
SIR: ચૂંટણી પંચે હવે બિહારની જેમ ગુજરાત સહિત 12 રાજ્યોમાં SIR કરવાની જાહેરાત કરી છે. દાવો છે કે નકલી મતદાર યાદીઓ અટકાવવા અને નકલી મતદારોને દૂર કરવા માટે ચૂંટણી પંચે બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ( SIR ) પ્રક્રિયા પૂર્ણ કરી. હવે ગુજરાત સહિત દેશભરમાં આવતીકાલ 28 ઓક્ટોબરથી SIR હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચે આજે સોમવારે જાહેરાત કરી હતી કે આ પ્રક્રિયા 12 રાજ્યોથી શરૂ થશે.
SIR હેઠળ જે 12 રાજ્યોની મતદાર યાદીઓ અપડેટ કરવામાં આવશે તેમાં કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળનો પણ સમાવેશ થાય છે. આ ચાર રાજ્યોમાં 2026 માં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. જોકે આસામમાં પણ આવતા વર્ષે વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ રહી છે, પરંતુ ત્યાં SIR યોજાઈ રહી નથી. SIR પ્રક્રિયા સોમવારે મધ્યરાત્રિ 12 વાગ્યા પછી શરૂ થશે.
ચૂંટણી પંચે શું કહ્યું?
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે કહ્યું, ” બિહાર SIR ના પરિણામો બધાની સામે છે. SIR ત્યાં સફળ રહ્યું. બીજા તબક્કામાં અમે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ( UT ) ની મતદાર યાદીઓ અપડેટ કરીશું. આ 12 રાજ્યોમાં SIR પ્રક્રિયા દરમિયાન માત્ર મતદાર યાદીઓ અપડેટ જ નહીં પરંતુ નવા મતદારો પણ ઉમેરવામાં આવશે. ભૂલો પણ સુધારવામાં આવશે. આ કાર્ય આજે રાત્રેથી 12 વાગ્યે શરૂ થશે. જે 12 રાજ્યોમાં SIR હાથ ધરવામાં આવનાર છે.આજે મતદારી યાદીઓ ફ્રીઝ કરાશે.
કયા 12 રાજ્યોમાં SIR યોજાશે?
ચૂંટણી આયોગે (ECI) આજે જાહેર કર્યું છે કે, મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ના બીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ પ્રક્રિયા શરૂ થશે. આ તબક્કો બિહાર વિધાનસભા ચૂંટણી પછી શરૂ થશે અને તેમાં 2026માં ચૂંટણી યોજાતી જગ્યાઓનો સમાવેશ છે. જેમાં અંડમાન અને નિકોબાર, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ, પુડુચ્ચેરી, રાજસ્થાન, તમિલનાડુ,ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ, ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખર પડી જશે!
Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી








