Gujarat Farmers Protest: સરકારની જાહેરાત અધુરી, 20 મુદ્દાનો કોઈ ઉકેલ બતાવ્યો નથી

Gujarat Farmers Protest: સરકારની જાહેરાત અધુરી, 20 મુદ્દાનો કોઈ ઉકેલ બતાવ્યો નથી

દિલીપ પટેલ
અમદાવાદ, 4 જુલાઈ 2026

વીજ લાઈનથી 5 લાખ ખેડૂતોને અસર થવાની છે. કાયમી ઉકેલ લાવવા માટે ભૂપેન્દ્ર પટેલની સરકારે વાત કરી નથી.

વીજ લાઈન/ટ્રાન્સમિશન ટાવર માટે વળતરમાં અંગ્રેજોના સમયનો 140 વર્ષ જૂનો મુખ્ય કાયદો The Indian Telegraph Act, 1885 લાગુ પડે છે.
ખાનગી પાવર કંપનીઓ આ કાયદાની કલમ 164 હેઠળ “ટેલિગ્રાફ ઓથોરિટી”ના પાવર માંગી લે છે, જે સરકારી કંપનીઓ જ માંગી શકે છે. તેથી આ કાયદાનો ઉપયોગ ન કરવામાં આવે.
ઉપયોગનો અધિકાર” – Right of Wayમાં ખેડૂત જમીનનો માલિક રહે, પણ ઉપરથી લાઇન પસાર થાય
– વળતર = ફક્ત થાંભલા નીચેની જગ્યા + પાકનું નુકસાન. આ કાયદામાં જમીનના બજાર ભાવનું વળતર મળતું નથી

Land Acquisition Act, 1894 પણ સબસ્ટેશન માટે જમીન લેવાની હોય તો અંગ્રેજોનો 1894નો “ભૂ સંપાદન કાયદો” લાગુ કરે તો એમાં પણ વળતર ઓછું મળે.

નવો કાયદો 2013 આવ્યો પણ લાગુ નથી. તે અમલી બનાવો. 2013ના Right to Fair Compensationમાં 4 ગણું વળતર ગ્રામ્ય વિસ્તારમાં મળે.
પણ વીજ કંપનીઓ Telegraph Act 1885 હેઠળ કામ કરે એટલે 2013નો કાયદો કંપનીઓના ફાયદામાં આ કાયદો છે. ખેડૂતોના ફાયદામાં નથી.

એટલે Telegraph Act 1885 હટાવો, Land Acquisition Act 2013 લાગુ કરો.

ખાનગી કંપનીની નવી વીજ લાઈનથી 145 લાઈનના 5 લાખ ખેડૂતો પ્રભાવિત થવાના છે. સરકારી કંપનીની લાઈનોથી 25 લાખ ખેડૂતો પ્રભાવિત છે. તેથી આગામી વર્ષમાં ફરિયાદ વધવાની છે આથી વીજ ફરિયાદ કમિશન બનાવવામાં આવે.

વીજ વળતર નીતિ બનાવી નથી. એ નીતિ બનાવો.

અદાલતના આદેશ છતાં ગુજરાતના 56 લાખ ખેડૂતોની કૃષિ નીતિ બનાવી નથી તે બનાવો. ઉદ્યોગ નીતિની જેમ.

સરકારની જાહેરાત પછી વીજ લાઈન અંગેના વણઉકલ્યા 20 મુદ્દા નીચે છે, તેનો સરકાર ઉકેલ લાવે.

1 – બજાર ભાવની જમીનનું ખેડૂતો 4 ગણું કોમર્શિયલ વળતર માંગતા હતા. આપ્યું 2 ગણું સરકારી.
વળતરની રકમ બાબતે વાંધો હોય તો ખેડૂત, ખેડૂત સંગઠન, વકીલ, ખેડૂત ઈચ્છે તે વ્યક્તિ, સ્થાનિક ધારાસભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય, ગામના સરપંચ, મામલતદારની હાજરીમાં કલેક્ટર, કંપની અને ખેડૂતની બેઠક કરી ઉકેલ લાવવામાં આવે.

2 – બજાર ભાવ એટલે સરકારના નિયમ મુજબ સંપાદન થાય તેની આસપાસની વેચાયેલી જમીનના 3 વર્ષના વેચાણ દસ્તાવેજની સરેરાશ. દસ્તાવેજ જમીન વેચાણના વાસ્તવિકતા શોદાના માત્ર 10થી 25 ટકાનો જ થાય છે. તેથી ખરેખર વેચાણ થયું હોય તેના 4 ગણું વળતર આપવું.
2 – (અ) – વીજ કરંટથી ખેડૂતનું મોત થાય તો રુ. 15 કરોડ સરકાર આપે. ઈજા થાય તો રુ. 10 લાખ અને કાયમી અપંગ થાય તો રુ. 8 કરોડ વળતર આપવામાં આવે.
2 – (બ) – વીજ લાઇનથી આગ લાગે કે 30 વર્ષ સુધી કંપનીના કર્મચારીઓ લાઈન મેન્ટેનન્સ માટે ખેતરમાંથી પસાર થાય ત્યારે નુકસાન થાય તેનું 4 ગણું વળતર આપવામાં આવે.
2 – (ક) – લાઈન નીચે ઉંચા વૃક્ષોની ખેતી પર પ્રતિબંધ હોવાથી બાગાયતી ખેતરોનું કાયમી 30 વર્ષના નુકસાન આપવામાં આવે.
2 – (ડ) – ખેતરના બાગાયતી કે ખેતીના વૃક્ષો કાપવામાં આવે ત્યારે એક વૃક્ષ દીઠ રુ. 2 લાખ આપવામાં આવે.

3 – ટ્રાન્સમિશન લાઇન નાખવાની મંજૂરી આપી છે તે અને હવે 50 લાઈનની મંજૂરી આપવાની છે તે પહેલા દરેક ખેડૂતોના સરવે નંબર સાથે જમીન સંપાદન અને રાઈટ ઓફ વે (એટલે કે ઉપરથી વાયર નીકળવાના છે તે) જમીનનું ક્ષેત્રફળ અખબારોમાં જાહેરાત આપે.

4 – વીજ લાઈનના રૂટના નકશા, જમીનના સર્વે નંબર, તેમાં થાંભલો કેટલા ચોરસ મીટર જગ્યા રોકશે, કેટલું ક્ષેત્રફળ કોરિડોર રોકશે, કયા સર્વે નંબરમાં થાંભલા વગર ઉપર વાયર રહેશે, કેટલા ક્ષેત્રફળને અસર થશે એનું જાહેરનામું બહાર પાડે તેમાં ખેડૂતોને કંપની કેટલું વળતર આપશે તેની રકમ જાહેરનામા જણાવવી.
કલેક્ટરની સહી અને સિક્કા વાળી નકલ રૂટની દરેક ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચ, તલાટી, ખેડૂતને, ગૌચર, પડતર કે ખરાબાના અધિકારક્ષેત્રને આપવામાં આવે.

5 – કચ્છમાં રણમાં લાઈન નાંખી શકાય તેમ હતી છતાં અદાણી અને રિલાયન્સ કંપનીના ફાયદા માટે ખેતરોમાં નાખી છે. તેથી વૈકલ્પિક રૂટના સર્વે થયા હોય તો એની વિગતો સાથે જાહેરાત અખબારોમા આપવામાં આવે.

6 – લાઈન નાખતા પહેલા માણસ, ગામ, ખેતી, ખેતર, આજીવિકા, વન વિસ્તાર, ગૌચર, પશુ જેવી બાબતોનો સામાજિક અને આર્થિક તથા પર્યાવરણ અંગે ઊંડો અભ્યાસ કરવામાં આવે.
કલેક્ટરની સહી અને સિક્કા વાળી નકલ રૂટની દરેક ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચ, તલાટી, ખેડૂતોને, ગૌચર, પડતર કે ખરાબાના અધિકારક્ષેત્રને આપવામાં આવે.

7 – દરેક બાબતોને ગામના નોટીસ બોર્ડ, મંદિર, બસ સ્ટેન્ડ જેવી જાહેર જગ્યાઓ પર ચોંટાડવામાં આવે. દરેક અસરગ્રસ્તોને જાણ કરવાની જવાબદારી તલાટીને સોંપવામાં આવે.

8 – વીજ લાઈન રૂટ, સર્વે નંબર બાબતના વાંધાઓ લેખિતમાં રજૂ કરવા માટે સંભવિત અસરગ્રસ્ત ખેડૂતોને 30 દિવસનો સમય આપવામાં આવે. ખેડૂતોએ લીધેલા વાંધાઓની જાહેર સુનાવણી થવી જોઈએ, વાંધા સામેના ખુલાસા કંપની અને અધિકારીઓએ જાહેરમાં ખેડૂતોને આપવા.

9 – વીજ લાઈન રૂટની મંજૂરી આપતા પહેલા, વાંધાનો નિકાલ કરતા પહેલા જિલ્લા જમીન કિંમત આકારણી સમિતિની બેઠક કરવામાં આવે, વર્તમાન બજાર ભાવ નક્કી કરવામાં આવે.

10 – ખેડૂતોને વિકલ્પ આપો કે મહિનાનું ભાડું જોઈએ કે એક સામટું વળતર.

11 – જમીનની કિંમત નક્કી કરવામાં 30 વર્ષ સુધીનો  બજાર ભાવ ગણવો.

12 – લાઈન ખેતરમાંથી પસાર થતી હોય તે જમીનનો બજાર ભાવ હોય છે તેમાં 25 ટકાથી 50 ટકા ઓછો થઈ જાય છે. તેને 4 ગણા વળતરમાં ગણવામાં આવે.

13 –  ખેતરમાં ઉત્પાદનનું નુકસાન પણ વળતરમાં ગણવામાં આવે. 30 વર્ષ સુધી ખેડૂતોને પાક નુકસાન  થવાનું હોવાથી 30 વર્ષના પાક નુકસાનનું વળતર કે ભવિષ્યનું બજાર મૂલ્ય ગણતરીમાં લેવામાં આવે.

14 – વૃક્ષોની કિંમત નક્કી કરવામાં 30 વર્ષ સુધી એ વૃક્ષની ઓક્સિજન આપવાની ક્ષમતા, એનું 30 વર્ષનું સંભવિત બજાર મૂલ્ય, 30 વર્ષ પછી લાકડાની કિંમત જેવી દરેક બાબત ગણતરીમાં લેવું જોઈએ.

15 –  નવા બજાર ભાવ નક્કી કરાયા પછી જમીન સંપાદન કાયદો – 2013 પ્રમાણે વળતરની રકમની ગણતરી થવી જોઈએ.  ખેડૂતોને આ કાયદા હેઠળ કુલ મળવાપાત્ર રકમ લેખિતમાં જાણ કરવામાં આવે.

16 – પોલીસ પ્રોટેક્શન આપવાના તમામ હુકમો રોકી દેવામાં આવે. છતાં સરકાર ચાલુ રાખવા માંગતી હોય તો કંપનીને પૈસાથી પોલીસ મળે છે. ખેડૂતોને સરકાર પૈસા લીધા વગર પોલીસ આપે.

પોલીસ રક્ષણના હુકમો રાજ્યના ગૃહ સચિવ અને મુખ્ય સચિવની સહીથી જ થઈ શકે એવી કાનૂની જોગવાઈ કરવામાં આવે. ખાનગી કંપનીઓને પોલીસ રક્ષણના હુકમમાં સ્થાનિક ધારાસભ્યની સહમતીની સહી અનિવાર્ય રીતે હોવી જોઈએ.

આ પણ વાંચો: 

Kalu Bhai Amrutiya Jetpar Farmers Protest: કાળુભાઈ અમૃતિયાની ભિષ્મ પ્રતિજ્ઞા: આ મહાભારતનું યુદ્ધ, દેહ પડે પણ ધર્મની ધજા નહીં પડવા દઉં! – thegujaratreport.com

Narendra Modi Gujarat Visits: મોદીની ગુજરાત-યાત્રા: ૧૨ વર્ષમાં ૧૧૮ મુલાકાતો, ૨૦૫ સભાઓ અને જનતાના ખર્ચે થતા આયોજનો – thegujaratreport.com

Morbi Jetpur Farmer Protest: ગુજરાતની પોલીસને ભાડે લઈને ખેડૂતો પર કરવામાં આવી રહી છે દાદાગીરી. – thegujaratreport.com

Related Posts

India Gen Z Protest: શિક્ષણથી લઈને ભ્રષ્ટાચાર સુધી SAM PITRODA એ સરકારની નીતિઓ પર વ્યક્ત કરી ચિંતા
  • August 10, 2026

India Gen Z Protest: દેશમાં વિદ્યાર્થીઓના આંદોલન, શિક્ષણ વ્યવસ્થા, રોજગાર, લોકશાહી અને યુવાનોની ભૂમિકાને લઈને વરિષ્ઠ ટેક્નોલોજી નિષ્ણાત અને કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતા SAM PITRODA એ એક વિસ્તૃત ચર્ચામાં પોતાના વિચારો…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi Medical Scam: દિલ્હીના હેલ્થ વિભાગમાં ₹750 કરોડથી વધુનું કથિત કૌભાંડ? ટેન્ડરથી બેંક ખાતાઓ સુધી ઉઠ્યા ગંભીર સવાલ

  • August 19, 2026
  • 3 views
Delhi Medical Scam: દિલ્હીના હેલ્થ વિભાગમાં ₹750 કરોડથી વધુનું કથિત કૌભાંડ? ટેન્ડરથી બેંક ખાતાઓ સુધી ઉઠ્યા ગંભીર સવાલ

Satyendar Jain Arrest: સત્યેન્દ્ર જૈનની ધરપકડથી દિલ્હીનું રાજકારણ ગરમાયું, ‘STP કૌભાંડ’ પાછળનો આખો ખેલ શું?

  • August 19, 2026
  • 6 views
Satyendar Jain Arrest: સત્યેન્દ્ર જૈનની ધરપકડથી દિલ્હીનું રાજકારણ ગરમાયું, ‘STP કૌભાંડ’ પાછળનો આખો ખેલ શું?

Manipur NRC demand: મણિપુરમાં NRC ની માગને લઈને બે દિવસની હડતાળ, 2027ની વસ્તી ગણતરી સામે વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ

  • August 19, 2026
  • 5 views
Manipur NRC demand: મણિપુરમાં NRC ની માગને લઈને બે દિવસની હડતાળ, 2027ની વસ્તી ગણતરી સામે વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ

PM CARES Fund માં રૂ. 8,452 કરોડ છતાં માત્ર રૂ. 87 લાખ ખર્ચ! બે વર્ષ બાદ ખુલ્યા આંકડા

  • August 19, 2026
  • 5 views
PM CARES Fund માં રૂ. 8,452 કરોડ છતાં માત્ર રૂ. 87 લાખ ખર્ચ! બે વર્ષ બાદ ખુલ્યા આંકડા

MPs MLAs Pending Cases : સાંસદો-ધારાસભ્યો સામે 4,192 ફોજદારી કેસ પડતર, 519 કેસ 10 વર્ષથી વધુ જૂના

  • August 19, 2026
  • 9 views
MPs MLAs Pending Cases : સાંસદો-ધારાસભ્યો સામે 4,192 ફોજદારી કેસ પડતર, 519 કેસ 10 વર્ષથી વધુ જૂના

Dimaagi Naxal: ‘દિમાગી નક્સલ’નો નવો ટેગ કેમ? યુવાનોના પ્રશ્નોના જવાબ શિક્ષણ સુધારથી કેમ નહીં?

  • August 18, 2026
  • 6 views
Dimaagi Naxal: ‘દિમાગી નક્સલ’નો નવો ટેગ કેમ? યુવાનોના પ્રશ્નોના જવાબ શિક્ષણ સુધારથી કેમ નહીં?