
Gujarat administrative reforms: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા બજેટ દરમિયાન કરી છે.
વિકસિત ગુજરાત 2047નો રોડ મેપ ઘડ્યો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047નું લક્ષ્ય રાખ્યું છે. ગુજરાતે આ લક્ષ્યને હાંસલ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લીવિંગ વેલ અને અર્નિગ વેલના આધારે વિકસિત ગુજરાત 2047નો રોડ મેપ ઘડ્યો છે.
સુધારણા પંચનું શું કાર્ય?
આ રોડમેપના આધારે વિકસિત ગુજરાતનો ધ્યેય પ્રાપ્ત કરવા ગુજરાતમાં વહીવટી તંત્રની કાર્યક્ષમતા, અસરકારકતા અને પ્રતિભાવશીલતા વધારવી જરૂરી છે. આ સમગ્ર બાબતોની વ્યાપક સમીક્ષા અને રાજ્યના વહીવટી માળખા અને વહીવટનો સમગ્રલક્ષી અભ્યાસ કરી તેમાં સુધારા સૂચવવા અને જરૂરી ફેરફાર કરવા માટે અવકાશ છે કે કેમ તેની વિચારણા કરવા આ ગુજરાત વહીવટી સુધારણા પંચ કાર્યરત થશે.
પંચના અધ્યક્ષ કોણ હશે?
રાજ્યના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિઓમાં જરૂરી ફેરફારો કરવા માટે રચાનારા આ ગુજરાત વહીવટી સુધારણા પંચમાં અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સલાહકાર હસમુખ અઢિયા ઉપરાંત અન્ય પાંચ સભ્યોની સમિતિની નિમણૂક કરાશે.
આ સભ્યોનો કરાશે સમાવેશ!
તેમાં સભ્ય તરીકે મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ/અગ્ર સચિવ/સચિવ(કર્મચારીગણ પ્રભાગ) GAD, અધિક મુખ્ય સચિવ/અગ્ર સચિવ/સચિવ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, અધિક મુખ્ય સચિવ/અગ્ર સચિવ /સચિવ નાણાં વિભાગ તથા સભ્ય સચિવ તરીકે અધિક મુખ્ય સચિવ/અગ્ર સચિવ/સચિવ (વહીવટી સુધારણા, તાલિમ પ્રભાગ અને એન.આર.આઈ.) GADની નિમણૂક થશે.
આ ગુજરાત વહીવટી સુધારણા પંચ વહીવટી અને શાસન માળખું, માનવશક્તિનું તર્કસંગતીકરણ અને માનવ સંસાધન વ્યવસ્થાપન, નાણાકીય વ્યવસ્થાપન અને સંસાધન ઓપ્ટિમાઈઝેશન, વિકેન્દ્રિકરણ અને સ્થાનિક શાસન, ટેક્નોલોજી અને નવીનતાનો ઉપયોગ, દેખરેખ અને મૂલ્યાંકન માળખાનો અભ્યાસ કરી તે અંગે વિચારણા કરીને સરકારને ભલામણો રજૂ કરશે.
આ પણ વાંચોઃ AMCના ફાયર વિભાગનો અધિકારી લાંચિયો, 65 હજારની લાંચ લેતાં રંગે હાથ પકડાયો
આ પણ વાંચોઃ Delhi: છાવા ફિલ્મ જોયા બાદ અકબરના નામ પર પેશાબ, શિવાજીનું પોસ્ટર ચોટાડી આપી ધમકી
આ પણ વાંચોઃ Digital Kumbhsnan: ભીડમાં હેરાન થયાં વગર… ધક્કો ખાધા વગર… પલળ્યાં વગર… કરો ડિજીટલ કુંભસ્નાન
આ પણ વાંચોઃ FBI Director: મૂળ આણંદ જીલ્લાના કાશ પટેલે અમેરિકામાં મોટી જવાબદારી સંભાળી, બન્યા FBIના ડિરેક્ટર