
Gujarat education : તાજેતરમાં કેન્દ્ર સરકારે એક અહેવાલ જાહેર કર્યો હતો જેમાં આખા દેશના તમામ રાજ્યોની શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણની કેવી પરિસ્થિતિ છે તેનો રિપોર્ટ જાહેર થયો છે તેમાં ગુજરાતમાં એક શિક્ષકથી ચાલતી શાળાઓમાં વધારો થયો છે. 3 વર્ષમાં જે 1754 શાળાઓ હવે તે આજે 24-25 માં વધીને 3 હજાર જેટલી થઈ ગઈ છે અને તેમાં ભણતા વિદ્યાર્થીઓ હતા 71 હજારથી વધીને 1 લાખ થઈ ગયા છે. જેઓ માત્ર એક શિક્ષક દ્વારા ચાલતી શાળાઓમા ભણી રહ્યા છે. ગુજરતમાં આ ચિંતા ઉપજાવતી સ્થતિ ઉભી થઈ છે ત્યારે આ મામલે ધ ગુજરાત રિપોર્ટની વિશિષ્ટ સિરિઝ કાલ ચક્રમાં વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે ચર્ચા કરી હતી.
મોદીએ કરી હતી મોટી મોટી વાતો
રાજ્યમાં સ્કૂલોની સંખ્યા ઘટી છે. તેમજ તેમાં શિક્ષકોનો પણ ઘટાડો થયો છે. જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કહ્યું હતુ કે, દેશને આગળ લઈ જવો હોય તો ખાલી ગાંધીનગરમાં બેસીને નિવેદનબાજીઓ કરવાથી મેળ ન પડે, ગામડાઓ ખૂંદવા પડે, બાળકોને આંગળી પકડીને શાળાએ લઈ જવા પડે, ઓરડા ખૂટતા હોય તો નવા ઓરડા બનાવવા પડજે, શિક્ષકો ખૂંટતા હોય તો નવા શિક્ષકોની ભરતી કરવી પડે, શાળાઓમાં ટોયલેટ ન હોય તો બનાવવા પડે, મધ્યાહન ભોજનની વ્યવસ્થા કરવી પડે, બાળકોને યુનિફોર્મ, પુસ્તકો અને રમકડા મળે ત્યાં સુધીની ચિંતા કરવી પડે. આ બધુ કરીએ તો જ ગુજરાતની આતી કાલ સુખી થાય. આરામ કરવાથી ન થાય.
ગુજરાતમાં 80 ટકા શાળા છોડી દેવાનો દર જાહેર
દિલીપ પટેલે જણાવ્યું કે, અત્યારે 53 હજાર શાળાઓ થઈ ગઈ છે. ગુજરાત શિક્ષણ સંકટ અંગે મોદી સરકારનો ડેટા જાહેર થયો છે જેમાં ગુજરાતમાં 80 ટકા શાળા છોડી દેવાનો દર જાહેર થયો છે. મોદી મોડેલ હેઠળ ગુજરાત શાળાઓ નિષ્ફળ ગઈ છે. મોદીના દાવા છતાં ગુજરાતમાં નિરક્ષરતાની સમસ્યા ઉભી થઈ છે. મોદીના મોટા વચનો વિરુદ્ધ ગુજરાત શિક્ષણની વાસ્તવિકતા સામે આવી છે.
ગુજરાતની શાળાઓમાં શિક્ષણની જમીની વાસ્તવિકતા
ભાજપ શાસનમાં ગુજરાતમાં શિક્ષણ સંકટ ઉભી થઈ છે. ગુજરાતમાં 80 ટકા વિદ્યાર્થીઓ શાળા છોડી કેમ જાય છે ? મોદી સરકાર દ્વારા ગુજરાત સાક્ષરતા નિષ્ફળતાનો પર્દાફાશ થયો છે. ગુજરાતની શાળાઓમાં શિક્ષણની જમીની વાસ્તવિકતાનો રિપોર્ટ જાહેર થયો છે . ત્યારે આ મામલે વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે શું કહ્યું જુઓ વીડિયો…
આ પણ વાંચો:
Ahmedabad: સુરક્ષાની વાતો વચ્ચે જુહાપુરામાં છરીથી હુમલો, 2 લોકો ઈજાગ્રસ્ત, વીડિયો વાયરલ
Kerala: દુનિયામાં જીવલેણ મહામારીનો ખતરો! જો ધ્યાન નહીં રાખો તો બની જશો શિકાર
Afghanistan Earthquack: અફઘાનિસ્તાનમાં 5 વાર ધરતી ધ્રુજી, 800 થી વધુ લોકોના મૃત્યુ, 2500 થી વધુ ઘાયલ
Bhavnagar: હજુ પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી ત્યાં કંસારાની હાલત બદતર થઈ