સરકારે ખંભાતના દરિયામાં ફાળવી ગૌચરની જમીન; હવે રોરો ફેરીમાં બેસીને ગાયો જશે ચરવા

  • સરકારે ખંભાતના દરિયામાં ફાળવી ગૌચરની જમીન; હવે રોરો ફેરીમાં બેસીને ગાયો જશે ચરવા
  • દહેજમાં રોરો ફેરીમાં બેસી ગાયો ચરવા સમુદ્રના પાણીમાં જશે, એક હજાર હેક્ટર ગૌચરની જમીનનું કૌભાંડ

દહેજ જીઆડીસી-પીસીપીઆઈઆરની એક હજાર હેક્ટર ગૌચરની જમીનનું કૌભાંડ બહાર આવ્યું છે. ગૌચરના ઘાસીયા મેદાનો જીઆઈડીસીએ સંપાદીત કરી કેમિકલના કારખાનાઓને આપી દીધા છે. જ્યાં ઘાંસ થતું ત્યાં કેમિકલ પેદા થાય છે.

એક્વીઝીસનના 30 ટકા વળતર ગામનો આપવાનું હતું. નીમ કરવાની સામે એટલી જ જમીન આપવાની હતી. એક ગામમમાં સરેરાશ 200 હેક્ટર જમીન હતી. 50થી 300 હેક્ટર જમીન થાય છે. 6 ગામની કુલ 1 હજાર હેક્ટર થાય છે.

6થી 7 ગામનું ગૌચર સરકાર ખાઈ ગઈ છે. આ ગામો લખી, લુવારા, સુવા, દહેજ, જાગેશ્વર, વેંગણી છે. 1980-1990ના ગૌચર છે જે નીમ થયા ન હતા. ગૌચર વિકાસ બોર્ડની જવાબદારી છે. ગૌચર કંપનીઓને આપી દીધી છે. હવે ગામમાં રહેવા કોઈ તૈયાર નથી. વળતર આપવા માટે વર્ષોથી આવેલાં રૂ. 100 કરોડો રૂપિયા પડી રહ્યાં છે.

ગૌચરની જમીન લેવામાં આવે તેની સામે એટલી જ જમીન પશુને ચરવા માટે આપવાનો સરકારનો નિયમ છે. આવી જમીન આપી તો ખરી પણ કેટલીક જમીન દરિયાની અંદર આપી દીધી છે. હવે ખંભાતના અખાતમાં ગાયો ચરવા જશે.

નદીની અંદર પણ જમીન આપી દીધી છે. નદી અને સમુદ્રના પાણીની અંદર ગાય ચરવા જશે. ઘણાં ગામોની ગામની પોતાની એક હેક્ટર જમીન રહી નથી. તો પશુ ક્યાં ચરવા જશે. 100 કરોડ રૂપિયા ગૌચર વિકાસ માટેના વાગરા તાલુકાપંચાયત પાસે પડી રહ્યાં છે. વાગરા ટીટીઓ પાસે બધી વિગતો છે.

આ પણ વાંચો-Bhavnagar માં જાનૈયા ભરેલી બસ ભડકે બળી, જાનૈયાઓ બસમાંથી કૂદ્યા

સુવા ગામ

સુવા ગામની કઠણાઈ છે. તેની પાસેથી 500 એકર જમીન લઈ લેવાઈ હતી. જેની સામે 200 એકર જમીન આપવાની હતી. 110 એકર જમીન આપી છે. જે જમીન આપી છે તેમાં 25 એકર જમીન તો દરિયાની અંદર આપી છે. ધોવાણમાં જતી રહી હોય એવી જમીન પર સમુદ્ર આગળ વધી જતાં 25 એકર જમીન દરિયામાં જતી રહી છે.

જમીન ન આપી તેથી લોકોએ પશુ રાખવાનું બંધ કરી દીધું તેથી સરકાર કરે છે. હવે તમારી પાસે પશુ નથી તેથી જમીન નથી. ગામ પાસે બીજી જમીન નથી.

90 એકર જમીનની ઘટ છે. 2009થી આ જમીન પડાવી લીધી હતી.

લખી ગામ

લખી ગામની જમીન પણ શુન્ય થઈ ગઈ છે. ગૌચરની જમીન પડાવી લીધી પણ સામે આપી નહીં.
ગામ લોકોએ 25 એપ્રિલ 2022ના રોજ આંદોલન કર્યું હતું. વાહન વ્યવહાર ઠપ્પ કરી દીધો હતો. આગેવાની રાજેશભાઈ ગોહિલે લીધી હતી. 200 એકર જમીન ગૌચર આપવાની હતી.

45 એકર સુધી ઘટાડો કરી દેવાયો હતો. આ જમીન અપાઇ નથી. ગામમાં 500 પશુઓ છે જેમના માટે ચારા સહીતની સમસ્યાઓ ઉભી થઇ રહી છે જેનો ગ્રામજનો હલ માંગી રહ્યા છે.

બેઠક

ચક્કાજામ પછી નાયબ કલેકટરના અધ્યક્ષ સ્થાને દહેજ SEZની ઓફિસમાં બેઠક યોજાઇ હતી. કંપનીઓને દબાણ દૂર કરવા તાકીદ કરાઈ હતી. લેન્ડ ગ્રેબિંગ ગુનો દાખલ કરવાનો હતો. 10 માંગણીઓ કરી હતી. લેન્ડ લુઝરને કાયમી નોકરી આપે, નીતિ બનાવે. કંઈ ન થયું.

44 ગામોનો વિનાશ

10 વર્ષ પહેલાં 2012માં ભરૂચ અને વાગરા તાલુકામાં આવતાં 44 ગામોની 45,000 હેક્ટર જમીન છીનવી લેવાની હતી.
સરના કાયદા હેઠળ ખેડૂતોની જમીન જવાની હતી.

ખેડૂતોની 35 ટકા જમીન એટલે કે 12850 હેક્ટર સરકાર મફતમાં ઝૂંટવી લેવાની હતી. ગૌચર, સ્મશાન, ગામતળની જમીનો સરકાર ઝૂંટવી લેવાની હતી.

44 ગામોના ખેડૂતોએ ખેડૂત હિત રક્ષક દળે લડત લડી હતી. પ્રમુખ માવસંગ પરમાર તેમજ કો-ઓર્ડિનેટર યાકુબ ગુરુ

25મી ઓગષ્ટે નવેઠા ગામ પાસે ભરૂચ-દહેજ રોડ પર ચક્કા જામ કર્યો હતો. ખેડૂત આગેવાનો ઇશાક રાજ, હિંમતસિંહ બાજી, પરિમલસિંહ રણા, સલીમ નવેઠા, ચીમન પટેલ, રજની પટેલ તેમજ જયદેસિંહ વાઘેલા હતા.

ખેડૂતોને પાયમાલ કરીને અસ્તિત્વ ભુંસી નાંખવાનો કારસો

224 GIDC

ગુજરાતની રાજ્યમાં 224 GIDCમાં 65 હજાર ઉદ્યોગો છે. 18 લાખ લોકો કામ કરે છે. 30 કરોડ ચોરસ મિટર જમીન ઔદ્યોગિક વસાહતોમાં છે. જેમાં જમીનના પ્લોટ આપવાના ઘણાં કૌભાંડો બહાર આવતાં રહ્યાં છે. પણ ભરૂચના દહેજમાં છેલ્લાં 30 વર્ષમાં આવા 10 કૌભાંડો થયા છે. જે ભ્રષ્ટ રાજનેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓની પોલ ખોલે એવા છે.

દહેજ જીઆઈડીસી ગુજરાતમાં ભરૂચ જિલ્લાના વાગરામાં 1682 હેક્ટર જમીનમાં આવેલું છે. 291 પ્લાટો છે. 6 લાખ 26 હજાર ચોરસ મિટર જમીન છે.

ખંભાતના અખાતના દરિયા કાંઠે બંદર છે. મોટા જહાજો લાંગરવા માટે સાનુકૂળ છે. દહેજ બંદર ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. દહેજ બંદર 5 હજાર એક્ટરમાં છે.

ઔદ્યોગિક કેન્દ્ર બની ગયું છે. 30 હજાર લોકો રહે છે. બિરલા કોપર, આઇ.પી.સી.એલ., ગુજરાત રસાયણ બંદર ટર્મિનલ કંપનિ લિ.નું રસાયણ ટર્મિનલ છે, જ્યાં વહાણો મારફતે પ્રવાહિ રસાયણોની આયાત-નિકાસ કરવામાં આવે છે.

પેટ્રોનેટ એલ.એન.જી. લિ.એ અહિં દેશનું સૌપ્રથમ કુદરતી ગેસ ટર્મિનલ સ્થાપ્યું છે. દહેજ બંદર કુલ 5 હજાર હેક્ટરના વિસ્તારમાં ફેલાયેલું છે. રાસાયણિક ખાતરો, ખડકીય ફોસ્ફેટ નેપ્થા, એમોનિયા, કોલસો, પ્રોપાયલિન, ઇથિલિન, તાંબુ, મિથેનોલ, પ્રોપેન અને કોપરેલની આયાત અને ફોસ્ફોરિક એસિડ તથા સોયાબિનની નિકાસ કરવામાં આવે છે.

દહેજ બંદરથી ભાવનગરનાં ઘોઘા બંદરને જોડતી દહેજ ઘોઘા રો-રો ફેરી સેવા 2017ના એપ્રિલ મહિનાથી શરૂ થઈ છે.

મેઘમણી ઓર્ગેનિક્સ લિ.માં જુલાઈ ૨૦૧૬માં એક ભીષણ આગ લાગી હતી જેમાં કંપનીને 37 કરોડ રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ હતો.

સ્ટર્લિંગ કેમિકલ કંપનીમાં 2017માં આગ લાગી હતી. અભેટા ગામને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું.

જમીન કૌભાંડ

GIDC માં 2845 રૂપિયા પ્રતિ વારે ભાવ હતો. 2 હજારથી 10 હજાર વારનાં પ્લોટ માટે અરજી મંગાવી હતી. સેચ્યુરેટેડ જાહેર કરી હોવાથી ઉદ્યોગપતિઓને વધારે રૂપિયા આપી પ્લોટ ખરીદવા ન હતા. તેથી ઉદ્યોગકારો સાથે વાટાઘાટો અને વહિવટ કરી ભ્રષ્ટાચાર આચર્યો હતો. 25 લાખ ચોરસ મીટર જમીન વેચાણમાં કૌભાંડ થયું છે. 1500થી 2 હજાર કરોડનું નુકસાન સરકારને થયું છે.

10 હજાર રૂપિયા પ્રતિ ચોરસ મીટરના ભાવે પ્લોટની હરાજી કરવાને બદલે, GIDCએ રૂ. 2845 પ્રતિ ચોરસ મીટરના ભાવે પ્લોટ આપ્યા છે. 5 લાખ ચોરસ મીટરથી વધુ પ્લોટ ફાળવ્યા છે. આવી 20 લાખ ચોરસ મીટર જમીન આપવાની છે. જેનાથી રાજ્યની તિજોરીને રૂ. 2000 કરોડનું સીધું નુકસાન છે.

આ પણ વાંચો- દિલ્હીમાં આવેલા ભયંકર ભૂકંપ પર લોકોને કરેલી અપીલમાં પીએમ મોદીએ શું કહ્યું?

10 જમીન કૌભાંડ

જીઆઈડીસીમાં જે કંઈ નિર્ણય લેવાય છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપુત અને નાયબ ઉદ્યોગ પ્રધાન હર્ષ સંઘવી છે.

780 પ્લોટ ખાલી

10 મે 2021ના રોજ દહેજ અને સાયખા જીઆઇડીસીમાં 8 વર્ષથી ખાલી પડેલા પ્લોટો નવા ઉદ્યોગોને આપવા ઉદ્યોગ વિભાગને રજૂઆત કરી રહ્યા હતા. 85 ઔદ્યોગિક એકમોને જમીન આપી છે. વર્ષ 2008થી 14 દરમિયાન ખરીદાયેલા 780 પ્લોટ ખાલી પડ્યા હતા.

