
Arvind Kejriwal in Goa: આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે શનિવારે 2027 ની ગોવા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ સાથે કોઈપણ જોડાણનો ઇનકાર કર્યો હતો. કેજરીવાલે કહ્યું, “કોઈપણ સંજોગોમાં AAP કોંગ્રેસ સાથે જોડાણ કરશે નહીં.” દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે એ દાવાઓને ફગાવી દીધા હતા કે વિધાનસભા ચૂંટણી પહેલા કેટલાક પક્ષના કાર્યકરો કોંગ્રેસ સાથે હાથ મિલાવવા તૈયાર છે.
किसी भी हालात में कांग्रेस के साथ अब कोई गठबंधन नहीं होगा – अरविंद केजरीवाल
pic.twitter.com/VBEfLPIH4R— Lutyens Media (@LutyensMediaIN) October 4, 2025
‘વિપક્ષી એકતા તૂટી રહી છે’
કેજરીવાલની જાહેરાત સ્પષ્ટપણે દર્શાવે છે કે લોકસભા ચૂંટણી દરમિયાન રચાયેલા વિરોધ પક્ષોનું ગઠબંધન, ઇન્ડિયા એલાયન્સ નબળું પડી રહ્યું છે. જોકે, આમ આદમી પાર્ટીએ સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલા જ ઇન્ડિયા એલાયન્સથી પોતાને દૂર કરવાનું શરૂ કરી દીધું હતું. ગોવાની ચૂંટણી હજુ ઘણી દૂર છે, પરંતુ કેજરીવાલને ત્યાંથી ઘણી આશાઓ છે.
કોંગ્રેસે ગોવા સાથે સૌથી વધુ દગો: કેજરીવાલ
કેજરીવાલ કહ્યું કે ગોવાના લોકો કોંગ્રેસથી સૌથી વધુ નિરાશ અને દગાનો ભોગ બન્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ ભાજપને ધારાસભ્યોની જથ્થાબંધ સપ્લાઈ કરી રહી છે. શું કોંગ્રેસ ગોવાના મતદારોને ખાતરી આપી શકે છે કે ભવિષ્યમાં કોઈ પણ પક્ષનો ધારાસભ્ય ભાજપમાં જોડાશે નહીં?
વધુમાં કહ્યું, ” 2017 થી 2019 ની વચ્ચે ઓછામાં ઓછા 13 કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાયા. 2022માં 10 કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ બદલીને ભાજપમાં જોડાયા.”
‘ભાજપને ધારાસભ્યો પૂરા પાડવા સમાન હશે’
કેજરીવાલ કહ્યું જો AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરે છે, તો તે ભાજપને ધારાસભ્યો પૂરા પાડવા સમાન હશે. “અમે ગોવામાં ભાજપની સરકાર બનાવવામાં મદદ કરતી કોઈપણ કવાયતનો ભાગ બનવા માંગતા નથી.” કેજરીવાલે જૂની રાજકીય વ્યવસ્થાને તોડી પાડવા અને નવી વ્યવસ્થા લાવવાનું પણ વચન આપ્યું.
આક્રામક મૂડમાં કહ્યું “આ એક સડી ગયેલી રાજકીય વ્યવસ્થા છે જેમાં ભાજપ અને કોંગ્રેસનો સમાવેશ થાય છે. હવે સમય આવી ગયો છે કે આ વ્યવસ્થાને જડમૂળથી ઉખેડી નાખીએ અને ગોવાના લોકોને એક નવો વિકલ્પ આપીએ.”
તેમણે અગાઉ આરોપ લગાવ્યો હતો કે રાજ્યના સંસાધનો 13-14 રાજકીય પરિવારોના એક પસંદગીના જૂથ દ્વારા નિયંત્રિત છે જેઓ સત્તામાં રહેવા, રાજ્ય લૂંટવા અને સ્વિસ બેંકોમાં પૈસા જમા કરવા માટે વારંવાર પક્ષ બદલતા રહે છે.
આ પણ વાંચો:
અરવિંદ કેજરીવાલ જ નહીં પીએમ મોદી-અમિત શાહ સામે પણ નોંધાશે ફરિયાદ
Delhi: પૂર્વ CM કેજરીવાલનો બંગલો બનશે ગેસ્ટ હાઉસ, આ રહ્યું સૌથી મોટું કારણ!
Surat: લોકો ના, ના કહેતા રહ્યા, મહિલાએ રાષ્ટ્રધ્વજને સળગાવી દીધો, વીડિયો વાયરલ થતાં….








