
Global Outage:એલન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X આજે મંગળવારે વિશ્વભરના યુઝર્સ માટે ડાઉન થઈ જતા ભારત સહિત અમેરિકામાં પણ યુઝર્સ અટવાઈ ગયા હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X, AI ચેટબોટ ChatGPT અને કેનવાની સેવાઓ ડાઉન થઈ જતા સેંકડો યૂઝર્સ પ્રભાવિત થયા હતા અને આ સેવાઓ (18 નવેમ્બર, 2025) મંગળવારે સાંજે લગભગ 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી ડાઉન રહેતા સોશ્યલ સાઈટ ઉપર કામો અટવાયા હતા જેવા કે લોગિન, સાઇનઅપ, પોસ્ટ કરવા અને જોવા ઉપરાંત પ્રીમિયમ સર્વિસીસ સહિત મુખ્ય સુવિધાઓનો ઉપયોગ કરવામાં મુશ્કેલીઓ ઉભી થઈ હતી.ઉપરાંત સર્વર ડાઉન થવાની જાણકારી આપનારી વેબસાઇટ ડાઉનડિટેક્ટર (Downdetector) પણ બંધ રહેતા મુશ્કેલી ઉભી થઇ હતી.
સર્વર પ્રોવાઈડર ક્લાઉડફ્લેર (Cloudflare)ના ડાઉન થતાં તેનાથી જોડાયેલી લગભગ 75 લાખ વેબસાઇટ્સ પર અસર પડી હતી અને
વિશ્વભરમાં Xના.યુઝર્સને વેબ અને એપ બંને વર્ઝન પર એક્સેસ કરવામાં અને પોસ્ટ રિફ્રેશ કરવામાં મુશ્કેલીઓ ઉભી થઈ હતી.લગભગ 43% લોકોને પોસ્ટ જોવામાં સમસ્યાઓ થઈ. ત્યાં જ 23% લોકોને વેબસાઇટનો ઉપયોગ કરવામાં મુશ્કેલી આવી અને લગભગ 24%એ જણાવ્યું કે તેમને વેબ કનેક્શનમાં મુશ્કેલી થઈ.
X અથવા ChatGPT ડાઉન થવાનું કારણ ક્લાઉડફ્લેર કે જે એક ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે, જે વેબસાઇટ અને એપ્લિકેશનને ફાસ્ટ વધુ સુરક્ષિત અને વધુ ભરોસાપાત્ર બનાવવા માટે સેવાઓ પૂરી પાડે છે અને તેના ડાઉન થવાથી આ સર્વિસીસ ડાઉન થઈ હોવાનું સામે આવ્યું છે.
મહત્વનું છે કે આ અગાઉ પણ તા. 9 માર્ચ, 2025ના રોજ યુઝર્સને ત્રણ વાર આઉટેજનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે CEO ઇલોન મસ્કે આરોપ લગાવ્યો હતો કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ડાઉન થવા પાછળ યુક્રેનનો હાથ છે.
જોકે,ફરી એકવાર આજે આવું થયું હતું અને Cloudflare માં એક મોટી ટેકનિકલ ખામીને કારણે વિશ્વભરમાં વેબસાઇટ્સ અને એપ્સ અચાનક ક્રેશ થઈ ગઈ છે. યૂઝર્સ X, Gemini, Perplexity અને ChatGPT જેવા પ્લેટફોર્મ પર મુશ્કેલીઓ સર્જાઈ હતી.
Cloudflare આવેલી ટેકનિકલ ખામીને કારણે ઇન્ટરનેટના મોટા ભાગના કામ કરવાનું બંધ કરી દીધું હતું,જેના કારણે દુનિયાભરમાં સર્વિસિસે કામ કરવાનું બંધ કરી દીધું છે. એક્સ અને અન્ય ક્લાઉડફ્લેર આધારિત વેબસાઇટ્સની મુલાકાત લેવા પર યુઝર્સને એરર મેસેજ મળી રહ્યો હતો,જેમાં જણાવવામાં આવ્યું હતું કે Cloudflare નું નેટવર્ક પેજ લોડ કરવામાં અસમર્થ છે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા







