ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિમંત્રણા; લાઇન ઓફ કંટ્રોલ પર 75 મિનિટ ચાલી ફ્લેટ મીટિંગ

  • India
  • February 21, 2025
  • 0 Comments
  • ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિમંત્રણા; લાઇન ઓફ કંટ્રોલ પર 75 મિનિટ ચાલી ફ્લેટ મીટિંગ

ભારત અને પાકિસ્તાન વચ્ચે શુક્રવારે ફ્લેગ મીટિંગ થઈ હતી. જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં લાઇન ઓફ કંટ્રોલ(LOC)પર ગોળીબાર, IED બોમ્બ હુમલાની તાજેતરમાં બનેલી ઘટનાઓ બાદ તણાવ ઘટાડવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશોએ બોર્ડર પર શાંતિ જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. આ મીટિંગ 75 મિનિટથી વધારે સમય સુધી ચાલી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે. તો પાછલા કેટલાક સપ્તાહથી LOC પર તણાવ જોવા મળ્યો હતો. આ મીટિંગમાં 2021થી ચાલી રહેલા સંઘર્ષ પર વિરામ મૂકવા સહિત LOC પર ટેન્શન દૂર કરવા સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ભારત તરફથી પુંછ બ્રિગેડના કમાન્ડર અને પાકિસ્તાની સેનાની બે પાકિસ્તાન બ્રિગેડના કમાન્ડર ઉપસ્થિત રહ્યા હતાં.

ઉલ્લેખનિય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી ફ્લેગ મીટિંગ થઈ ન હતી. અગાઉ 2021માં ફ્લેગ મીટિંગ થઈ હતી. પાકિસ્તાન તરફથી બોર્ડર પર સતત હિંસાત્મક પ્રવૃત્તિઓને અંજામ આપવામાં આવતો હોવાના આરોપ લાગતા રહ્યા છે. 11 ફેબ્રુઆરીએ જમ્મુમાં LOCના અખનૂર સેક્ટરમાં એક ઇમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ (IED) બ્લાસ્ટમાં એક કેપ્ટન સહિત બે જવાન શહીદ થયા હતા.

પાકિસ્તાન દ્વારા LOC પર સતત તણાવ ઊભો કરવાની હરકતોના કારણે ચિંતામાં વધારો થયો છે. હાલમાં પાકે ઘણીવખત સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. બુધવારે રાજૌરીમાં LOC પર ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. ભારતે તેનો જવાબ આપ્યો હતો. અગાઉ પુંછ સેક્ટરમાં ભારતીય ચોકીઓને નિશાન બનાવવામાં આવી હતી.

આ તમામ ચિંતાઓને દૂર કરવા માટે બંને તરથી શાંતિમંત્રણા કરવામાં આવી છે. તેથી આશા રાખવામાં આવી રહી છે કે, આગામી દિવસોમાં પાકિસ્તાન તરફથી નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે નહીં અને તમામ ચિંતાઓને દૂર કરવામાં આવશે.

આ પણ વાંચો- કેમ ટ્રેન્ડ થઈ રહ્યું છે “#ModiJhootaHai”; PM મોદીએ દિલ્હીની મહિલાઓને કરેલો વાયદો BJPએ તોડ્યો

Related Posts

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા
  • June 19, 2026

India Christian Attacks: ભારતમાં ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને ખ્રિસ્તી સમુદાય પર થતા હુમલાઓ હવે કોઈ છૂટાછવાયા બનાવો નથી રહ્યા, પરંતુ એક ચિંતાજનક વલણ બની ગયા છે. આંકડાઓ સાક્ષી પૂરે છે…

Continue reading
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!
  • June 19, 2026

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો વિવાદ માત્ર સામગ્રીનો નથી, પરંતુ તે ગ્રાહકો સાથે કરવામાં આવતી એક મોટી વ્યવસ્થિત છેતરપિંડી છે. સામાન્ય માણસ જ્યારે બજારમાં જઈને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

  • June 20, 2026
  • 2 views
Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 6 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 5 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 10 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 11 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 12 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