
Ahmedabad: ગુજરાતમા હાલ ભારે ગરમી પડી રહી છે. અમદાવાદમાં અંગ દાઝતી ગરમીને ધ્યાને રાખી શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને સવારનો સમય કરવા આદેશ કરાયો છે. બપોર 12 વાગ્યા બાદ શાળા ચાલુ રાખી શકાશે નહીં.
અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જે ધ્યાને રાખ શાળાઓનો અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે અમદાવાદ શહેર શિક્ષણ અધિકારીએ અગત્યની સૂચના જાહેર કરી છે. બપોર 12 વાગ્યા બાદ સ્કૂલ ચાલુ રાખી શકાશે નહીં. જો ચાલુ હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. 12 વાગ્યા સુધી તમામ શિક્ષણકાર્ય પૂર્ણ કરી દેવું પડશે.
શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં તપાસ હાથ ધરાશે
આવતીકાલ શુક્રવારથી શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા શાળાઓમાં તપાસ કરવામાં આવશે. કારણ કે રાજકોટની શાળામાં 8 અપ્રિલથી જ સવારની સ્કૂલ કરવાના આદેશ આપ્યા હતા. તેમ છતાં ત્યા નિયમનો પાલન કરાયું નથી. જેને લઈ હવે અમદાવાદની આદેશનું ઉલ્લઘન કરશે તેમના વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
હાલ ગુજરાતમાં ભારે ગરમી પડી રહી છે. 10 વાગ્યાથી જ ભારે ગરમી પડી રહી છે. જેથી લોકો ગરમીથી હેરાન થઈ રહ્યા છે. આવી ગરમીમાં વિદ્યાર્થીઓ બિમાર ન પડે અને લૂ ન લાગે તે માટે તંત્રએ 12 વાગ્યા સુધી જ સ્કૂલો ચાલુ રાખવા આદેશ કર્યો છે.
ઉનાળામાં ગરમીથી બચવા માટે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
પાણી વધુ પીવું: દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવો, શરીરમાં પાણીની ઉણપ ન થાય તેનું ધ્યાન રાખો. લીંબુ પાણી, નાળિયેર પાણી કે ઓઆરએસ પણ લઈ શકો.
હળવા કપડાં પહેરો: સુતરાઉ કે હળવા રંગના કપડાં પહેરો જે શરીરને ઠંડક આપે અને પરસેવો શોષી લે.
બહાર નીકળતી વખતે સુરક્ષા: સવારે 11થી બપોરે 2 વચ્ચે બહાર નીકળવાનું ટાળો. છત્રી, ટોપી કે સ્કાર્ફનો ઉપયોગ કરો.
ખોરાકનું ધ્યાન: હળવો, તાજો ખોરાક ખાઓ જેમ કે ફળો (ટરબૂચ, ખરબૂચ, નારંગી), દહીં, સલાડ. તળેલું કે ભારે ખાવાનું ટાળો.
ઘરમાં ઠંડક જાળવો: પંખા, કૂલર કે એસીનો ઉપયોગ કરો. પડદા રાખીને ઘરમાં ગરમી ઓછી કરો.
લૂ થી બચવું: લૂ લાગે તો તરત ઠંડી જગ્યાએ જાઓ, પાણી પીવો અને ડૉક્ટરની સલાહ લો.
શરીરની સંભાળ: દિવસમાં બે વખત નહાવું, ખાસ કરીને ઠંડા પાણીથી. પરસેવાથી બચવા ટેલકમ પાવડર લગાવી શકો.
આ પણ વાંચોઃ
Mehsana: કડીમાં નાયબ મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતાં ACBએ ઝડપી પાડ્યા
Waqf પર સુનાવણી: સરકારને 7 દિવસમાં કોર્ટમાં જવાબ આપવો પડશે, વાંચો હવે શું થશે?
Sabarkantha: વડાલી સામૂહિક આપઘાત કેસમાં આરોપી ઝડપાયો, જાણો આપઘાત પાછળનું કારણ!
Radhanpur accident: રુંવાડા ઉભો કરી દેતો અકસ્માત, 6નાં મોત, બસની ટક્કરે રિક્ષાનો ભૂક્કો








