Gir Somanath: દિનુ બોઘાએ પોતે કરેલા દબાણો દૂર કરવા બૂલડોઝર લઈ પહોંચ્યા?, શું છે કારણ?

Gir Somanath News:  હાલ ચર્ચામાં રહેતાં  ભાજપ નેતા અને પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીએ પોતે કરેલા દબાણો દૂર કરવા ગીર સોમનાથમાં જેસબી, ટ્રેક્ટર સહિતના વાહનો લઈને પહોંચ્યા છે. ત્યારે સૌ કોઈ અચરજમાં મૂકાઈ ગયા છે. દિનુ સોલંકી વિરુધ્ધ વારંવાર ગેરકાયદેસરના દબાણો હટાવવાની ફરિયાદો અને આવેદનો અપાયા છે. દિનુ સોલંકી અને કલેક્ટર વચ્ચે પણ ઘણા સમયથી રસ્સાકસી થઈ રહી છે. દિનુ સોલંકી પર ખાણ-ખનિજની જમીનો પર દબાણ કર્યાના આરોપ છે.

ત્યારે દિનુ સોલંકીએ ખાણ ખનીજોની જમીનો પર કરેલા દબાણો દૂર કરવા પહોંચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.  સવાલ એ છે કે હવે દબાણ કેમ દૂર કરવા લગ્યા?  શું આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી રહ્યા છે એટલે?. અમિત શાહ એવી છાપ ધરાવે છે કે તે કોઈની શરમ રાખ્યા વગર કામ કરે છે. ત્યારે હવે ગીર સોમનાથમાં પૂર્વ સાંસદે દબાણો દૂર  કરવા કામ ચાલુ કર્યુ છે.

ગીર સોનાથની કેન્દ્રિય ગૃહ મંત્રી મુલાકાત લેવાના છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 8 અને 9 માર્ચે એમ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન શાહ જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે, જેમાં ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

દિનુ સોલંકીએ દબાણો કર્યાનો લાગ્યા હતા આરોપ

તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના તલાલામાં સનાતન હિન્દુ સમાજ દ્વારા દિનુ સોલંકી વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. આ માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. પૂર્વ સાંસદ  દિન સોલંકી અને કલેક્ટર વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી દબાણોને લઇને વિવાદ ચાલી રહ્યો છે.

ભાજપના માનિતા પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને ગીર સોમનાથમાં દબાણ દૂર કરી પ્રિય બનેલા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વિવાદ ચાલી રહ્યો છે. દબાણ હટાવવાને લઇને ગરમાયેલો મામલો હવે વધુ ઉગ્ર બન્યો છે. સનાતન હિન્દુ સમાજ દ્વારા સીએમ અને ગૃહમંત્રીને મામલતદારના માધ્યમથી આ આવેદન આપવામાં આવ્યું છે. પૂર્વ સાંસદ દિનુ સોલંકી સામે કાયદાકીય કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.

ત્યારે બીજી બાજુ દિનુ સોલંકી દબાણો દૂર કરવાના કામે લાગ્યા છે. જો કે આ દબાણો દેખાડા પૂરતાં  હશે કે કાયમી હટાવશે એ પણ એક સવાલ છે. બીજા કઈ કઈ જગ્યાએ દબાણો કર્યા છે તે પણ તપાસનો વિષય છે. ત્યારે હવે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસ બાદ સોમનાથમાં દબાણોની શું સ્થિતિ હશે તે જોવું રહ્યું!

દિનુ બોઘાએ ગીર સોમનાથમાં કલેક્ટર પર ભ્રષ્ટ્રાચારના આરોપ મૂક્યા હતા

અગાઉ દીનુ બોઘા સોલંકીએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવી તપાસની માગ કરી હતી. ત્યારથી પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને કલેક્ટર વચ્ચે વિવાદ ચાલે છે.

આ પણ વાંચોઃ Gujarat: 26 તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની તાત્કાલિક બદલીના આદેશ

આ પણ વાંચોઃ PM MODI: સુરતમાં 71 ટકા ઝૂંપડપટ્ટી દૂર થઈ, ગરીબ ક્યાથી મળ્યા?

આ પણ વાંચોઃ IAF Plane Crash: હરિયાણામાં વાયુસેનાનું પ્લેન જગુઆર ક્રેશ, આ રીતે પાયલોટનો બચાવ્યો જીવ?

આ પણ વાંચોઃ જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુર મંદિરે જઈ જલારામ બાપાની માફી માગી| Swami Gyanprakash

Related Posts

Gopal Italia: સરકારે હવે પોલીસનું પણ ખાનગીકરણ કરી દીધું!પોલીસનો આ વિભાગ હવે ખાનગી સંસ્થા સંભાળે છે!!
  • March 26, 2026

Gopal Italia: મોદી સરકાર દ્વારા અનેક વિભાગોનું ખાનગી કરણ કરી દેવામાં આવ્યું છે અને તેની સામે વિપક્ષ દ્વારા અવારનવાર સવાલો પણ ઉઠાવવામાં આવે છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ…

Continue reading
UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.
  • March 25, 2026

■ સાત કલાકની ચર્ચા બાદ, ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર કરવામાં આવ્યું UCC Bill: ગુજરાત વિધાનસભાએ મંગળવારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ પસાર કર્યું. સાત કલાકની ચર્ચા પછી આ બિલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Navami 2026: વડોદરા સહિત દેશભરમાં ભગવાન શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણીનો માહોલ

  • March 26, 2026
  • 3 views
Ram Navami 2026: વડોદરા સહિત દેશભરમાં ભગવાન શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણીનો માહોલ

Strait of Hormuz: ભારત માટે GOOD NEWS હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો પસાર થવા દેવા ઈરાને આપી મંજૂરી! ટ્રમ્પના સીઝફાયર પ્રસ્તાવને ઈરાને ફગાવ્યો!

  • March 26, 2026
  • 6 views
Strait of Hormuz: ભારત માટે GOOD NEWS હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો પસાર થવા દેવા ઈરાને આપી મંજૂરી! ટ્રમ્પના સીઝફાયર પ્રસ્તાવને ઈરાને ફગાવ્યો!

Gopal Italia: સરકારે હવે પોલીસનું પણ ખાનગીકરણ કરી દીધું!પોલીસનો આ વિભાગ હવે ખાનગી સંસ્થા સંભાળે છે!!

  • March 26, 2026
  • 14 views
Gopal Italia: સરકારે હવે પોલીસનું પણ ખાનગીકરણ કરી દીધું!પોલીસનો આ વિભાગ હવે ખાનગી સંસ્થા સંભાળે છે!!

SIR: અમદાવાદમાં ભાજપની જીત પાક્કી! કારણ જાણીને ચોંકી જશો,જુઓ વિડીયો

  • March 25, 2026
  • 6 views
SIR: અમદાવાદમાં ભાજપની જીત પાક્કી! કારણ જાણીને ચોંકી જશો,જુઓ વિડીયો

Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી! અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

  • March 25, 2026
  • 14 views
Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી!  અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

  • March 25, 2026
  • 12 views
Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો