
Gujarat BJP Cabinet Expansion: વોટ ચોરી બહાર આવ્યા બાદ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ભાજપ સરકાર સત્તા ટકાવવા હવાત્યા મારી રહી છે. ત્યારે હવે ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની વાતો ચર્ચાની એરણે છે. ગુજરાતમાં પણ લોકો ભાજપ સરકારથી કંટાળ્યા છે. જેથી મોદી સરકાર ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળ બદલી નાખે તેવી શંકા ઘેરી બની છે. મોદી બાદ હવે અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે. જે બાદ મંત્રીમંડળ વિસ્તરણની વાતને વેગ મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભાજપના એક મંત્રી પાસે એકથી વધુ ખાતા છે. આ કારણે કોઈપણ ખાતામાં બરાબર ધ્યાન આપી શકતા નથી. જેથી લોકોના કામ થતાં નથી. ખુદ ભાજપના ધારસભ્યો જ બૂમો પાડી રહ્યા છે કે તેમના કામ થઈ રહ્યા નથી. તેનું કારણ એ છે કે ભાજપના મંત્રીઓ ઓછા છે અને એક મંત્રી પાસે વધુ ખાતા છે.
બીજી બાજુ મોદી સરકાર ચમત્કાર કરવામાં નંબર વન છે. તે કોઈપણને મુખ્યમંત્રી બનાવી દે છે. અગાઉના કિસ્સા પ્રમાણે જેમ કે વિજય રુપાણી હોય કે ભૂપેન્દ્ર પટેલ. આજ કારણે હાલ ભાજપના બધા ધારાસભ્યને રાત્રે સ્વપ્નમાં લાલ લાઈટ દેખાઈ છે. કે ક્યારે કોને મુખ્યમંત્રી બનાવી દે.
બીજી બાજુ ભાજપના જ નેતાઓ જ પાર્ટી સામે બળવો કરી રહ્યા છે. તાજેતરમાં જ કઠલાલના કનુ ડાભીએ નારાજી દાખવી છે. તેમણે કહ્યું જે કોંગ્રેસમાંથી આવ્યા છે તેમને પ્રધાન્ય અપાઈ છે, જ્યારે ભાજપના જૂના અને ઈમાનદાર નેતાઓની કદર થતી નથી.
જેથી ભાજપ સામે જ હવે મોટો બળવો થતાં ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરી નવું બનાવવું સહેલું રહ્યુ નથી. જ્યારે પહેલા ભાજપ એવા ધારાસભ્યને મુખ્યમંત્રીને જે લોકોએ ક્યારે વિચાર્યુ નહીં હોય. જોકે હવે તેવું ભાજપ માટે અઘરુ બની ગયું છે. વારંવાર બેઠક બોલાવી પડે છે. હાલ ખુદ મોદી આવીને ગયા તો પણ મેર ના પડ્યો. હવે અમિત શાહ આવવાના છે.
બીજુ બાજુ ચૂંટણી માટે મળેલુ દાન દેશભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. હાલમાં ગુજરાતમાં ચૂટણી માટે મળેલા દાનને લઈ મોટો ખૂલાસો થયો છે. જાણવા મળ્યું છે કે બે લોકસભા અને એક વિધાનસભામાં હજારો કરોડનું દાન નામ ના સાંભળ્યું હોય તેવા પક્ષને મળ્યું છે. જેથી તે તપાસનો વિષય બન્યો છે.
ત્યારે આ તમામ મુદ્દે ચર્ચાનો જુઓ વીડિયો
આ પણ વાંચો:
Surat માંથી વિદ્યાર્થીને ભાગાડી જનાર શિક્ષિકા સામે પોક્સોની કલમ ઉમેરાઈ, મેડિકલ તપાસ
UP: દહેજ ના લાવતાં સાસરિયાએ મહિલાને એસિડ પીડાવ્યું,17 દિવસ પછી જે થયું…
Rahul Gandhi: ‘હું રોજ કહુ છું મોદી વોટચોર છે, તો ચૂપ કેમ?, કારણ તે જાણે છે હવે પકડાઈ ગયા’
મોદીએ અદાણીને ધરપકડથી બચાવવા પુરા દેશને દાવ લગાવ્યો, મોટો વિશ્વાસઘાત: Arvind Kejriwal