અધિકારીનું જમીન કૌભાંડ

વાગરામાં 3 ગામોની જમીન લેવા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા રૂ. 600 કરોડનું કૌભાંડ થયું હતું. ગામોમાંથી 1200 એકર જમીન સંપાદન કરાઈ હતી. વલસાડના ખેડૂતોએ સસ્તા ભાવે ખરીદીને ઊંચા ભાવે જીઆઈડીસીને આપી હતી.

તે સમયે જીઆઇડીસીના એમડી એમ થૈન્નારાસન, ઉદ્યોગ વિભાગમાં અધિક મુખ્ય સચિવ એમકે દાસ તથા ભરૂચ જીઆઇડીસીના જમીન સંપાદન અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર યાસ્મીન શેખ સામે આરોપો હતા.

ભરૂચ જીઆઈડીસીનાં જમીન સંપાદન અધિકારી ડેપ્યુટી કલેકટર યાસ્મીન શેખ દ્રારા 1600 એકરમાંથી 1200 એકર જમીન ભૂમાફિયા પ્રવૃત્તિથી જિલ્લા બહારના બોગસ ખેડૂતોનાં ખાતામાં પૈસા કર્યા હતા. જેણે આ જમીન જોઈ પણ નથી. મૃત્યુ પામેલા 11 આદિવાસી ખેડૂતોની 50 એકર જમીનના દસ્તાવેજો કરાવી લીધા હતા. ભાજપના સાંસદે પર્દાફાશ કર્યો છતાં કોઈ પગલાં લેવાયા ન હતા.

આઇપીસીએલ કૌભાંડ

દહેજમાં આઇપીસીએલ કંપનીના કર્મચારીઓ માટે મકાનો બનાવવા જમીન આપવા માટે 1997-98માં ભાજપની સરકાર હતી ત્યારે કૌભાંડ થયું હતું. જીઆઈડીસી દ્વારા સસ્તા ભાવે જમીન ખરીદ કરી આઇપીસીએલને રૂ. 350 કરોડમાં વેચી હતી. જેમાં સી.બી.આઇ.ની તપાસ 2018માં પૂરી થતાં બિલ્ડર જયંતિ પંચાલની ધરપકડ કરી હતી. 6 મહિના જેલમાં હતા.

મૂડી રોકાણ

ગુજરાત સરકારની કંપની દહેજ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (સેઝ) લિમિટેડમાં 12 વર્ષમાં સેઝમાં મૂડીરોકાણ વધીને 42042 કરોડ રૂપિયા થયું છે. વડાપ્રધાન મનમોહન સીંગની કોંગ્રેસ સરકાર દ્વારા 2006માં નોટિફાઇડ જાહેર કરવામાં આવેલું હતું. પ્રત્યક્ષ 7500 લોકોને નોકરી મળી છે. નિકાસ 10 હજાર કરોડ રૂપિયા થવાની સંભાવના છે. 14 એમઓયુ થયા પણ અમલ ન થયો

844 કંપનીઓ

2019માં 844 કંપનીઓએ રોકાણ કરવા માટે કરારો કર્યા હતા. ભરૂચ જિલ્લાના કૂલ 1482 ઉદ્યોગો વાયબ્રંટ ગુજરાતમાં ભાગ લેતા હતા. જેમાં વાગરાના જ 403 ઉદ્યોગો છે.

22 માર્ચ, 2023ના રોજ દહેજમાં લિથિયમ-આયન બેટરી મટિરિયલ પ્રોજેક્ટ માટે નિયોજન કેમિકલ્સે ગુજરાત સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.

હવે બલ્ક ડ્રગ પાર્ક

ભરૂચ જિલ્લાના જંબુસરમાં 1 હજાર એકર જમીનમાં રૂ. 11 હજાર કરોડનો બલ્ક ડ્રગ પાર્ક બનવાનો છે.

