ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા કુંભમેળામાં, 400 બેડવાળા શયનગૃહનું કર્યું ઉદ્ઘાટન

  • India
  • February 7, 2025
  • 0 Comments

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તરપ્રદેશના પ્રાયગરાજમાં યોજાયેલા કુંભના મેળામાં પહોંચ્યા છે. જ્યા ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા પછી, યોગી સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે કુંભ વિસ્તારમાં સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને કોઈને પણ ક્યાંય કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો નથી. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે કરેલી વ્યવસ્થા અદ્ભુત છે. સ્વચ્છતાથી લઈને દરેક સુવિધા સુધી, બધું જ ખૂબ સારું છે.

Image

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શુક્રવારે સવારે 9 વાગ્યે વિમાન દ્વારા પ્રયાગરાજ પહોંચ્યા હતા. રાજ્યના ઔદ્યોગિક વિકાસ મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદીએ તેમનું સ્વાગત કર્યું. અહીંથી તેઓ સીધા બડે  હનુમાન મંદિર ગયા, જ્યાં તેમણે સંપૂર્ણ વિધિ અને વૈદિક મંત્રોના જાપ સાથે પૂજા અને આરતી કરી હતી.

400 બેડવાળા શયનગૃહનું પણ ઉદ્ઘાટન

બડે હનુમાન મંદિરમાં દર્શન અને પૂજા કર્યા પછી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સેક્ટર 7 સ્થિત ગુજરાત પેવેલિયન પહોંચ્યા. અહીં તેમણે મંડપનું નિરીક્ષણ કર્યું. ગુજરાત પેવેલિયનમાં, તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતી આશ્રમ અને સૂર્ય મંદિરની પ્રતિકૃતિઓનું નિરીક્ષણ કર્યું, સાથે જ મેડિકલ કેમ્પ, સાહિત્ય સ્ટોલ અને અન્ય ગેલેરીઓની પણ મુલાકાત લીધી. અહીં તેમણે ગુજરાતના ઉત્પાદનોના પ્રદર્શનની પણ મુલાકાત લીધી અને બધી વ્યવસ્થાઓની પ્રશંસા કરી. ગુજરાતમાંથી મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે, તેમણે અહીં 400 બેડવાળા શયનગૃહનું પણ ઉદ્ઘાટન કર્યું હતુ.

ગુજરાત પેવેલીયનની લીધી મુલાકાત, વિડિયો જોવા નીચેની લીંક પર ક્લિક કરો

https://x.com/Bhupendrapbjp/status/1887813958599581792

આ પણ વાંચોઃ US: અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરી મામલે હરિયાણામાં કાર્યવાહી, 3 એજન્ટો સામે FIR

Related Posts

Strait of Hormuz: ભારત માટે GOOD NEWS હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો પસાર થવા દેવા ઈરાને આપી મંજૂરી! ટ્રમ્પના સીઝફાયર પ્રસ્તાવને ઈરાને ફગાવ્યો!
  • March 26, 2026

Strait of Hormuz: અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે 27મો દિવસ છે, ટ્રમ્પની યુદ્ધ વિરામની વાતો ઈરાને ગપગોળા જણાવી છે અને કહ્યુ છે કે “અમે પહેલા પણ કહી ચુક્યા છે કે…

Continue reading
Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!
  • March 24, 2026

Narendramodi: અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને રોકવા માટે પાકિસ્તાન મધ્યસ્થી તરીકે ઉભરી આવ્યું છે. અહેવાલો સૂચવે છે કે આ અઠવાડિયાના અંતમાં ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સામ-સામે મુલાકાત થઈ શકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat News: સુરતમાં ધંધા બંધ થતાં હજ્જારો કામદારોની હિજરત શરૂ! સુરત મહામંદીમાં સપડાયું!

  • March 27, 2026
  • 3 views
Surat News: સુરતમાં ધંધા બંધ થતાં હજ્જારો કામદારોની હિજરત શરૂ! સુરત મહામંદીમાં સપડાયું!

Bhupendrapatel: ગુજરાતનું દેવુ વધતું જાય છે! નરેન્દ્ર મોદી કરોડો રૂપિયાનો ધુમાડો કરી ચુક્યા છે! રિલાયન્સ પાસેથી કરોડોની વસૂલાત બાકી!

  • March 27, 2026
  • 7 views
Bhupendrapatel: ગુજરાતનું દેવુ વધતું જાય છે! નરેન્દ્ર મોદી કરોડો રૂપિયાનો ધુમાડો કરી ચુક્યા છે! રિલાયન્સ પાસેથી કરોડોની વસૂલાત બાકી!

Narendramodi: દેશમાં લાગેલી કતારોને સરકાર અફવા ગણાવે છે! તો પછી મોદી સાહેબ એમ કહે છે કે “કોરોના જેવી સ્થિતિ માટે તૈયાર થઈ જાવ!” નિવેદનોમાં વિરોધાભાસની સ્થિતિ

  • March 27, 2026
  • 10 views
Narendramodi: દેશમાં લાગેલી કતારોને સરકાર અફવા ગણાવે છે! તો પછી મોદી સાહેબ એમ કહે છે કે “કોરોના જેવી સ્થિતિ માટે તૈયાર થઈ જાવ!” નિવેદનોમાં વિરોધાભાસની સ્થિતિ

Donald Trump: ઈરાન માટે રોજ જુઠ્ઠા સ્ટેટમેન્ટ આપતા ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયામાં ઉડી રહી છે મજાક! ભારતીય અભિનેતા બોમન ઈરાનીએ કહ્યું,” ટ્રમ્પ અમારી સાથે વાત કરવા માંગે છે!”

  • March 27, 2026
  • 6 views
Donald Trump: ઈરાન માટે રોજ જુઠ્ઠા સ્ટેટમેન્ટ આપતા ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયામાં ઉડી રહી છે મજાક! ભારતીય અભિનેતા બોમન ઈરાનીએ કહ્યું,” ટ્રમ્પ અમારી સાથે વાત કરવા માંગે છે!”

BJP Learder: ભાજપના નેતાઓ સામે મહિલાઓના શોષણના આરોપ કેમ લાગે છે? તે પછી ‘BOBBY GATE કાંડ’હોય કે ગુજરાતનો ‘નલિયા કાંડ’ જાણો શુ છે આખો મામલો!

  • March 26, 2026
  • 10 views
BJP Learder: ભાજપના નેતાઓ સામે મહિલાઓના શોષણના આરોપ કેમ લાગે છે? તે પછી ‘BOBBY GATE કાંડ’હોય કે ગુજરાતનો ‘નલિયા કાંડ’ જાણો શુ છે આખો મામલો!

Narendramodi: મિત્રો, હવે સૌએ કોરોનાની જેમ સામનો કરવાનો છે! મોદી સાહેબે તો કહી દીધું! હવે જનતાનો મરો!!

  • March 26, 2026
  • 13 views
Narendramodi: મિત્રો, હવે સૌએ કોરોનાની જેમ સામનો કરવાનો છે! મોદી સાહેબે તો કહી દીધું! હવે જનતાનો મરો!!