ગુજરાત બન્યું દેવાદાર; રાજ્યનું જાહેર દેવું ₹3,77,963 કરોડને પાર

  • India
  • February 21, 2025
  • 0 Comments
  • ગુજરાત બન્યું દેવાદાર; રાજ્યનું જાહેર દેવું ₹3,77,963 કરોડને પાર

ગુજરાતને વિકાસ મોડલ તરીકે રજૂ કરીને પીએમ નરેન્દ્ર મોદી કેન્દ્રની ગાદી સુધી પહોંચી ગયા છે. પરંતુ આ બધા પાછળ તો અંતે ગુજરાતીઓનો જ બલિદાન રહેલું છે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પાછલા ત્રણ દાયકાથી ગુજરાત સતત દેવાદાર બનતું રહ્યું છે. ગુજરાતના દરેક બાળકના માથે અને નવા અવતરનારા બાળક જન્મ લેશે તેવો જ દેવાદાર બની જશે તેવો સ્થિતિનો જન્મ થઈ ચૂક્યો છે.

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત વિધાનસભામાં કુલ 3,70,250 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. આ ફાળવણી પાછળ પણ રાજકીય ગણિત હોવાનું દેખાઈ રહ્યું છે. ગુરુવારે રજૂ કરવામાં આવેલા બજેટમાં ગુજરાતની પ્રજાને રૂ. 148 કરોડની નજીવી વેરારાહત આપવામાં આવી છે.

પ્રજા પર કોઈ જ નવા વેરાનો બોજ નાખવામાં આવ્યો નથી પરંતુ ઐતિહાસિક બજેટ કરતાં ગુજરાતનું દેવું વધી ગયું છે. આજે ગુજરાતમાં જન્મ લેનાર પ્રત્યેક ગુજરાતી બાળક 66,000 રૂપિયાનું દેવું લઈને જન્મે છે. ગુજરાત રાજ્યનું જાહેર દેવું 3,77,963 કરોડને પાર પહોંચી ગયું છે. જેને લઈને વિપક્ષે સરકારને આડેહાથે લીધી છે.

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગુજરાતના જાહેર દેવા અંગે પૂછેલા પ્રશ્નમાં સરકારે લેખિતમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યનું જાહેર દેવું 3,77,963 કરોડને પાર થયું છે. આ રકમ ગુજરાતના 2025-26ના બજેટ કરતાં પણ વધારે છે.

જાહેર દેવા પેટે ગુજરાત સરકારે વર્ષ 2023-2024માં બે વર્ષમાં વ્યાજ પેટે 25,212 કરોડ ચૂકવ્યા છે, અને રૂ. 26149 કરોડ મુદ્દલ ચૂકવી છે. જ્યારે નાણાકીય સંસ્થાની લોન 7 હજાર કરોડ, બજાર લોન 51 હજાર કરોડ તેમજ કેન્દ્રીય લોન 7 હજાર 634 કરોડની ચાલુ છે. જ્યારે 2022-2023ના વર્ષમાં ગુજરાત સરકારે જાહેર દેવા પેટે 23442 કરોડનું વ્યાજ ચૂકવ્યું હતું જ્યારે 22159 કરોડની મુદ્દલ ચૂકવી દેવામાં આવી હતી.

આ પણ વાંચો-કેમ ટ્રેન્ડ થઈ રહ્યું છે “#ModiJhootaHai”; PM મોદીએ દિલ્હીની મહિલાઓને કરેલો વાયદો BJPએ તોડ્યો

ગુજરાત સરકારના જાહેર દેવા મુદ્દે કોંગ્રેસ સરકારે ભાજપને ઘેરતાં આકરાં પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિશાન સાધતાં કહ્યું હતું કે સરકારી નીતિ દેવું કરીને ઘી પીવા જેવી છે. ‘સરકારે ઉત્સવો, તાયફા કરવા માટે લોન લઈને દેવું કર્યું છે. ગુજરાતની જનતા માથે સતત દેવું વધી રહ્યું છે. 6 કરોડની વસ્તી ગણીએ તો એ મુજબ પ્રતિ વ્યક્તિ પ્રતિ ગુજરાતીના માથે 66,000 રૂપિયાનું દેવું છે. આ મુજબ ગુજરાતમાં જન્મતું બાળક 66,000ના દેવા સાથે મોટું થાય છે.

એ જ રીતે 2025-26નો જે અંદાજ રજૂ કરવામાં આવ્યો છે તે મુજબ દેવું વધીને 4 લાખ 55 હજાર 537 કરોડ થશે. જ્યારે 2026-2027ના અંતે દેવું વધીને 4 લાખ 73 હજાર 651 કરોડ થશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની આવકમાં અધધધધ વધારો થઈ રહ્યો હોવા છતાં તેની નાણાંકીય સ્થિતિ કથળી રહી છે. 2010માં 37000 કરોડ રૂપિયાના બજેટનું કદ આજે વધીને 3,70,250 કરોડ રૂપિયાનું થઈ ગયું હોવા છતાંય ગુજરાત દેવાના ડુંગર તળે કચડાઈ રહ્યું છે.

રાજ્યની આવક કરતાં જાવક વધારે હોવાથી સતત દેવામાં ઊંડું ખૂપતું જ જશે. ગુજરાત આ દેવામાંથી ક્યારેય બહાર આવી શકશે નહીં. પરિણામે ગુજરાતના ગરીબો, બાળકો, મહિલાઓ અને શ્રમિકો તથા ગ્રામ્ય વિસ્તારના લોકોનું જીવન બદતર બનતું જશે.

આ પણ વાંચો-ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિમંત્રણા; લાઇન ઓફ કંટ્રોલ પર 75 મિનિટ ચાલી ફ્લેટ મીટિંગ

Related Posts

Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા
  • October 27, 2025

Russia: રશિયાએ અમર્યાદિત રેન્જ ધરાવતી ‘બુરેવેસ્તનિક’નામની પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા દુનિયાભરમાં ખળભળાટ મચ્યો છે,સાથેજ ચિંતા પ્રસરી છે,આ મિસાઈલ મહિનાઓ સુધી આકાશમાં રહી શકે છે અને વિશ્વના કોઈપણ રડારમાં પકડાયા વગર…

Continue reading
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…
  • October 26, 2025

UP News: ઉત્તર પ્રદેશના ઉન્નાવથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે . અહીં, એક પતિને તેની પત્નીએ માર માર્યો હતો. મારથી પતિ એટલો ઘાયલ થયો કે તેણે 100 ફૂટ ઊંડા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad Accident: કણભા પાસે ટ્રિપલ અકસ્માત, 15થી વધુ ઈજાગ્રસ્ત,ત્રણના મોત

  • October 27, 2025
  • 3 views
Ahmedabad Accident: કણભા પાસે ટ્રિપલ અકસ્માત,  15થી વધુ ઈજાગ્રસ્ત,ત્રણના મોત

Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા

  • October 27, 2025
  • 1 views
Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 7 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 10 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 7 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”