
યાત્રાધામ અંબાજીમાં રવિવારે નડિયાદના માઇભક્તે મા અંબાના મંદિરમાં રૂપિયા 7.65 લાખનો 100 ગ્રામ સોનાનો હાર અને બુટ્ટી ભેટ અર્પણ કરી છે. ત્યાર બાદ નિવૃત શિક્ષક પરિવારે મા અંબાના દર્શન કર્યા છે.
યાત્રાધામ અંબાજી મંદિરને સોનેથી મઢવા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સોનાનું દાન કરવા માટે માઇ ભક્તોઓ પાસે સેવારુપી યાચના કરવામાં આવે છે. જેથી માઈ ભક્તો સોનાનું દાન કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે રવિવારે માતાજીના ચરણોમાં 100 ગ્રામ સોનાનો હાર અને બુટ્ટી અર્પણ કરી હતી. આ અંગે મંદિર ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું કે, નડિયાદના નિવૃત શિક્ષક મધુકર રત્નાકર કુલકર્ણી તેમના પરિવાર સાથે અંબાજી આવ્યા હતા.
જ્યાં તેમણે રૂપિયા 7,65,440નો 100 ગ્રામ સોનાનો હાર અને બુટ્ટી માતાજીના ચરણોમાં ભેટ ધરી હતી. સાથે સાથે મંદિરમાં નવચંડી યજ્ઞ અને ધજા પણ અર્પણ કરી હતી. જેમણે સહ પરિવાર માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ પણ વાંચોઃ RAJKOT: વીરપુરમાં આવેલા એક ગેસ્ટહાઉસમાં યુવકે દવા પી કર્યો આપઘાત