
Geniben Thakor traitor post, viral: કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરને સોશિયલ મીડિયામાં ગદ્દાની પોસ્ટ વાઈરલ મુદ્દે સુરેન્દ્રનગરમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાટડી તાલુકાના નવરંગપુરા ગામે રહેતા ચિંતન મહેતા નામના યુવકે સોશિયલ મીડિયા પર સાંસદ ગેનીબેન ઠાકોરને ગદ્દાર ગણાવ્યા હતા.
ઠાકોર સમાજના આગેવાન અને કોંગ્રેસના આગેવાનો પાટડી પોલીસ મથકે દોડી ગયા હતા. ચિંતન મહેતા સામે ગુનો દાખલ કરવા અંગેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
સાંસદ ગેનીબેન ઠાકોરને ગદ્દાર ગણાવતી પોસ્ટ વાઈરલ થતાં આક્રોશ! #thegujaratreport #WaqfBill #traitor #postviral #PatdiPolice #Congress #GenibenThakor pic.twitter.com/Sl2L8jFqHg
— The Gujarat Report (@TGujarat_Report) April 11, 2025
ગેનીબેન ઠાકોરે વકફ બોર્ડ સંશોધન બીલમાં વિરુદ્ધ મતદાન કર્યા હોવાનો પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે. સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં વતન અને ધર્મના ગદ્દાર સાંસદ ગેની ઠાકોરને ગણાવામાં આવ્યા છે. જેથી તાત્કાલિક કાર્યવાહીની માંગ ઠાકોર સમાજના આગેવાનો અને કોંગ્રેસના નેતાઓએ કરી છે.
આ પણ વાંચોઃ
બાબા રામદેવનું “શરબત-જીહાદ”, મંદિર – મસ્જિદના નામે કર્યો પતંજલિના જ્યુસનો પ્રચાર
અમેરિકા નદીમાં હેલિકોપ્ટર ક્રેશ, 3 બાળકો સહિત 6ના મોત, કેવી રીતે બની ઘટના? | Helicopter crash
તહવ્વુર રાણાના 18 દિવસના રિમાન્ડ મંજૂર, રાત્રે 2 વાગ્યે કોર્ટે આપ્યા રિમાન્ડ | Rahawwur Rana Remand