કેમિકલ હોનારત

દહેજમાં સૌથી વધુ કેમિકલ ઉદ્યોગો સ્થપાયા છે. ઘણા રાસાયણિક કારખાનાઓ જ્વલનશિલ પદાર્થો વાપરે છે અને ઉત્પાદન કરે છે. કંપનીઓની બેદરકારીને કારણે આગ લાગતી રહે છે.

મેઘમણી હોનારત

મેઘમણી ફાઇનકેમ કંપનીની લોકસુનાવણી 8 માર્ચ 2018માં યોજવામાં આવી હતી. પાણી તેમજ કોલસી નો મુદ્દો છવાયો હતો. મેઘમણી ઓર્ગેનિક્સ લિ.માં જુલાઈ 2016માં એક ભીષણ આગ લાગી હતી. જેમાં કંપનીને 37 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. પ્લાન્ટમાં ઉત્પાદન બંધ કરાવી દેવામાં આવ્યુ હતુ. અગાઉ 1 માર્ચ 2019ના રોજ બ્લાસ્ય થયો હતો. આ કંપનીનો પાયો 1986માં સાણંદમાં નંખાયો હતો. જ્યાં ભયંકર પ્રદુષણ કરતાં હોવાથી તે ફેક્ટરી બંધ કરી દેવાઈ હતી.

સ્ટર્લિંગ કેમિકલ કંપનીમાં જાન્યુઆરી 2017માં આગ લાગી હતી. બાજુમાં આવેલાં અભેટા ગામને ખાલી કરાવવું પડ્યું હતું.

ભરૂચ બીજુ ભોપાલ

ભરૂચ બીજું ભયાનક ભોપાલ બની શકે છે. જીએનએફસીમાં 7700 મેટ્રિક ટન ટીડીઇ પ્રોડક્ટ વેચાયા વગર પડી રહ્યો છે. આ ઝેરી કેમિકલ્સના ફોસજીન ગેસથી 13 કર્મચારીઓને અસર થઇ હતી, 4 લોકોના મોત થયા હતા. આ જથ્થો લીક થાય તો આખુ ભરૂચ મોતના દરવાજે આવીને ઊભું રહી શકે તેમ છે. તેથી આ કારખાનાનો વિરોધ થઈ રહ્યો છે. દહેજ ટી.ડી.આઈ.પ્લાન્ટ નિષ્ફળ ગયો છે. દોઢ વર્ષ પહેલા ટીડીઆઇ પ્રિમિયમ પ્રોડક્ટ હતી.

હવે ટીડીઆઇ વેચાતી નથી. ધડાકો થાય તો આખો વિસ્તાર નામશેષ થઇ જશે. ભાજપના 3 ધારાસભ્યો તેનો વિરોધ કરી ચૂક્યા છે. 67 હજાર ટન બનાવવની ક્ષમતા છે. અમેરિકાની ડુપોન્ટ કંપનીની ટેકનોલોજી છે. 2 હજારની વસતી ધરાવતા રહિયદ ગામના લોકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પ્લાન્ટને બંધ કરી દેવાની માંગણી કરી હતી.

અદાણી

દહેજની કેટલીક કેમિકલ કંપની તેમજ વિલાયત GIDC માં આવેલી કેમિકલ કંપનીઓ દ્વારા કેમિકલ પ્રદૂષિત પાણી ખાડીઓમાં છોડી દેવામાં આવે છે. અદાણી સિમેન્ટ કંપની ગ્રાઇન્ડીંગ પ્લાન્ટ માટે પર્યાવરણીય લોકસુનાવણી યોજવામાં આવી હતી. સ્થાનિક રહીશોએ રોજગારી તથા પ્રદુષણને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતાં. કેમિકલ ઉદ્યોગોમાંથી ગેરકાયદેસર રીતે છોડવામાં આવતા પ્રદુષણ મિશ્રિત પાણીના કારણે સુવા તથા અંભેટા ગામના 7 ભેંસના મોત થયા હતાં.

