
IT raids Gujarat: રાજ્યના વિવિધ શહેરોમાં ફરી IT વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. જામનગરના જાણીતા મીઠાના ઉત્પાદક દેવ સૉલ્ટમાં ITનું સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. ડી.એસ.ઝાલા અને હિતેન્દ્ર ઝાલા સહિતના 16 વેપારીઓને ત્યા દરોડા પાડ્યા છે.
જામનગર-દ્વારકા હાઈવે પર હરિ નામના ફૂડ મોલમાં પણ તપાસ હાથ ધરાઇ છે. જામનગર, રાજકોટ, અમદાવાદ અને મોરબીમાં તપાસ ચાલી રહી છે. IT વિભાગની તપાસમાં મોટા બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતાઓ સેવાઈ રહીછે.
મોરબીના માળિયામાં આવેલી દેવ મીઠાની ફેક્ટરીમાં, જામનગરના જાણીતા મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ઉપર પણ તવાઈ બોલાવાઈ છે. બાતમીના આધારે મીઠાના વેપારીઓ પર રેડ પાડવામાં આવી છે. 150 કરતાં વધુ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Gujarat: હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા અને ચિરાગ પટેલ સામે નોંધાયેલા રાજદ્રોહના કેસો સરકારે પરત ખેંચ્યા
આ પણ વાંચોઃ દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ સહિત અનેક શાળાઓને ફરીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી