાં લખ્યું, “RCB આખરે 18 વર્ષ પછી IPL ચેમ્પિયન બન્યું છે. 2025 ટુર્નામેન્ટ સુધી શાનદાર ઝુંબેશ. ઉત્તમ કોચિંગ અને સપોર્ટ સ્ટાફ સાથે સંતુલિત ટીમ જે હિંમતભેર રમી રહી છે. ખૂબ ખૂબ અભિનંદન.”

સોશિયલ મીડિયા પર થયા ભારે ટ્રોલ

જ્યારે વિજય માલ્યાની આ પોસ્ટ્સથી કેટલાક ચાહકોને જૂની યાદો યાદો તાજી થઈ ગઈ, ત્યારે કેટલાક લોકોએ તેમને જોરદાર ટ્રોલ કરવાનું શરૂ કર્યું. ઘણા યુઝર્સે તેમની સામે ચાલી રહેલા કાનૂની કેસોનો ઉલ્લેખ કરીને તેમની ટીકા કરી. એક યુઝરે લખ્યું, ‘RCB એ સખત મહેનતથી જીત મેળવી, તમે ફક્ત લંડનમાં બેસીને ટ્વિટ કરી રહ્યા છો. પહેલા દેવું ચૂકવી દો. બીજા યુઝરે લખ્યું, ‘RCB ની જીતનો શ્રેય ન લો, ભાઈ, પહેલા બેંકોને પૈસા પરત કરો.’

વિજય માલ્યાનું RCB સાથે કનેક્શન

એ વાત જાણીતી છે કે વિજય માલ્યાએ 2008 માં RCB ની સ્થાપના કરી હતી અને 2016 સુધી ફ્રેન્ચાઇઝીના માલિક હતા. વિજય માલ્યા એક ભારતીય ઉદ્યોગપતિ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના મૂળ માલિકોમાંના એક છે.વિજય માલ્યાએ 2008માં, જ્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ થયું, ત્યારે તેમની કંપની યુનાઈટેડ બ્રૂઅરીઝ ગ્રૂપ (UB ગ્રૂપ) દ્વારા RCB ફ્રેન્ચાઈઝીને 111.6 મિલિયન યુએસ ડોલરમાં ખરીદી હતી. આ ટીમ તેમના લોકપ્રિય બ્રાન્ડ “રોયલ ચેલેન્જ” પરથી નામ આપવામાં આવી હતી.માલ્યા 2008થી 2016 સુધી RCB ના મુખ્ય માલિક અને ચેરમેન રહ્યા.

તેના નેતૃત્વમાં, RCB 2009, 2011 અને 2016 માં ફાઇનલમાં પહોંચ્યું. પરંતુ દર વખતે ટાઇટલ ચૂકી ગયો. માલ્યાએ 2008 ની પ્રથમ ખેલાડી હરાજીમાં વિરાટ કોહલીને પસંદ કર્યો હતો. આ પછી જ તેમણે ક્રિસ ગેલ અને એબી ડી વિલિયર્સ જેવા ખેલાડીઓને પસંદ કર્યા. આ સમયગાળા દરમિયાન તેમણે ટીમના બ્રાન્ડિંગ, ખેલાડીઓની પસંદગી અને રણનીતિઓમાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

પરંતુ 2016 માં, વિજય માલ્યાને કિંગફિશર એરલાઇન્સ અને યુનાઇટેડ સ્પિરિટ્સ સાથે સંકળાયેલા 9,000 કરોડ રૂપિયાના કથિત છેતરપિંડીના કેસમાં ભારત છોડવું પડ્યું. ત્યારથી તે યુકેમાં છે અને ભારતમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તપાસનો સામનો કરી રહ્યો છે.

