
■પક્ષાંતર કરાવીને સત્તા અને સંપત્તિ મેળવો પણ પક્ષના હોદ્દા નહીં મળેની મોદી નીતિ અમલી
(સંકલન :દિલીપ પટેલ)
અમદાવાદ, 28 ડિસેમ્બર 2015
Gujarat BJP: ગુજરાત ભાજપ દ્વારા 27 ડિસેમ્બર, 2025 પ્રદેશ સંગઠનના હોદ્દેદારો અને વિવિધ મોરચાના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે,જગદીશ પંચાલ ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ 3 મહિનાના વિલંબ બાદ હોદ્દેદારો નિયુક્ત કરવામાં આવ્યા છે.
ભાજપમાં આંતરિક વિખવાદ વાળવામાં અને ખાળવામાં લાંબો સમય પસાર થયો છે, નવા માળખા બાદ પક્ષમાં આંતરિક ખટપટ વધવાની પૂરી શક્યતા જોવામાં આવી રહી છે.
આ બધા વચ્ચે એક ખાસ વાત એ જોવા મળી રહી છે કે હોદ્દેદારોમાં પક્ષપલટો કરાવીને લાવવામાં આવેલા એક પણ નેતાને સ્થાન આપવામાં આવ્યું નથી.
બીજા પક્ષના નેતાઓને લાવીને ભાજપ ચૂંટણી જીતે છે, સરકારની સત્તામાં ભાગીદાર બનાવે છે, કોન્ટ્રાક્ટ અને નાણાકીય ફાયદો કરાવે એવા કામો આપે છે પણ ભાજપના હોદ્દેદારો તરીકે તેમને ક્યારેય લેવામાં આવતા નથી. આ મોદી નીતિ રહી છે તેનો પડઘો અહીં જોવા મળે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના આદેશ બાદ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા નિમણુંક કરીને જાહેરાત થઈ હતી.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનએ નિર્ણય લીધો હતો.આ નેતાઓને મળવા માટે મુખ્ય પ્રધાન, ઉપમુખ્ય પ્રધાન અને પ્રદેશ પ્રમુખને દિલ્હી બોલાવવામાં આવ્યા બાદ મનાતું હતું કે હિન્દુ મત મુજબ આ કમૂરતા બાદ જાહેરાત થશે પણ એવું થયું નહિ અને અચાનક કમૂરતામાં આ જાહેરાત કરાઈ છે.
સંગઠનના માળખામાં કુલ 10 ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે,4 પ્રદેશ મહામંત્રી, 10 પ્રદેશ મંત્રીની નિમણૂક કરાઈ છે.આ સિવાય પ્રદેશ કોષાધ્યક્ષ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ અને પ્રદેશ મોરચાના પ્રમુખની પણ નવી નવી નિમણૂકો કરવામાં આવી છે.
■પ્રસ્તુત છે 10 ઉપપ્રમુખ નામ અને જીલ્લો
જયદ્રથસિંહ પરમાર પંચમહાલ,
રમેશ ધડુક પોરબંદર,
ભરત પંડ્યા અમદાવાદ જીલ્લો,
રાજેશ ચુડાસમા જૂનાગઢ જીલ્લો,
નટુજી ઠાકોર મહેસાણા,
ગીતાબેન રાઠવા છોટાઉદેપુર,
ગૌતમ ગેડીયા સુરેન્દ્રનગર,
અરવિંદ પટેલ વલસાડ,
રસિક પ્રજાપતિ વડોદરા જીલ્લો,
ઝંખનાબેન પટેલ સુરત શહેર,
■મહામંત્રી
અનિરુદ્ધ દવે કચ્છ,
ડો. પ્રશાંત કોરાટ રાજકોટ જીલ્લો,
અજય બ્રહ્મભટ્ટ ખેડા,
હિતેન્દ્રસિંહ ચૌહાણ સુરેન્દ્રનગર,
■10 મંત્રી
શંકર આંબલિયાર દાહોદ,
ડો. સંજય દેસાઈ બનાસકાંઠા,
નીરવ અમીન આણંદ,
કૈલાશબેન ગામીત તાપી,
મુક્તિબેન મયંકકુમાર જોષી મહીસાગર,
સોનલબેન સોલંકી વલસાડ,
પ્રદીપસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડ સાબરકાંઠા,
સીતાબેન પટેલ મહેસાણા,
આશાબેન નકુમ જામનગર,
હરજીવન પટેલ બનાસકાંઠા,
■કોષાધ્યક્ષડો.
પરિન્દુ ભગત (કોષાધ્યક્ષ) ,
મોહન કુંડારીયા (સહ કોષાધ્યક્ષ), મોરબી
■કાર્યાલય મંત્રી
શ્રીનાથ શાહ અમદાવાદ
■પ્રવક્તા
ડો. અનિલ પટેલ (મુખ્ય પ્રવક્તા),
પ્રશાંત વાળા રાજકોટ શહેર
■વિવિધ મોરચાના પ્રમુખ
મોરચો પ્રમુખનું નામ જીલ્લો/શહેર,
યુવા મોરચા ડો. હેમાંગ જોશી વડોદરા શહેર,
મહિલા મોરચા અંજુબેન વેકરીયા સુરત શહેર,
કિસાન મોરચા હિરેન હિરપરા અમરેલી,
ઓ.બી.સી. મોરચા માનસિંહ પરમાર ગીર સોમનાથ,
એસ.સી. મોરચો. કિરીટ સોલંકી
એસ.ટી. મોરચા ગણપત વસાવા સુરત જીલ્લો,
લઘુમતી મોરચા નાહિન કાઝી ભાવનગર શહેર,
આમ,ભાજપમાં પક્ષાંતર કરાવીને આવેલા નેતાઓ માટે સીધો સંદેશ આપવાનો પ્રયાસ કરાયો છે જેમાં તેઓને શાનમાં સમજાવાયું છે કે અહીં સત્તા અને સંપત્તિ મેળવો પણ પક્ષના હોદ્દા નહીં મળે આ મોદી નીતિ છે જે અમલી કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.
આ પણ વાંચો:
Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!









