Gujarat BJP: ગુજરાત ભાજપની નવી પ્રદેશ સમિતિમાં “CR પાટીલ વિરોધી જૂથ”નો દબદબો! પૂર્વ પ્રમુખોનો પ્રભાવ ઘટાડવાનો પ્રયોગ સફળ રહેશે?

  • Gujarat
  • December 29, 2025
  • 0 Comments

Gujarat BJP: ગુજરાત ભાજપમાં નવા સંગઠન મામલે ગણગણાટ શરૂ થઈ ગયો છે અને કેટલાક અજમાવવામાં આવેલા (પ્રયોગો) નિર્ણયમાં આંતરિક મતભેદો ઉભા થવાની શક્યતાઓ જણાઈ રહી છે.ખાસ કરીને પાટીલના વિરોધી જૂથના નેતાઓને મહત્ત્વના હોદ્દા સોંપીને તેમજ પૂર્વ પ્રમુખોનો પ્રભાવ ઓછો કરવા સંગઠનમાં શક્તિ સંતુલન બદલવાનો પ્રયાસ કરાયો હોવાનું ગણિત માંડવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે જે કેટલું સફળ રહશે તેતો આગામી સમયમાં ખબર પડશે.

કેટલાક એવી ગણતરીમાં પડ્યા હતા કે ભાજપમાં ‘એક વ્યક્તિ, એક હોદ્દો’નો જે નિયમ છે કે તે મુજબ જેઓ પાસે પહેલેથીજ કોઇ જવાબદારી સંભાળે છે તેવા નેતાઓને પ્રદેશ સમિતિમાં સમાવેશ નહિ થાય પણ એવું નથી થયુ અને આવા ઘણાને બીજો હોદ્દો ફાળવી નવી યાદીમાં સમાવિષ્ટ કરાયા છે.નવા પ્રદેશ પ્રમુખ દ્વારા જાહેર થયેલી આ સમિતિમાં પક્ષમાં પૂર્વ પ્રમુખોના પ્રભાવને ઓછો કરાયો હોવાનું કહેવાય છે અને હવે સમીકરણો બદલાઈ ગયા છે.

નવા સંગઠનમાં દક્ષિણ ગુજરાત અને વડોદરા જેવા ભાજપના ગઢની અવગણના થઈ હોવાની લાગણી ઉભી થઇ છે,દક્ષિણ ગુજરાતમાંથી કોઈને મહામંત્રી પદ મળ્યું નથી,કુલ મહામંત્રીઓ માંથી ત્રણ મહામંત્રીઓતો માત્ર સૌરાષ્ટ્રમાંથી છે પરિણામે ઉત્તર અને મધ્ય ગુજરાતના નેતાઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

બીજી નોંધનીય બાબત એ જોવા મળી રહી છે કે તત્કાલીન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સામે પડેલા અને અગાઉ પત્રિકા કાંડ વખતે જેઓના નામો ઉછળ્યા હતા તેવા પાટીલ વિરોધીઓને મહત્ત્વના હોદ્દા ઉપર બિરાજમાન કરાયા છે, જેમાં પૂર્વ મંત્રી અને પાટીલના કટ્ટર વિરોધી મનાતા ગણપત વસાવાને અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક અપાઈ છે.એજ રીતે ઝંખનાબેન પટેલ જેઓની ટિકિટ કાપવામાં આવી હતી તેઓને પ્રદેશ સમિતિમાં ઉપપ્રમુખનો હોદ્દો મળ્યો છે.

સેન્સ પ્રક્રિયામાં કેટલીક વાતો ધ્યાને નહિ લેવાઈ હોવાની પણ ચર્ચાઓ છે, જેમાં સુરેન્દ્રનગરની વાત કરવામાં આવેતો જેઓનો જિલ્લા પ્રમુખ તરીકે જ સ્થાનિક કાર્યકરોનો વિરોધ હતો તેમને પ્રદેશ મહામંત્રી બનાવી દેવાતા સ્થાનિક ભાજપમાં કચવાટ સાથે આ વાત ભારે ચર્ચાસ્પદ બની છે.

તેજ રીતે ખેડાના અજય બ્રહ્મભટ્ટને મહામંત્રી બનાવવામાં આવ્યા છે અને તેનાથી રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આમાં વડોદરા અને ઉત્તર ગુજરાતના દાવેદારોની અવગણના કરવામાં આવી છે અને નવી પ્રદેશ સમિતિમાં ભૌગોલિક સંતુલન ખોરવાયું હોવાની વાતો ચર્ચાઈ રહી છે.

આ પણ વાંચો:

Gujarat Police: પોલીસનો હાઇવે ઉપર ઈજ્જતનો ‘કચરો’ કોણે કર્યો? હપ્તાની લાઈન શુ છે?હર્ષ સંઘવી જાતે આ વીડિયો જોઈને નક્કી કરે!!

Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યામાં મોટો ખુલાસો! આખરે સત્ય સામે આવીજ ગયું! કટ્ટરવાદીઓ ખુલ્લા પડ્યા

Liquor: ગુજરાતના આ ‘CITY’માં હવે ખુલ્લેઆમ દારૂ પી શકાશે! પરમીટની જરૂર નહીં પડે! સરકારે આપી વધુ છૂટછાટ!

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 3 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 4 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 6 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 8 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 11 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 7 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે