
Anand Child kidnapping: આણંદના આંકલાવ તાલુકામાં આવેલા નવાખલ ગામમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 6 વર્ષની નિર્દોષ બાળકીને મકાઈ ખવડાવવાના બહાને ગામના જ એક ઈસમ અજય પઢીયારે નદીકિનારે લઈ જઈ બળાત્કાર ગુજાર્યા બાદ તેનું ગળું દબાવી હત્યા કરી નાંખી. આ ઘટના ગત શનિવારે બની હતી, અને મંગળવારે સવારે બાળકીનો મૃતદેહ સિંઘરોટના નિઝામપુરા સ્થિત મીની નદીમાંથી ડિકમ્પોઝ્ડ હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાએ ગામમાં શોક અને આક્રોશનું મોજું ફેલાવ્યું છે, અને આંકલાવ પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી, POCSO એક્ટનો પણ સમાવેશ કરીને તપાસ શરૂ કરી છે.
ગત શનિવારે નવાખલ ગામમાં રહેતી પરિણીતા બંગલે ઘરની બહાર વાસણ ધોવા માટે ગઈ હતી. આ દરમિયાન તેમની 6 વર્ષની પુત્રી ઘરની નજીક દાદર પાસે રમી રહી હતી. લગભગ સાંજ 4:10 વાગ્યે ગામમાં રહેતો અજય પઢીયાર બાળકીને મકાઈ ખવડાવવાના બહાને પોતાની બાઇક પર બેસાડી નદીકિનારે લઈ ગયો હતો. ત્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને તેનું ગળું દબાવી તેની હત્યા કરી નાંખી. ત્યારબાદ પોતાના કૃત્યને છૂપાવવા બાળકીનો મૃતદેહ નિઝામપુરા મીની નદીમાં ફેંકી દીધો.
કેમેરમાં અજય બાઈક પર બાળકીને લઈને જતો દેખાયો
બાળકી ઘરે પાછી ના આવતાં સાંજે લગભગ 7 વાગ્યે પરિવારે તેની શોધખોળ શરૂ કરી. શરૂઆતમાં માતાએ ધાર્યું કે બાળકી ગામમાં રમતી હશે કે આરતીમાં ગઈ હશે, પરંતુ ગામજનોની મદદથી કરેલી શોધખોળમાં તેનો કોઈ પત્તો ન લાગ્યો. ગામમાં આવેલી બેંકના CCTV કેમેરાના ફૂટેજ તપાસતાં ખુલાસો થયો કે સાંજના 4:10 વાગ્યે અજય પઢીયાર બાળકીને બાઇક પર લઈ જતો હતો. આ ફૂટેજના આધારે પોલીસ અને ગ્રામજનો રવિવારે સવારે 4 વાગ્યે અજયના ઘરે પહોંચ્યા.
આરોપી અજયને ઘરેથી ઊંઘમાં જ પડ્યો
અજય પઢીયારને સવારે ઊંઘમાંથી ઉઠાડી પૂછપરછ કરવામાં આવી. શરૂઆતમાં તેણે ગુનો નકારવાનો પ્રયાસ કર્યો અને ગોળગોળ જવાબો આપ્યા. તેણે દાવો કર્યો કે તે શ્રીફળ વધેરવા ગયો હતો, જ્યાં બાળકીનો પગ લપસ્યો અને તે બેભાન થઈ ગઈ, જ્યારે વધુ પૂછપરછ કરતા બીજો જવાબ આપ્યો કે તેને નદીમાં ફેંકી દીધી. જ્યારે પોલીસે વધુ પૂછપરછ કરતાં કબૂલ્યું કે દારૂના નશામાં હતો અને તેણે બદકામ પછી હત્યા કરી નદીમાં ફેંકી દીધી.
બાળકીનો ત્રણ દિવસ સુધી પત્તો લાગ્ય ન હતો
હાલ પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે. SDRF ટીમ અને ડ્રોનની મદદથી નદીમાં બાળકીની શોધખોળ કરવામાં આવી, પરંતુ ત્રણ દિવસ સુધી કોઈ સફળતા મળી નહીં. આખરે, મંગળવારે સવારે નિઝામપુરા મીની નદીમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો. ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું કે મૃતદેહ ખરાબ રીતે ડિકમ્પોઝ્ડ થઈ ગયો હતો, માથાનો ખોપરીનો ભાગ ખવાઈ ગયો હતો, અને શરીરની ચામડી ઉતરી ગઈ હતી. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીના ગુપ્તાંગમાં ઈજાના નિશાન અને ગળાના ભાગે દબાવવાના નિશાન મળી આવ્યા, જે દુષ્કર્મ અને હત્યાની પુષ્ટિ કરે છે.
આરોપી અજય અગાઉ પણ ગુનો કરી ચૂક્યો છે
આરોપી અજય પઢીયારનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અજયે અગાઉ એક બાળકીનું અપહરણ કરવાનો પ્રયાસ કરતાં માર માર્યો હતો, પરંતુ સમાધાન થવાને કારણે પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી. ઉપરાંત, તે નાની-મોટી ચોરીઓ જેવી કે મોબાઈલ, રોકડ અને અન્ય વસ્તુઓની ચોરી કરવાની ટેવ ધરાવે છે. પકડાઈ જાય ત્યારે તે ચોરેલી વસ્તુઓ પરત કરી દેતો હતો, જેના કારણે ગામમાં કોઈએ તેની આદત પર ખાસ ધ્યાન આપ્યું નહોતું. આ બેદરકારીએ તેની હિંમત વધારી, અને આખરે તેણે આ ગંભીર ગુનો આચર્યો.
પીડિત પરિવાર સાથે ઘર જેવા સંબંધઆ ઘટનાને વધુ દુઃખદ બનાવે છે એ હકીકત કે અજય પઢીયારના પીડિત પરિવાર સાથે ઘર જેવા સંબંધ હતા. મૃતક બાળખી આરોપીને કાકા કહીને બોલાવતી. પીડિત પરિવારના કાકાએ જણાવ્યું કે અજય હંમેશા કામ માટે તૈયાર રહેતો હતો અને તેની પત્ની સાથે પણ પરિવારના ઘર જેવા સંબંધ હતા.
ગત રવિવારે પણ અજયે કાકાને ખરીદી માટે લઈ જઈને મદદ કરી હતી, અને તેના ચહેરા પર કોઈ ગુનાહિત ઈરાદાનો સંકેત દેખાયો નહોતો. આવા સંબંધો હોવા છતાં આવું ઘૃણાસ્પદ કૃત્ય આચરવું ગામના લોકો માટે આઘાતજનક છે.
પોલીસની કાર્યવાહી
આંકલાવ પોલીસે આરોપી અજય પઢીયારની ધરપકડ કરી છે અને તેની સામે IPCની કલમ 363 (અપહરણ), 376 (દુષ્કર્મ), 302 (હત્યા) અને POCSO એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ફોરેન્સિક રિપોર્ટ અને CCTV ફૂટેજ જેવા પુરાવાઓના આધારે પોલીસ આગળની તપાસ કરી રહી છે. આ ઘટનાએ ગામમાં શોક અને ગુસ્સાનું વાતાવરણ ઊભું કર્યું છે.
પોલીસે ગેરવર્તન કર્યાનો આક્ષેપ
જ્યારે બાળકી ગુમ થઈ ત્યારે આંકલાવ પોલીસ સ્ટેશનનો ગ્રામજનોએ ઘેરાવ કર્યો હતો. પોલીસને કાર્યવાહીની માગ કરી હતી. જો કે ગ્રામજનોનો આક્ષેપ છે કે પોલીસે ગેરવર્તન કર્યું હતુ. તેમની સાથે તોછડી ભાષામાં વાત કરી હતી. જેનો એક વીડિયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે. પોલીસે કહ્યું હતુ કે જો આગળ વધ્યા તો ગુનો દાખલ થશે. પોલીસના વર્તન સામે પણ લોકો રોષે ભરાયા છે.
આ પણ વાંચો
Anand News: મારા એક નહીં આખા નવાખલ ગામની જીત, દિવ્યાંગ સરપંચ બનતા શું બોલ્યા! |
UP: મહિલા કોન્સ્ટેબલે પ્રેમીને ઘરે બોલાવ્યો, પતિ આવી જતાં થયા આવા હાલ?
Vote Scam: મોદી ભલે ડિગ્રી છૂપાવે, વોટ કૌભાંડથી કેવી રીતે બચશે?, શું મોદીના વળતાં પાણી?
PM Modi: મોદીએ કહ્યું વિપક્ષે મારી માતાને ગોળો બોલી, કોંગ્રેસે પૂછ્યું તો તમે શું કરો છો?, જુઓ
PM Modi: મોદીની ફરી ફજેતી કરી નાખી!, ટ્રમ્પ સલાહકારે કહ્યું મોદી પુતિન-જિનપિંગ સાથે બેડ પર….
Modi China Visit: ‘મોદીનું ગરમ સિંદૂર પાણી થઈ ગયું’, જિનપિંગને ના પૂછ્યું પાકિસ્તાનને કેમ મદદ કરી
PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?