
Gujarat: અંબાજીમાં આગામી સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાત લેવાના છે. બીજી બાજું અંબાજીમાં રબારી સામાજના ઘરો તોડી પાડતાં રોષ ભભૂક્યો છે. યાત્રાધામં અંબાજીમાં સરકાર દ્વારા રહેણાંક દબાણો પર બૂલડોઝર ફેરવી દેવાયું છે. રબારી સમાજના ઘરો તોડી પાડવામાં આવ્યા છે. આ સમાજે તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા છે.
અંબાજી શક્તિપીઠમાં 1200 કરોડના ખર્ચે કોરિડોર બની રહ્યો છે. આ વિસ્તારમાં શક્તિ કોરિડોર, સતી સરોવર અને મંદિર સહિતના વિકાસ કાર્યો થનાર છે. જેથી ગબ્બર માર્ગ પર આવેલા રબારીવાસના 89 મકાન 29 જાન્યુઆરીની રાત્રે તંત્રની 16 ટીમએ ઘરો તોડી પાડ્યા હતા. જેને પગલે પરિવારો ખુલ્લી જગ્યામાં તંબૂ તાણી રહેવા મજબૂર બન્યા છે. એક વિધવાને 22 દિવસની જ દીકરી હતી અને પોલીસે તેને ઘરમાંથી લેવા પણ નહોતી દીધી હોવાનો આક્ષેપ કર્યો છે.
બીજી તરફ રબારી વસાહતના દબાણો હટાવવા મામલે ભારે વિવાદ થયો છે. જેમાં સ્થાનિકોનો આક્ષેપ છે કે, અમારા ઘરનો સામાન પણ લેવા નથી દીધો હતો. કોઈના બાથરુમની જગ્યાએ આખું ઘર તોડી નાખ્યું છે. લોકોને રાત્રે ઘરની બહાર કાઢી બૂલડોઝર ફેરવી દીધાના આક્ષેપ કર્યા છે.
CM આવે તે પહેલા પિડિતોને આશ્રય આપ્યો
જો કે ગામ લોકોએ 9 ફેબ્રુઆરીએ અંબાજી બંધનું એલાન આપ્યું હતુ અને આજ 9 તારીખથી તો અંબાજી મંદિરે ત્રણ દિવસની 51 શક્તિપીઠ પરિક્રમા શરુ થવાની હતી. જે 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. જેમાં 15 લાખથી વધુ શ્રદ્ધાળું આવવાની શક્યતા છે અને મુખ્યમંત્રી પણ આવવાના હોવાથી તંત્ર સજાગ થઈ દોડતું થયું અને 8 ફેબ્રુઆરી શનિવારની મોડી સાંજે દાદુ રામ આશ્રમમાં 9 રુમ અને 1 હોલની સાથે ટેન્ટની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી છે.
બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાએ 11 ફેબ્રુઆરી સુધીાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો આપવાની બાહેંધરી લેખિત આપવાનું વચન આપ્યું છે.
આ પણ વાંચોઃ માર્ક ઝુકરબર્ગ મેટામાંથી 3,600 કર્મચારીઓને કાઢી નાખશે, જાણો સૌથી મોટું કારણ!
આ પણ વાંચોઃ Gujarat: અંબાલાલની મોટી આગાહી: શું હજુ પણ ઠંડી રહેશે? માછીમારોને દરિયો ન ખેડવા સૂચના! વાંચો







