
Gujarat: ઘણા વર્ષોથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ હવે ભાજપનું નાક દબાવવા જઈ રહી છે. જો કે કોંગ્રેસ માટે આ શક્ય નથી. કોંગ્રેસના સ્થાનિક નેતાઓ પ્રામાણી રહેશે તો જ ભાજપને હરાવવું કોંગ્રેસ માટે શક્ય છે. કારણ કે ગુજરાત સિવાય ભાજપ ક્યાય મજબૂત નથી. જેથી ભાજપના ગઢને કોંગ્રેસ જીતવા માગે છે. જેથી ચૂંટણી જીતવાનો રસ્તો જોખ્ખો થઈ જાય. ત્યારે રાહુલ ગાંધી ટૂંકા ગાળામાં બેવાર ગુજરાતની મુલાકાત કરી છે. આજથી તેઓ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ અરવલ્લી જીલ્લાના મોડાસામાં પહોંચ્યા હતા. મોડાસામાં રાહુલ ગાંધીએ 1200 બૂથ કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. જ્યાથી કોંગ્રેસે સંગઠન સર્જન અભિયાન શરૂ કર્યું છે. જેમાં જિલ્લા સ્તરેથી પાર્ટીને મજબૂત કરવાનું આયોજન છે.
ગુજરાતમાં યોજાયેલી ગત અનેક ચૂંટણીઓમાં કોંગ્રેસના નેતૃત્વ અને સંગઠન સામે સવાલો થતા રહે છે. એવામાં રાહુલ ગાંધીના પ્રવાસથી કોંગ્રેસના કાર્યકરો પણ જોશમાં છે. જો કે આ જોશ ભાજપ સામે કેટલો ટકશે તે પણ એક સવાલ છે. રાહુલ ગાંધીએ અગાઉ “રેસના ઘોડા અને લગ્નના ઘોડા”નું ઉદાહરણ આપીને “નેતૃત્વ વહેંચણી અને યોગ્ય નેતાને યોગ્ય સ્થાન”નો સૂચક ઇશારો કર્યો છે.
રાહુલે જણાવ્યું કે, ઉપરથી કોઈ નેતાઓના આદેશો નહીં આવે. હવે મનમરજી ઉમેદવારોને નેતાઓના આશીર્વાદથી નહીં ઉભા રખાય. સીનિયર બનીને ફરતા નેતાઓ પર અંકુશ આવશે. જેની પકડ બૂથ સાથે હશે તે જ નેતા હશે.
કોંગ્રેસ પાર્ટીમાં બદલાવની જરુર
રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે છેલ્લાં ઘણાં સમયથી અમારી પાર્ટી નિરાશ જોવા મળે છે. ગુજરાતમાં નિરાશા જોવા મળી રહી છે. એવું લાગે છે કે, આ ખૂબ મુશ્કેલ કામ છે. પરંતુ, હું તમને અહીં જણાવવા આવ્યો છું કે, આ કોઈ અઘરૂ કામ નથી. આપણે ગુજરાતમાં આ કામ કરીને રહીશું. અમે નિર્ણય લીધો છે કે, કોંગ્રેસ પાર્ટીમાં થોડા બદલાવની જરૂર છે.
ત્યારે આ વીડિયોમાં જુઓ વરિષ્ઠ પત્રકાર દિલિપ પટેલનું વિશ્લેષણ. કે રાહુલ ગાંંધીએ ગુજરાતમાંથી ચૂંટણી જીતવા મહેનત અત્યારથી જ કેમ શરુ કરી દીધી છે?
આ પણ વાંચો:
Rajkot: દશા માતાના નામે ધતિંગ કરતી વધુ એક ભૂવી ઝડપાઈ, વિજ્ઞાન જાથા દ્વારા પર્દાફાશ, ભક્તોમાં રોષ
Surat AAP protest: સુરતને અસામાજિક તત્વોનો અડ્ડો બનતાં રોકવા AAPની માંગ, કમિશ્નરને આવેદન
Bihar: 4 બાળકો સહિત 5 જીવતાં સળગ્યા, 15 ગુમ, મુઝફ્ફરપુરની ઝૂંપડપટ્ટીમાંઆગ