
Gandhinagar: ગુજરાતની એન્ટી ટેરરિઝમ સ્ક્વાડ (ATS)એ વધુ એક વખત આતંકવાદી તત્વો પર કડક કાર્યવાહી કરી છે. ગાંધીનગરના અડાલજ વિસ્તાર પાસેથી ત્રણ શખ્સોને પકડવામાં આવ્યા છે, જેઓ આતંકી પ્રવૃત્તિઓ સાથે ગાઢ જોડાયેલા હોવાની શંકા છે. આ ધરપકડ એક ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવી, જેમાં ATSની ટીમે લાંબા સમયથી આ સંદર્ભો પર નજર રાખી હતી.
બાતમીથી લઈને ધરપકડ સુધી ATSની તૈયારી
ATSને બાતમી મળી હતી કે, આ ત્રણેય વ્યક્તિઓ આતંકી મોડ્યુલ સાથે જોડાયેલા છે અને તેઓ ગુપ્ત રીતે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તુરંત જ ATSની વિશેષ ટીમે આ શખ્સો પર વોચ રાખી 7જેના પરિણામે અડાલજ પાસેથી તેમની ધરપકડ કરી લેવામાં આવી. હાલમાં ત્રણેયને ATSની કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમની આતંકી કનેક્શનની ઊંડાઈ, કોઈ મોટા હુમલાની યોજના કે અન્ય સંબંધિત વિગતો બહાર આવે તે માટે તપાસ ચાલુ છે.
પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત ATS આપશે વિગતો
આ મામલાની વધુ વિગતો જાહેર કરવા માટે ગુજરાત ATS આજે બપોરે 1:00 વાગ્યે સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ કરવાની છે. તપાસમાં મળેલા મુખ્ય તથ્યો, આરોપીઓની ભૂમિકા અને તેમના આતંકી નેટવર્ક વિશે માહિતી આપવામાં આવશે. આ ધરપકડથી રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવાની ATSની કામગીરીને વધુ મજબૂતી મળી છે.
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?









