State Health Data: ગુજરાતમાં અન્ય રાજ્યો કરતા બાળ મૃત્યુદર વધ્યો! સરકારી યોજનાઓમાં ખર્ચાતા લાખ્ખો રૂપિયા ક્યાં જાય છે?

  • Gujarat
  • December 19, 2025
  • 0 Comments

State Health Data: ગુજરાતમાં સરકારી યોજનાઓના નામે કરોડોનો ખર્ચ છતાં યોજનાઓ માત્ર કાગળ ઉપર રહી હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે શિક્ષણમાં ગુજરાતની સ્થિતિ અન્ય રાજ્યોની સરખામણીમાં બેહદ ખરાબ હોવાનું સામે આવ્યા બાદ હવે બાળ મૃત્યુદરમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં આગળ હોવાનું સપાટી ઉપર આવ્યું છે.

આ માટે પણ યોજનાઓ છે તેમાં લાખ્ખોનો ખર્ચ છતાં પરિણામો મળી શકતા નથી.બાળ મૃત્યુ ન થાય તે માટે સરકારે બાળ સખા યોજના, જનની સુરક્ષા અભિયાન સહિત ઘણી સરકારી યોજનાઓ અમલમાં મૂકી છે તે સિવાય કુપોષણમુક્ત ગુજરાત બનાવવા સરકાર લાખો રૂપિયા ખર્ચ કરી રહી છે અને ખાસ દર વર્ષે બજેટમાં નાણાંકીય જોગવાઈઓ છે, તેમ છતાંય હજારો નવજાત દમ તોડી રહયા છે.

ગુજરાતમાં જે રીતે આંકડા સામે આવી રહયા છે તેમાં પાંચ વર્ષ કરતાં ઓછી વયના બાળકોના મૃત્યુ દરમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં આગળ છે અને ગુજરાતમાં દર એક હજાર બાળકોએ 23 નવજાત મોત થઈ રહ્યા છે, જ્યારે કેરળમાં એક હજાર દીઠ 8, કાશ્મીરમાં 15, ૫.બંગાળમાં 18, કર્ણાટકમાં 17, મહારાષ્ટ્રમાં 16 અને તામિલનાડુમાં 13 શિશુના મૃત્યુ થતા હોવાનું નોંધાયું છે આમ અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં નવજાત શિશુનો મૃત્યુદર ઊંચો છે.

આમ,ગુજરાતમાં સરકારી યોજનાઓ બિનઅસરકારક જણાઈ રહી છે અને સરકારી યોજનાઓમાં મળતિયાઓને ફાયદો થઈ રહ્યાનું ચિત્ર જોવા મળી રહ્યું છે કારણકે આટલા ખર્ચ અને યોજનાઓ છતાં ગુજરાતમાં મૃત્યુદર કેમ ઊંચો છે તેનો જવાબ કોઈને મળતો નથી.ત્યારે મનોમંથન કરવાનો સમય હવે પાકી ગયો છે.

આ પણ વાંચો:

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Padaliya News:બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

College Student: કોલેજ સ્ટુડન્ટસ યુવતીઓએ મોબાઈલના ChatGPT પર સર્ચ કર્યું ‘How to commit Suicide!’ અને પછી જે કર્યું તે જાણી ચોંકી જશો!
  • March 7, 2026

College Student: આજકાલના બાળકોને સમજવા ખૂબ અઘરા હોય છે અને અતિ વ્યસ્ત સમયમાં તેઓ શુ વિચારે છે? શું ઈચ્છે છે ? તેઓનું ફ્રેન્ડ સર્કલ શુ છે? ક્યાં જાય છે? મોબાઈલમાં…

Continue reading
Liquor: અમદાવાદમાં ગરીબોને જ્યારે ગુંડાઓએ મકાન ખાલી કરવા ધમકી આપી અને આ યુવા નેતાએ કરી એન્ટ્રી! પોલીસની હાલત જોવા જેવી થઈ!
  • March 3, 2026

