Gopal Italia: રાજ્યમાં હમણાં બની રહેલી કેટલીક ઘટનાઓએ સૌનું ધ્યાન ખેંચ્યું છે જામનગરમાં ગોપાલ ઇટાલિયાને પર બૂટ ફેંકવાની ઘટના હોય કે અમદાવાદ એરપોર્ટ પર સરકારની મહેરબાનીથી સર્જાયેલી અફરા તફરી હોય કે પછી ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ આ બધું ખૂબ ઝડપથી બન્યું છે.
મેવાણીનો પોલીસના પટ્ટા ઉતરવાની વાત અને પછી ઘણું બધું ચાલ્યું અને ભાજપની દારૂ અને ડ્રગ્સ વેચાણની પોલ ખુલી અને ઘણું બધું ચાલ્યું હવે આ બધા વચ્ચે હવે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીમાં ફાયર બ્રાન્ડ નેતા ગોપાલ ઇટલીયાને બુટ મારવાનો પ્રયાસ થયો જોકે, ઇટલીયા નમી જતા બુટ તેમને વાગ્યું નહિ અને તેઓ બચી ગયા પણ બૂટ મારનારને ઉપસ્થિત આમ આદમી પાર્ટીમાં કાર્યકરોએ માર માર્યો તે હકીકત છે.
અલબત્ત બૂટ મારનાર કોંગ્રેસના આગેવાન છત્રપાલ સિંહ જાડેજા હોવાનું સામે આવ્યું અને ગોપાલ ભાઈને બૂટ મારવાના કારણમાં તેઓએ એવું કહ્યું કે ગોપાલભાઈ એ પ્રદીપ સિંહ ઉપર બૂટ નો ઘા કર્યો હતો તેથી તેમણે પણ ગોપાલભાઈ ને બૂટ મારી બદલો લીધો છે.
ઉલ્લેખનીય છે કે આઠ વર્ષ અગાઉ તા.2 માર્ચ, 2017ના રોજ ગુજરાત વિધાનસભાની બહાર તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા મીડિયાના સવાલોનો જવાબ આપી રહ્યા હતા તે વખતે ગોપાલ ઇટાલિયાએ અચાનક પ્રદીપસિંહ પર જૂતાનો ઘા કર્યો હતો અને ભ્રષ્ટાચાર હાય હાય, તાનાશાહ હાય હાયના નારા લગાવ્યા હતા.
આમ, આઠ વર્ષ બાદ આ પ્રકારનો બદલો લેવાની વાત ભારે ચર્ચાસ્પદ બની છે બીજા એન્ગલથી કહી શકાય કે પાટીદાર-ક્ષત્રિય વચ્ચે આ ઘટનાથી આગળ જતાં કોન્ટ્રાવર્ષીનું રૂપ લઈ શકે આવી ચર્ચાઓ છે.
આ તમામ ચર્ચા માટે સિનિયર પત્રકારો સર્વશ્રી મયુર ભાઈ જાની,શ્રી હિમાંશુ ભાઈ ભાયાણી અને મેહુલભાઇ વ્યાસ જોડાઈ ગયા છે,વિડીયો જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!