નર્મદા નદીનું પતન

દરિયામાં ગંદા પાણીનો નિકાલ કરવાની છૂટ આપીને ગ્લેનમાર્કે (દહેજ)ને સાચવવામાં આવી છે. દહેજનાં જાગેશ્વર નજીક નર્મદા નદીમાં દહેજ અને વિલાયત જી.આઈ.ડી.સી.નું પ્રદુષિત પાણી ભળતાં અસંખ્ય માછલીનાં મોત 12 જૂન 2020ના રોજ થયા હતા. કેમિકલયુક્ત પાણીથી નર્મદા નદીમાં માછલીઓનાં મોત થઈ રહ્યા છે. જાગેશ્વર ગામ ખાતે નદી કિનારે અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં નર્મદા નદીના કિનારે મળી આવી હતી. 10 હજાર માછીમાર પરિવારો અને એટલા જ ખેડૂતોની આજીવિકા સીધી રીતે નષ્ટ થઇ રહી છે.

નર્મદા બંધ વિનાશ વેર્યો

સરદાર સરોવર ડેમ પછીની 161 કિમી લાંબી નદીની આસપાસના વિસ્તારોમાં પાણીની ગુણવતા, નદીની આસપાસના વિસ્તારના ભૂગર્ભજળ અને જીવ સૃષ્ટિને નુકસાન થયું છે. ભરૂચ પાસે નર્મદા નદીમાં હિલ્સા માછલીના પ્રજનનનું સમૃદ્ધ અને વિશેષ જીવનચક્ર હતું તે નષ્ટ થયું છે.

ગરુડેશ્વર ગામ સુધી નદીમાં દરિયાના પાણી ઘુસી આવે છે. પવિત્ર નદીનું પાણી ખારું થઈ ગયું છે, નર્મદા બારમાસી નદી હતી. હવે રહી નથી. નદી આસપાસના 210 ગામડા સામે જોખમ ઉભા થયા છે.

71 ગામોના લોકો પર જીઆઈડીસીના કારણે વાતાવરણની નકારાત્મક અસર

જિલ્લામાં ભરૂચ, અંકલેશ્વર, પાનોલી, ઝઘડીયા, વાગરા, દહેજ, પાલેજ, આમોદ, જંબુસર, વાલિયા, વિલાયત, સાયખામાં જીઆઇડીસી આવેલી છે. જીઆઇડીસીઓને અડીને 71 ગામો આવેલાં છે. 71 ગામોના 35,000 કરતાં વધારે લોકો કંપનીઓની અસર હેઠળ રહેલાં છે. તમામ જીઆઇડીસીમાં બનતા અકસ્માતના બનાવો કંપનીમાં કામ કરતાં કામદારો ઉપરાંત ગામ લોકોને પણ અસર કરી શકે છે. દહેજમાં વધુ 11 ડાઇઝ ઈન્ટર મિડિયેટ માટે મજૂરી અપાતા જોખમી ઉદ્યોગોનો કુલ આંકડો 100 થઈ ગયો છે.

ટોરેન્ટ પાણી કૌભાંડ

દહેજ ઇન્ડસ્ટ્રીઝ સંગઠને ટોરેન્ટ કંપની પાસેથી નિયત ધારાધોરણોથી ઉપરવટ જઈ ટોરેન્ટ કંપની પાસેથી નાણા વસુલ્યા હતા. 2011થી 2013 દરમિયાન 25 એમ.જી.ડી. વોટર સપ્લાયની સ્કિમનો કોન્ટ્રાક્ટ લઈ નિયમ વિરૂદ્ધ જઈ કંપનીઓ પાસેથી નાણા વસુલી કરોડો રૂપિયાનું પાણી કૌભાંડ આચર્યું હતું. જે કોમર્સિયલ કોર્ટે 1.05 કરોડ વ્યાજ સાથે પરત ચૂકવવા હૂકમ કર્યો હતો.

એબીજી શિપયાર્ડ કૌભાંડ

રૂ.7,000 કરોડ એમઓયુ એબીજી શિપયાર્ડ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. 2019માં આ કંપનીએ કેટલું રોકાણ કર્યું તે અંગે ઉદ્યોગ વિભાગ કંઈ કહેવા તૈયાર નથી.

