
Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ ગામમાં સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટના વિરોધમાં સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ 384 અસરગ્રસ્તોની મિલકતોનું સંપાદન કરવાની તંત્રની કવાયત સામે વિરોધ ઉઠ્યો છે. ત્યારે સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પૂર્વ સાંસદ દીનું સોલંકીએ આકરા શબ્દોમાં વિરોધીઓને લપેટમાં લીધા છે. તેમણે આક્ષેપ કર્યો કે કોરિડોરનો વિરોધ કરનારા લોકો પોતાના અંગત સ્વાર્થોને કારણે આ પ્રોજેક્ટને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કોરિડોરનો વિરોધ કરનારાઓને દિનું બોઘા સોલંકીએ લીધા આડેહાથ
દિનું બોઘા સોલંકીએ કહ્યું કે, સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટના સારા કામના ભાગ રુપે વેરાવળ નગર પાલિકાએ અહીં 27 કરોડના ખર્ચે વિસ્થાપિચ કરવા માટે કરોડોના ખર્ચે દુકાનો બનાવડાવી છે. મારા બધાને કહેવું છે કે હેમલભાઈની કેટલી દુકાનો અહીયા પડી ગઈ હતી. તો તેને બે દુકાન કેમ ફાળવવામા આવી આ તપાસનો વિષય છે. જયદેવભાઈ સોમનાથ મહાદેવની પૂજા કરે છે. તેમનું યોગ્ય મહેતાણું પણ મેળવે છે. એક હોટલને બચાવવા માટે તમે સોમનાથની વચ્ચે રોળા ન પાડો. આપ સનાતની આગેવાનો છે. તેમણે એવા પણ આક્ષેપ કર્યા છે આ કોરિડોર પ્રોજકેટને પાછું પાડવા માટેના પ્રયાસો કરવામા આવી રહ્યા છે. અને તેને હજુ દિગ્જવિજય જાડેજાના સપનાઓ છે. આ બધાથી દૂર રહીને આ પ્રોજેકટમાં સહકાર આપો તેવી મારી વિનંતી છે.
વધુમાં તેમણે કહ્યું કે, મારે અહીના સનાતન ધર્મના રખેવાળોને કહેવું છે કે, તમે સનાતન ધર્મની રખેવાળી કરવા માટે અહીંના પૂર્વ કલેક્ટર દિગ્વિજય જાડેજા મહમદ ગજનીના આધુનિક સ્વરુપમાં સોમનાથ જિલ્લાને લૂંટવા નિકળ્યો હતો. ત્યારે મે આ વાત કરી હતી. ત્યારે તેમને સારુ લાગ્યું હશે કે ખરાબ તે મને ખબર નથી, પણ આ બધાએ ખુબ સારી રીતે સનાતન ધર્મને બચાવવાની રજૂઆતો કરી હતી. આપની ફરજ છે કે, સોમનાથના વિકાસમાં જે અંતર ઉભું થયું છે તે અંતર પુરુ કરવા માટે તમારે પ્રજા અને સરકારની વચ્ચે સેતું બનીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવાને બદલે બાલાભાઈ જેવા પોતાની હોટલ બતાવવા માટે રાત દિવસ મહેનત કરવા મંડી પડ્યા છે.
જેના પણ મકાનો જાય અમે તેમનીસાથે છીએ તમને તમારું પુરતુ વિસ્થાપન ફરીથી સારી રીતે મકાન ધંધો રોજગાર મળે તેના માટે અમે તમારી સાથે છીએ.
આ સાથે તેમણે પ્રભાસ પાટણની પ્રજાને કહ્યું કે, તમને તે કેમ યાદ નથી આવતુ કે, જ્યારે આ વિસ્તારમાં ગરીબ દેવી પૂજકોના મકાન પડતા હતા. સાધુ સમમાજના મકાનો પડતા હતા ત્યારે કેમ પ્રભાસ પાટણ બંધ ન રહ્યુ્ં ? માત્ર આ આગેવાનોની મિલકત અને આગેવાનોની આગેવાની બચાવવા માટે સંપૂર્ણ પ્રભાસ બંધ રહ્યું તેનું પણ મને બહું દુખ છે.
દિગ્વિજ્ય જાડેજાનું નામ લઈને શું કહ્યું?
વધુમાં તેમણે વિરોધ કરનાર આગેવાનોને કહ્યું કે, પૂર્વ કલેક્ટર દિગ્વિજ્ય જાડેજાની ચમચાગીરી કરીને તેના ખાસ ગણ બનીને એમ કહેતા હતા કે, દિનું ભાઈ સોમનાથની હારે મહોમદ ગજનવીને જોડે છે. તો તેનો અમને સનાતની વિરોધ છે મારે તે સનાતની ભાઈઓને કહેવું છે કે, આજે તમને સનાતની સોમનાથ મંદિર નથી દેખાતું.
કેટલાક લોકો પોતાના ફાયદા ખાતર તેનો વિરોધ કરી રહ્યા છે : દિનું સોલંકી
દિનું સોલંકીએ જણાવ્યું કે, “જે લોકો સોમનાથ મંદિર કોરિડોરનો વિરોધ કરી રહ્યા છે, તેઓએ અમારો પણ સામનો કરવો પડશે. આ પ્રોજેક્ટ સોમનાથ મંદિરના વિકાસ અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે મહત્વપૂર્ણ છે, પરંતુ કેટલાક લોકો પોતાના ફાયદા ખાતર તેનો વિરોધ કરી રહ્યા છે.”
કોડીનારથી 5 હજાર યુવાનોની વિશાળ પદયાત્રા યોજાશે
કોરિડોરના સમર્થનમાં પોતાનું વલણ સ્પષ્ટ કરતાં દીનું સોલંકીએ જાહેરાત કરી કે આગામી સમયમાં કોડીનારથી 5 હજાર યુવાનોની એક વિશાળ પદયાત્રા યોજવામાં આવશે, જે સોમનાથ મંદિર કોરિડોરના નિર્માણને સમર્થન આપશે. આ પદયાત્રા દ્વારા તેઓ સ્થાનિક લોકોમાં જાગૃતિ લાવવા અને પ્રોજેક્ટના મહત્વને રજૂ કરવા માગે છે.
પ્રોજેક્ટને લઈને સ્થાનિકોમાં મિશ્ર પ્રતિસાદ
આ નિવેદનથી સોમનાથ કોરિડોર મુદ્દે રાજકીય અને સામાજિક ચર્ચાઓ વધુ તીવ્ર બનવાની સંભાવના છે. સોમનાથ મંદિરના વિકાસ માટે આ પ્રોજેક્ટને લઈને સ્થાનિકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ ઘટનાક્રમ સામે આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો:
Ahmedabad: તમારી દુકાન નીચે ધન છે, વિધિ કરવી પડશે, ભૂવીએ વેપારી પાસેથી 67 લાખ પડાવ્યા, જાણો
Jairam Ramesh News: કોંગ્રેસના આરોપો વચ્ચે ચૂંટણી પંચે જયરામ રમેશને પત્ર લખ્યો, વાતચીત માટે બોલાવ્યા