2016માં, વિજય માલ્યા જ્યારે ભારત છોડીને જતો રહ્યો આની અસર RCB પર પણ પડી. તેમની કંપની UB ગ્રૂપની નાણાકીય મુશ્કેલીઓને કારણે RCB ની માલિકીની જવાબદારીઓ અન્ય હાથોમાં જવા લાગી. 2016માં, UB ગ્રૂપે RCB નું સંચાલન ઓછું કર્યું, અને ટીમની માલિકીનું નિયંત્રણ ધીમે-ધીમે અન્ય ભાગીદારો અને કોર્પોરેટ એન્ટિટીઓને સોંપવામાં આવ્યું.

જો કે હાલમાં વિજય માલ્યાનું RCB સાથે કોઈ સીધું જોડાણ નથી. RCB હવે યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડ (જે UB ગ્રૂપનો ભાગ હતી) અને ડિયાજીઓ (Diageo) જેવી કંપનીઓના નિયંત્રણ હેઠળ સંચાલિત થાય છે, જેમણે UB ગ્રૂપના હિસ્સાને હસ્તગત કર્યો છે. આમ આજે Diageo RCBની માલિકી ધરાવે છે.

આ પણ વાંચો:

Gujarat Weather: આજે ગુજરાતના 17 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ

Toronto firing: કેનેડાના ટોરોન્ટોમાં ગોળીબાર, એક વ્યક્તિનું મોત, પાંચ લોકો ઘાયલ

UP: 3 આરોપીને PM મોદી મળ્યા, વિપક્ષે પૂછ્યૂં મોદી ગુનેગારો સાથે કેમ?, જાણો વધુ!

Pakistani Spy: પંજાબમાંથી પકડાયો વધુ એક પાકિસ્તાની જાસૂસ, જ્યોતિ મલ્હોત્રા સાથે શું છે કનેક્શન

Rajkot: રાજકોટ મનપાની વેબસાઈટ પર સાયબર હુમલો

RCB vs PBKS: સંયોગો જોઈ અમે કહ્યું, RCB જીતશે: અને તે સાચું પડ્યું!

Dehradun: મહિલા મિત્રને લઈને વિવાદ બાદ ભાજપ નેતાની હત્યા, જાણો સમગ્ર મામલો

RCB vs PBKS: IPL શરુ થતા પહેલા નંબર 18, ફાઈનલની તારીખનું ટોટલ પણ 18, શું આ માત્ર સંયોગ છે?

  • Related Posts

    Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ
    • August 8, 2026

    Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટમાં જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનની મંજૂરી સંબંધિત અરજીની સુનાવણી દરમિયાન એક મહત્વપૂર્ણ ચર્ચા સામે આવી. જસ્ટિસ અમિત મહાજને કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે જો વારંવાર…

    Continue reading
    Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા
    • August 8, 2026

    Rampur SP Controversy: ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) અનિલ કુમાર સિંહ સિસોદિયા ગૌહત્યા સંબંધિત એક નિવેદનમાં કથિત રીતે અપશબ્દનો ઉપયોગ કર્યા બાદ વિવાદોમાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ

    • August 8, 2026
    • 4 views
    Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ

    Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા

    • August 8, 2026
    • 5 views
    Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા

    RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો

    • August 8, 2026
    • 8 views
    RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો

    E20 Fuel News: E20 પેટ્રોલ અંગે નવા દાવા, SIAMના અહેવાલથી વધ્યો વિવાદ

    • August 8, 2026
    • 6 views
    E20 Fuel News: E20 પેટ્રોલ અંગે નવા દાવા, SIAMના અહેવાલથી વધ્યો વિવાદ

    India Economy Crisis: સરકારના વિકાસના દાવા સામે સત્તાવાર ડેટા શું કહે છે? સંપૂર્ણ વિશ્લેષણ

    • August 8, 2026
    • 9 views
    India Economy Crisis: સરકારના વિકાસના દાવા સામે સત્તાવાર ડેટા શું કહે છે? સંપૂર્ણ વિશ્લેષણ

    UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા

    • August 8, 2026
    • 9 views
    UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા