
Amreli: અમરેલીના ધારી તાલુકાના દલખાણીયા ગામે વડીલોપાર્જિત જમીન-મિલકત એક ભાઈએ ખોટા બક્ષીસ લેખ કરાવી લઈ પચાવી પાડી છે. જેને લઈ બીજા ભાઈએ આ અંગે કોર્ટમાં ફરિયાદ કર્યા બાદ લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જો કે હજુ સુધી તેમને જમીનનો કબજો ના મળતાં હેરાન પરેશાન થઈ ગયા છે. તેઓ ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે.
અમરેલીના ધારીમાં ખોટા બક્ષીસ લેખથી જમીન પચાવી પાડવાનો આરોપ, અરજદાર માનિસક હેરાન#amreli #dhari #landgrab #gujarat #gujarathighcourt pic.twitter.com/iDhRFBjgv7
— The Gujarat Report (@TGujarat_Report) October 30, 2025
હાલમાં સાવરકુંડલા ખાતે રહેતાં કમલેશભાઈ બાવચંદભાઈ યાદવે આ અંગે દલખાણીયામાં રહેતાં નારાયણભાઈ શાંતીભાઈ યાદવ સામે ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કમલેશભાઈની વડિલોની જમીન દલખાણીયામાં જુદાં-જુદાં સર્વે નંબરોમાં આવેલી છે. જેમાં અન્ય કુટુંબીજનોનો પણ જમીન ભાગ છે. તેમના દાદા શાંતિભાઈ રણછોડભાઈ યાદવનું વર્ષ 2010માં અવસાન થયું હતુ. જ્યારે શાંતિભાઈ માંદગીમાં હતા ત્યારે નારાયણ યાદવે બક્ષીસ લેખ જમીન અને મિલકતો પોતાના નામે કરાવી લીધી હતી.
કમલેશભાઈએ આ અંગે અગાઉ ધારી પોલીસ મથકમાં ફરિયાદ પણ આપી હતી. 2015માં આપેલી ફરિયાદમાં પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. કોર્ટે આદેશ કર્યો હોવા છતાં તેની ધરપકડ પોલીસે કરી ન હતી. તેમણે કલેક્ટર સમક્ષ લેન્ડગ્રેબીંગની ફરિયાદ પણ કરી હતી. પરંતુ તત્કાલીન મામલતદાર, સર્કલ ઓફિસર, સબ રજીસ્ટાર વગેરેના અહેવાલોના આધારે લેન્ડગ્રેબીંગનો મામલો બનતો ન હોવાનું કહી કેસ દફતરે કર્યો હતો. જેથી કમલેશભાઈએ અમરેલી સેશન્સ કોર્ટમાં ફરિયાદ કરી હતી અને આખરે કોર્ટના હુકમ બાદ નારાયણ યાદવ સામે ગુનો નોંધાયો હતો.
કોર્ટની ફરિયાદમાં નારાયણના બે પુત્રો અને મામલતદાર, સર્કલ ઓફિસર તથા સબ રજીસ્ટારના નામો પણ લખાયા છે. જોકે પોલીસે આ તમામ સામે ગુનો દાખલ કર્યો નથી. પરંતુ તપાસમાં નામો ખુલશે તો તેમની સામે કાર્યવાહી થશે તેમ જણાવ્યું હતુ.
કમલેશભાઈએ આરોપ લગાવ્યો છે કે બે વર્ષ પછી કલેક્ટરે ત્રણ અધિકારીઓને બચાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અપિલ કરી હતી. જેમાં મને કોર્ટે નોટીસ પાઠવી હતી. તા. 15-9-25 ના રોજ કલેકટરે 482 મુજબ રદ કરવા કહેલ એફઆઈઆરમાં વડ્રોઈડ કરી અરજી પાછી ખેંચી લીધી હતી. અરજદારે આરોપ લગાવ્યો કે લેન્ડ ગ્રેબીંગમાં ફરિયાદ રદ કરવાની જોગવાઈ નથી. છતાં તપાસ કરતી પોલીસે સમરી રિપોર્ટ ભર્યો અને કોર્ટે પોલીસની સમરી મંજૂર કરી દીધી છે. કોર્ટમાં ક્રોસ ચેકની અરજી પેન્ડિગ પડી છે અને પોલીસની સમરી મંજૂરી કરી દીધી છે. લેન્ડ ગ્રેબીંગનો ભંગ કર્યો છે. જેથી અમારી સાથે અન્યાય થયો છે.
મારા દાદા શાંતિભાઈ પાસે ખોટો બક્ષીસ દસ્તાવેજ બનાવી છેતરપીંડી આચરી છે. ધારી મામલતદાર સામે પણ પુરાવા નાશ કરવાનો આરોપ લગાવ્યો છે. અરજદારોનો આરોપ છે કે આની પાછળ રાજકીય વ્યક્તિનું પીઠળ છે, અમે માનસિક રીતે કંટાળ ગયા છીએ.
કમલેશભાઈએ અરજ કરી કે આ મામલો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી અમિત શાહ સુધી પહોંચાડો. તમામ હકીકતો સાચી છે.
આ પણ વાંચો:
BJP માં અસંતોષ, જૂથવાદ અવિશ્વાસ, ગેરવહીવટ, ભ્રષ્ટાચાર વકર્યો!, હવે ચલાલા ભાજપમાં થયો નવો ડખ્ખો!
Rajkot: ચકડોળના ફિટનેસ સર્ટિફિકેટ માટે 50 હજારની લાંચ લેતા RNBના અધિકારીઓ રંગેહાથ ઝડપાયા
Rajkot: કાળી ચૌદશે રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ, બે સગા ભાઈ સહિત 3 લોકો ગુમાવ્યા જીવ
Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી










