Kanti Amritiya: ખેડૂતો ગાંધીનગર જાય તો પોલીસ દંડા મારે પણ ભાજપ MLA કાંતિ અમૃતિયા સામે પોલીસ નતમસ્તકે પડી જાય

 દિલીપ પટેલ

અમદાવાદ, 16 જૂલાઈ 2025

Kanti Amritiya: હક, અધિકાર, ન્યાય માટે શિક્ષિત, બેરોજગાર, ખેડૂતો કે સરકારી નોકરિયાત ગાંધીનગરના સચિવાલયનો દરવાજે જાય તો પોલીસ દંડા ફટકારે છે. પરંતુ ભાજપના ધારાસભ્ય સમર્થકો સાથે રાજકીય તાયફો કરવા જાય તો પોલીસ-તંત્ર નતમસ્તકે પડી જાય છે. ટૂંકમાં, કેસરિયો ખેસ પહેરો તો નિયમો નડે જ નહીં.

ગુજરાતના ટેટ-ટાટ પાસ, એલ.આર.ડી., જીપીએસસી સહિતના યુવાન યુવતીઓ હક્ક અધિકાર, ન્યાય માંગવા જાય તો સચિવાલયના દરવાજા બંધ, પોલીસ કરે છે અમાનવીય વ્યવહાર.

ટાટ-ટેટ પાસ ઉમેદવારો, એલઆરડી, જીપીએસસી મુદ્દે અથવા વિવિધ પડતર માંગણીઓને લઈને સરકારી કર્મચારીઓ, આંગણવાડીની બહેનો પાટનગરમાં આંદોલન કરે તો પોલીસ ઢસડીને પોલીસ સ્ટેશન લઈ જાય છે. આંદોલનકારીઓ લાઠીઓ ઉગામે છે. દેખાવો-વિરોધ પ્રદર્શનનું નામ સાંભળતાં જ પાટનગર જાણે પોલીસ છાવણીમાં તબદીલ થઈ જાય છે.

જ્યારે આજે મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા તેમના સમર્થકો સાથે 70થી વઘુ ગાડીઓના કાફલા સાથે ગાંધીનગર આવી પહોચ્યા ત્યારે સચિવાલયમાં જાણે રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી. પોલીસે કોઈ રોકટોક કર્યા વિના બધીય ગાડીઓ સાથે સમર્થકોને વિના પાસ જવા દીધા હતા. પોલીસ ચૂપ રહી.

શિક્ષકનું રુદન

5 ઓગસ્ટ 2024માં ગાંધીનગરમાં સરકારી ભરતીના HTAT, TAT, અન્ય ભાષાના શિક્ષક ઉમેદવારો અને ફોરેસ્ટ ઉમેદવારોએ રજૂઆત અને આંદોલનથી સરકારને ઘેરી હતી. ત્યારે સરકારે રજૂઆત સાંભળવાને બદલે સચિવાલયના ગેટ ઉપર પોલીસ બંદોબસ્ત મૂકી ઉમેદવારોની એન્ટ્રી બંધ કરી દીધી હતી. રાજ્યના અલગ અલગ ખૂણેથી આવેલા ઉમેદવારોએ સચિવાલયના ગેટ ઉપર જ રજૂઆત શરૂ કરી દીધી હતી. રજૂઆત દરમિયાન જ એક યુવકે રુદન કર્યું હતું.

ગાંધીનગરમાં શિક્ષકોની ભરતી મુદ્દે ગાંધીનગરના સેક્ટર 11 ના રામ કથા મેદાનમાં 500 જેટલાં ફોરેસ્ટ બિટ ગેસની પરીક્ષાના ઉમેદવારો ભેગા થયા હતા અને CBRT – કોમ્પ્યુટર બેઝ રીક્રુટમેન્ટ ટેસ્ટ રદ્દ કરવાની માંગ હતી હતી. જ્યારે બીજી બાજુ સચિવાલય ના ગેટ નંબર 1 ઉપર અન્ય માધ્યમ (ગુજરાતી માધ્યમ સિવાય) ના શિક્ષક ભરતીના ઉમેદવારોએ મોરચો ખોલ્યો હતો.

સરકાર સામે આંદોલન અને રજૂઆતની ભિતિથી સચિવાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેમાં સોમવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી મંડળને રાજ્યના અરજદારો પોતાની રજૂઆત લઈને રૂબરૂ મળવા આવતા હોય છે. જેમાં સોમવાર ખાસ અરજદારો માટે સરકારના મંત્રીઓનો સમય અનામત રાખવામાં આવ્યો હોય છે.

2020માં ગાંધીનગર સચિવાલયનાં ઘેરાવ પૂર્વે 50થી વધુ LRD પુરુષ ઉમેદવારોની અટકાયત કરી હતી.

આ પણ વાંચોઃ

Gujarat Roads Corruption: માર્ગો પર ભ્રષ્ટાચારના ખાડા પુરતો ભાજપ, ગુજરાતના રસ્તા મોતનો માર્ગ બની ગયા

સુખીએ દુઃખી કર્યાં: કુંવર બાવળીયાએ નહેરનું રૂ. 225 કરોડનું કામ શરૂ કરાવ્યું તે તૂટ્યુ, નહેર ધોવાઇ ગઈ | Chhota Udepur

Astrology: ન્યાયના કારક શનિ મહારાજનું વક્રી ભ્રમણ કોને ફળશે?

TELANGANA: રેસ્ક્યૂને થયા 10 દિવસ, ટનલમાંથી 4 મૃતદેહ મળ્યા, અન્ય 4ને બહાર કાઢવાનું ચાલુ, શું થઈ હશે સ્થિતિ?

Kheda: પુત્રની લાલચમાં ક્રૂર પિતાએ પુત્રીનો જીવ લીધો, કેનાલમાં ફેકી દીધી, પત્નીની હચમાચાવી નાખતી વાતો

UP Murder: પતિના મોત પછી મહિલાને પાડોશી સાથે પ્રેમ કરવો ભારે પડ્યો, પુત્રીની સામે જ છરી મારી મોતને ઘાટ ઉતારી

UP Crime: શિવ વર્મા કપાળ પર તિલક લગાવી કાસિબ પઠાણ બન્યો, હિન્દુ છોકરી પર 2 વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો, જાણો સમગ્ર ઘટના

UP Crime: રીલ અને રુમાલે દંપતિનું જીવન બરાબાદ કરી નાખ્યું, રાધાએ પરિવારોને રડતાં મૂકી દુનિયા છોડી દીધી, જાણો શું થયું?

 

 

Related Posts

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!
  • October 28, 2025

BOTAD: બોટાદ જિલ્લાના એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) યાર્ડમાં કપાસ અને અન્ય પાકની ખરીદી દરમિયાન ચાલતી ‘કડદા‘ (અથવા ‘કળદા‘) પ્રથા અંગે હાલમાં તીવ્ર વિવાદ ચાલી રહ્યો છે. આ પ્રથા એવી…

Continue reading
RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
  • October 21, 2025

તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

  • October 29, 2025
  • 3 views
UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

  • October 29, 2025
  • 2 views
UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

  • October 29, 2025
  • 4 views
Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 14 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 19 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 21 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