એબીજી શિપયાર્ડ ભાડા કૌભાંડ

બંદર વિભાગે એબીજી શીપ યાર્ડ લિને ભરૂચ જિલ્લાના જાગેશ્વર ગામના દરિયાનો 900 મીટરનો વોટરફન્ટ અને તેની પાસેની 2 લાખ 68 હજાર ચો. મી. જમીન 2006માં 30 વર્ષના ભાડેથી જહાજો બાંધવા આપી હતી. વર્ષે રૂ. 96 લાખના ભાડેથી આપી હતી. જેનું જૂન 2013 સુધી રૂ. 2 કરોડ કરોડનું ભાડું વસુલ લેવાનું બાકી હતું.

દેશનું સૌથી મોટું કૌભાંડ

દેશનું સૌથી મોટું બેન્ક સ્કેમ ગુજરાતના દહેજ અને હજીરામાં આવેલી એબીજી શિપયાર્ડ કંપનીનું રૂ. 23000 કરોડનું બેન્ક કૌભાંડ થયું હતું. ઋષિ અગ્રવાલે SBI સહિતની 28 બેન્કો સાથે છેતરપિંડી કરી હતી.

જહાજ કૌભાંડ

દહેજ ઘોઘા રોરો ફેરી જહાજ માટે વોયેજ સિમ્ફની જહાજ 20 મિલિયન (રૂ.125 કરોડમાં) ખરીદ કરાયું હતું. જેમાં વારંવાર ખામી સર્જાતી હતી. જેમાં એક રાજનેતાએ મોટી લાંચ લઈને ખરાબ જહાજ ખરીદ કર્યું હોવાનું માનવામાં આવે છે. આ પ્રોજેક્ટ પાછળ રૂ. 700 કરોડનો ખર્ચ ત્યારે થઈ ગયો હતો. તેના સ્થાને ઈન્ડિગો વન જહાજ ચલાવવામાં આવશે.

ઝીંગા જમીન કૌભાંડ

ફેબ્રુઆરી 2015માં જીંગા ઉછેર માટેના દરિયા કાંઠાની જમીન પર ગેરકાયદે તળાવોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. 8,500 હેકટર જમીનમાં 1,200 તળાવ ખોદી નાંખવામાં આવ્યા હતાં. રૂ.9,000 કરોડનું જીંગા કૌભાંડ પછી તેમાં કોને સજા થઈ તે અંગે આજ સુધી સત્તાવાળાઓએ જાહેર કર્યું નથી.

સપ્ટેમ્બર 2017માં ભરૂચના હાંસોટ તાલુકાના વમલેશ્વર અને કતપોર ગામમાં ખેતીની જમીનમાં 96 ગેરકાયદે તળાવ બનાવી જીંગા ઉછેરનું કૌભાંડ થયું હતું. આલીયાબેટમાં સરકારી જમીન પર બનાવી દેવામાં આવેલા 1,200થી વધારે તળાવ તોડી પડાયા હતા.

મીઠા કૌભાંડ

ભરૂચના હાંસોટ પાસે કતપોર ગામની 4572 એકર (18 ચોરસ કિલોમીટર) જમીન એશિયન સોલ્ટ પ્રા લી કંપનીને મીઠાઉધોગ માટે આપી દેવા માટે દબાણ થઈ રહ્યું છે.

ખેડૂતોની બરબાદી

દહેજ જીઆઈડીસી, બુલેટ ટ્રેન , ભાડભૂત બેરેજ, મુંબઈ એક્સપ્રેસ વે અને કોરીડોર એકસપ્રેસ વે યોજના કારણે ભરૂચના ખેડૂતો બરબાદ થયા છે.

રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે રાજ્યમાં 239 ઔદ્યોગિક વસાહતોમાં 70 હજાર ઉદ્યોગ છે. જી.આઈ.ડી.સી. નફાના હેતુ માટે સ્થપાયેલી સંસ્થા નથી. તેથી તેની સરખામણી પ્રાઈવેટ પાર્ક કે ડેવલપર્સ સાથે કરી શકાય નહીં. વસાહતમાં 90% કે તેથી વધુ પ્લોટોની ફાળવણી ધ્યાને લઇ સંપૂર્ણ વસાહતને સેચ્યુરેટેડ વસાહત જાહેર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 161 વસાહતો સેચ્યુરેટેડ જાહેર કરવામાં આવેલી છે.

દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતોમાં કેમિકલ તેમ જ એન્જિનિયરિંગ ઝોન આવેલા છે. કેમિકલ ઝોનમાં 90 ટકા પ્લોટો વેચાયા હોવાથી સેચ્યુરેટેડ ઝોન જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
પરંતુ ત્યારબાદ ખબર પડી કે 90 ટકા વેચાયા નથી.

તેથી અનસેચ્યુરેટેડ જાહેર કરી. ત્યારબાદ આજ સુધી સાયખામાં કોઈ ઉદ્યોગોને જમીનની ફાળવણી કરવામાં આવી નથી. જમીન ફાળવીને સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન કરવાનો જે આક્ષેપ થયો છે તે તદ્દન પાયાવિહોણો અને કાલ્પનિક છે.

આ પણ વાંચો- આજથી નવા ફાસ્ટટેગ નિયમો લાગુ; જાણો શું છે અન્ય મહત્વપૂર્ણ ફેરફારો

Related Posts

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો
  • March 5, 2026

Harsh Sanghvi: રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ હમણાં હમણાં સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલા એક કાર્યક્રમમાં માલધારી સમાજ સમક્ષ ગૌ રક્ષાની મોટી મોટી વાતો કરી પણ તેઓ ભૂલી ગયા કે ખુદ સરકારે…

Continue reading
Adani: કચ્છમાં અદાણીને જંગલો આપતા CM ભૂપેન્દ્ર પટેલ, જુઓ ખાસ વિશ્લેષણ
  • March 4, 2026

Adani: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા કચ્છમાં અદાણી જૂથને જંગલની જમીન ફાળવવા અંગેના તાજેતરના અહેવાલો મુજબ કચ્છમાં અદાણીના પ્રોજેક્ટ્સ માટે જંગલની જમીન ફાળવવા માટે તાજેતરમાં લોકસુનાવણી (Public Hearing) યોજવાની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War: આખરે ભારતે ખામેનીના નિધન પર શોક વ્યક્ત કર્યો! PM મોદીએ નહિ પણ વિદેશ સચિવે શોક વ્યક્ત કર્યો!

  • March 5, 2026
  • 3 views
Iran War: આખરે ભારતે ખામેનીના નિધન પર શોક વ્યક્ત કર્યો! PM મોદીએ નહિ પણ વિદેશ સચિવે શોક વ્યક્ત કર્યો!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

  • March 5, 2026
  • 8 views
Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

  • March 5, 2026
  • 6 views
Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Iran: ઈરાનની ઈઝરાયેલને ધમકી,”હવે ન્યુક્લિયર પ્લાન્ટ ઉડાવશું!

  • March 5, 2026
  • 4 views
Iran: ઈરાનની ઈઝરાયેલને ધમકી,”હવે ન્યુક્લિયર પ્લાન્ટ ઉડાવશું!

China: ઈરાન એક પણ ગોળી ચલાવ્યા વિના અમેરિકાને પરાસ્ત કરી શકે છે! ચીની પ્રોફેસરે બતાવી ગજબની યુક્તિ! જાણીને હેરાન થઈ જશો!

  • March 5, 2026
  • 6 views
China: ઈરાન એક પણ ગોળી ચલાવ્યા વિના અમેરિકાને પરાસ્ત કરી શકે છે! ચીની પ્રોફેસરે બતાવી ગજબની યુક્તિ! જાણીને હેરાન થઈ જશો!

Trump: ઈરાને ચીન-રશિયાને દોસ્ત માન્યા!ભારત માટે નારાજ! કુલ 1145ના મોત

  • March 5, 2026
  • 10 views
Trump: ઈરાને ચીન-રશિયાને દોસ્ત માન્યા!ભારત માટે નારાજ! કુલ 1145ના મોત