સોનાના ભાવમાં 1100 રૂપિયાનો વધારો; 88600 હજાર રૂપિયાની ઐતિહાસિક ટોચે

  • Others
  • February 10, 2025
  • 1 Comments
  • સોનાના ભાવમાં 1100 રૂપિયાનો વધારો; 88600 હજાર રૂપિયાની ઐતિહાસિક ટોચે

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરના કારણે કિંમતી ધાતુમાં તેજી જોવા મળી રહી છે. સોનાનો ભાવ છેલ્લા કેટલાક દિવસથી ઝડપથી વધી રહ્યો છે. અમદાવાદમાં આજે સોનું રૂ. 1100 વધી રૂ. 88600 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. ચાંદી પણ રૂ. 500 વધી રૂ. 94500 પ્રતિ કિગ્રા થઈ છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં ટેરિફ વોરના કારણે વૈશ્વિક સ્તરે ફરી પાછો ટ્રેડ વોર શરૂ થવાની ભીતિ વધી છે. જેના લીધે છેલ્લા કેટલાક દિવસથી કિંમતી ધાતુમાં રોકાણ વધ્યું છે.

અમદાવાદમાં સોનું છેલ્લા દસ દિવસમાં રૂ. 3600 મોંઘુ થયું છે. ટ્રમ્પે ગઈકાલે જાહેરાત કરી હતી કે, આગામી સમયમાં અમેરિકામાં આયાત થતાં એલ્યુમિનિયમ અને સ્ટીલ પ્રોડક્ટ્સ પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે. જેનાથી વૈશ્વિક સ્તરે આર્થિક અને નાણાકીય પડકારો ઉભા થવાના જોખમો વધ્યા છે.

આ સ્થિતિમાં રોકાણકારો સેફ હેવન ગણાતા સોના-ચાંદી તરફ ડાયવર્ટ થયા છે. બીજી તરફ સેન્ટ્રલ બેન્કો વ્યાજના દરો પણ ધીમે-ધીમે ઘટાડવા તરફ આગળ વધી રહી છે. જેના લીધે સોનામાં તેજીનો દોર જળવાઈ રહેવાની શક્યતાઓ વધી છે.

એમસીએક્સ ખાતે સોનાનો વાયદો 854 રૂપિયા ઉછળ્યો છે. ચાંદી વાયદો પણ 486 રૂપિયા ઉછળી 95819 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જો કે, મેટલ પર ટેરિફ લાદવાની જાહેરાતના પગલે કોપરમાં રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવ્યું હતું.

એલકેપી સિક્યુરિટીઝના કોમોડિટી એન્ડ કરન્સી રિસર્ચ એનાલિસ્ટ જતિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, એમસીએક્સમાં સોનું રૂ. 85800ની મજબૂત સપાટી ક્રોસ કરી ગયું છે.

વૈશ્વિક બજારોમાં 2900 ડોલર પ્રતિ ઔંશના લેવલે પહોંચ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે મેટલ પર ટેરિફ લાદવાની જાહેરાત કરતાં ટ્રેડ વોર શરૂ થવાની ભીતિ વચ્ચે રોકાણકારો સેફ હેવન તરફ ડાયવર્ટ થયા છે. જો કે, આ ટેરિફ વોર કયાં દેશો પર લાદવામાં આવશે તેની સ્પષ્ટતા કરી નથી. રૂપિયો પણ 87.94ની ઓલટાઈમ લો સપાટીએ પહોંચ્યો હતો.

વર્તમાન પરિબળોને ધ્યાનમાં રાખતાં સોનામાં પોઝિટિવ ટ્રેન્ડ જળવાઈ રહેશે. જે આગામી દિવસોમાં 84000-86500ની રેન્જમાં ટ્રેડ થશે.

આ પણ વાંચો- આઝાદ ભારતના ઈતિહાસમાં વસ્તી ગણતરીમાં આટલો વિલંબ ક્યારેય થયો નથી: સોનિયા ગાંધી

Related Posts

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો
  • October 29, 2025

અબજો વર્ષ પહેલાં દૂરના તારાઓની દુનિયાથી આવેલો ધૂમકેતુ હવે આપણા સૂર્ય તરફ ધસી રહ્યો છે. આ ધૂમકેતુ 3I/ATLAS છે. સૌરમંડળની બહારનો ત્રીજો પદાર્થ. વૈજ્ઞાનિકોની શોધ અન્ય તારાઓની દુનિયાના રહસ્યો ઉજાગર કરે…

Continue reading
plastic polythene: તમે જે પોલિથીનમાં શાકભાજી લાવો છો તેનાથી થઈ શકે છે કેન્સર જેવા ઘાતક રોગ
  • July 5, 2025

plastic polythene: પ્લાસ્ટિકનું નામ સાંભળતાની સાથે જ આપણને બધે જ પોલીથીન દેખાય છે. કરિયાણાની દુકાનોથી લઈને શાકભાજી વેચનારાઓ સુધી અને ફૂડ પેકેજિંગથી લઈને બજાર સુધી, બધે જ પોલીથીનનો ઉપયોગ થાય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

  • October 29, 2025
  • 2 views
UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

  • October 29, 2025
  • 1 views
UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

  • October 29, 2025
  • 4 views
Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 13 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 18 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 20 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