
ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટીએ સૌથી માટા જીલ્લા કચ્છમાં વારંવાર ભૂકંપ આવતાં હોય છે. ત્યારે આજે એક જ દિવસ બેવાર ભૂકંપ આવતાં લોકો ફફડી ગયા છે. જેથી લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા.
ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR)મુજબ પ્રથમ ભૂકંપ સવારે 11:12 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 નોંધાઈ હતી. તેનું કેન્દ્ર રાપરથી 16 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં હતું. જેની એક મિનિટ બાદ 2.8ની તીવ્રતાનો બીજો ભૂકંપનો આંચકો અનુભવાયો, જેનું કેન્દ્ર ભચાઉના ઉત્તર-ઉત્તર-પૂર્વમાં હતું. જો કે આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે નુકસાન ન થતાં લોકોએ રાહતના શ્વાસ લીધા છે.
કચ્છમાં 2001માં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો
વર્ષ 2001માં આેવેલા ભૂકંપે કચ્છમાં ભયાનક તારાજી સર્જી હતી. આ ભૂકંપને કારણે કચ્છમાં વિનાશ વેર્યો હતો. 26મી જાન્યુઆરી 2001ના રોજ શુક્રવારના દિવસે બરાબર 8.45 વાગ્યે રાજ્ય સાથે દેશ તેમજ કચ્છ જિલ્લો પ્રજાસતાક દિનની ઉજવણીમાં વ્યસ્ત હતો. આ દરમિયાન અચાનક ધરા ધુ્રજવા લાગી હતી. આ સાથે જ રિકટરસ્કેલ પર 6.9ની તીવ્રતાના ભૂકંપ આવ્યો હતો અને થોડી જ ક્ષણોમાં બધુ જ હતુ ન હતુ કરી નાખ્યુ હતુ. આ ભૂકંપનું કેન્દ્ર ભચાઉ તાલુકાથી 12 કિ.મી. દુર ચોબારી ગામ પાસે નોંધાયુ હતું અને આ ભૂકંપે 700 કિ.મી. સુધીના વિસ્તારને અસર કરી હતી. આ ભૂકંપના એક આંચકામાં હજારો ઈમારતો પતાના મહેલની જેમ જમીન દોસ્ત થઈ હતી ગઈ હતી. આ ભૂકંપમાં ગુજરાતમાં 20 હજાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે હજારો લોકો બેઘર બન્યા હતા. આ ભીષણ ભૂકંપમાં 4 લાખ મકાનો ધરાશાયી થયા હતા. આ સિવાય ગુજરાતના 21 જિલ્લામાં ભૂકંપની અસર કરી હતી.
આ પણ વાંચોઃ Ahmedabad: PH.D થયેલા પ્રોફેસરે વિદ્યાર્થિની પાસે બીભત્સ માગણી કરતાં સસ્પેન્ડ, મેસેજ પણ કરતો
આ પણ વાંચોઃ કહાનવાડી જમીન કૌભાંડ: ત્યાગ વલ્લભ સ્વામીનું પૂતળું સળગાવાયું, ગ્રામજનો ઉગ્ર |Kahanvadi land Scame
આ પણ વાંચોઃ યુક્રેન-અમેરિકા વચ્ચે સાઉદી અરેબિયામાં બેઠક!, શું રશિયા સાથે યુધ્ધ ખતમ કરશે? | Saudi Arabia