Liquor: અમદાવાદમાં ગરીબોને તેમના ઘર ખાલી કરી ભાગી જવા ગુંડાઓ દ્વારા અપાઈ રહેલી ફિલ્મી ધમકીઓ વચ્ચે હવે હીરોની એન્ટ્રી થઈ છે અને આ હીરો એટલે જીગ્નેશ મેવાણી કે જેઓ બનાસકાંઠા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War: શુ ઈરાન દુનિયાને વધુ એક મોટો ઝટકો આપશે? જો એવું થયુંતો દુનિયા 20મી સદીમાં ધકેલાઈ જશે!! ટ્રમ્પ ફફડ્યા!

  • March 11, 2026
  • 3 views
Iran War: શુ ઈરાન દુનિયાને વધુ એક મોટો ઝટકો આપશે? જો એવું થયુંતો દુનિયા 20મી સદીમાં ધકેલાઈ જશે!! ટ્રમ્પ ફફડ્યા!

Farmer: ભાવનગરના મહુવામાં નિરમા લિમિટેડ વિરુદ્ધ ખેડૂત આંદોલનમાં ખેડૂતોએ ગજબની એકતા બતાવી હતી! જાણો, આજથી 15 વર્ષ પહેલાં શુ બન્યું હતું?

  • March 11, 2026
  • 6 views
Farmer: ભાવનગરના મહુવામાં નિરમા લિમિટેડ વિરુદ્ધ ખેડૂત આંદોલનમાં ખેડૂતોએ ગજબની એકતા બતાવી હતી! જાણો, આજથી 15 વર્ષ પહેલાં શુ બન્યું હતું?

PM Modi: ‘સીંદરી બળે પણ વળ ન જાય’ ‘તાનાશાહો’ ઈરાનની ‘રણનીતિ’ સામે ફેઈલ! છતાં તંગડી ઊંચી રાખી રહ્યા છે! જુઓ ખાસ વિશ્લેષણ

  • March 11, 2026
  • 7 views
PM Modi: ‘સીંદરી બળે પણ વળ ન જાય’ ‘તાનાશાહો’ ઈરાનની ‘રણનીતિ’ સામે ફેઈલ! છતાં તંગડી ઊંચી રાખી રહ્યા છે! જુઓ ખાસ વિશ્લેષણ

Trump: “સાપે છછૂંદર ગળ્યા જેવો ઘાટ” અમેરિકા બરાબરનું ભેરવાયું! સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ! ઈરાનની રણનીતિની મોટી જીત!

  • March 11, 2026
  • 12 views
Trump: “સાપે છછૂંદર ગળ્યા જેવો ઘાટ” અમેરિકા બરાબરનું ભેરવાયું! સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ! ઈરાનની રણનીતિની મોટી જીત!

Nuclear testing: ઈરાન પરમાણુ બોમ્બ બનાવવા માટે સક્ષમ છે! IAEA ચીફના દાવાથી ખળભળાટ! શુ ઇરાને ભૂગર્ભ પરીક્ષણ કર્યું?

  • March 11, 2026
  • 22 views
Nuclear testing: ઈરાન પરમાણુ બોમ્બ બનાવવા માટે સક્ષમ છે! IAEA ચીફના દાવાથી ખળભળાટ! શુ ઇરાને ભૂગર્ભ પરીક્ષણ કર્યું?

Donald Trump: અમેરિકામાં રિલાયન્સ 300 અબજ ડોલરના રોકાણ સાથે તેલ રિફાઇનરી ખોલશે!ટ્રમ્પની જાહેરાત

  • March 11, 2026
  • 14 views
Donald Trump: અમેરિકામાં રિલાયન્સ 300 અબજ ડોલરના રોકાણ સાથે તેલ રિફાઇનરી ખોલશે!ટ્રમ્પની જાહેરાત