Narendra Modi Gujarat Visits: મોદીની ગુજરાત-યાત્રા: ૧૨ વર્ષમાં ૧૧૮ મુલાકાતો, ૨૦૫ સભાઓ અને જનતાના ખર્ચે થતા આયોજનો

Narendra Modi Gujarat Visits: મુખ્ય પ્રધાન મટી જઈને 2014માં વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી ગુજરાતમાં જુલાઈ 2026 સુધીમાં 118 વખત મુલાકાત લઈ ચૂક્યા છે. 12 વર્ષમાં તેઓ વર્ષે સરેરાશ 10 વખત આવતા રહે છે. 118 પ્રવાસમાં તેઓએ 205 સભાઓ કરી છે. જેમાં ચૂંટણી સભા પણ આવી જાય છે. વર્ષે 16 સભા કરે છે. મતલબ કે સરેરાશ દર 15 દિવસે એક ભાષણ આપીને ફરી દિલ્હી જતા રહે છે.

તેઓનો સૌથી વધારે પ્રવાસ
2014 લોકસભા ચૂંટણી
2017 ગુજરાત વિધાનસભા ચૂંટણી
2019 લોકસભા ચૂંટણી
2022 ગુજરાત વિધાનસભા ચૂંટણી
2024 લોકસભા ચૂંટણી
2024 લોકસભાની ચૂંટણી

2026 – 5 મુલાકાત – 9 સભા

જાન્યુઆરી 2026થી 4 જુલાઈ 2026 સુધીમાં  વડાપ્રધાને ગુજરાતમાં 5 સત્તાવાર પ્રવાસો કર્યા છે.
10 જાન્યુઆરી 2026 સોમનાથ મંદિર, ઓમકાર મંત્રોચ્ચાર, ડ્રોન શો અને સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લીધો.
11 જાન્યુઆરી 2026માં રાજકોટમાં ઉદઘાટન અને જાહેર સભા. જામનગર ગયા.
11 જાન્યુઆરી 2026માં અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે જર્મન ચાન્સેલરને મળવા આવ્યા.  પતંગોત્સવમાં ભાગ લીધો.
12 જાન્યુઆરી 2026માં અમદાવાદમાં ઉદ્ઘાટન કરીને ત્રણ દિવસની ગુજરાત મુલાકાતથી પરત દિલ્હી ગયા.
11 મે 2026માં ફરી સોમનાથ મંદિરમાં સોમનાથ અમૃત મહોત્સવ ઉજવીને ડમરૂ વગાડવા આવ્યા. શંકરાચાર્યને બોલાવ્યા ન હતા.
11 મે 2026માં વડોદરામાં સરદારધામ હોસ્ટેલનું ઉદ્ઘાટન અને જાહેર સભામાં ઉદ્યોગપતિઓના હાથે સન્માન કરાવ્યા.
5 જૂન 2026માં સુરતના હજીરા ઔદ્યોગિક પ્રોજેક્ટની સમીક્ષા અને ઉદઘાટન કર્યા.
5 જૂન 2026માં સુરતમાં પ્રજાના નાણાંથી બનાવેલાં પ્રોજેક્ટોને ખુલ્લા મૂકી જાહેર સભા કરી.

2025 – 5 પ્રવાસ અને 9 સભા

7–8 માર્ચ 2025માં સુરતમાં સુરતમાં અનાજ કાર્યક્રમમાં ભાગ લીધો અને સભા કરી.
8 માર્ચ 2025માં નવસારીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આવ્યા અને સભા કરી.
26 મે 2025માં દાહોજમાં કારખાનાનું ઉદઘાટન કરીને સભા કરી.
26 મે 2025માં ભૂજમાં પ્રોજેક્ટના ઉદઘાટન કરીને જાહેર સભા ભરી.
27 મે 2025માં ગાંધીનગરમાં શહેરોને મોટા કરવાનો કાર્યક્રમ કર્યો અને સંબોધન કર્યું.
13 જૂન 2025માં અમદાવાદમાં વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી અને ફોટો સેશન કર્યું.
15 નવેમ્બર 2025માં સુરતમાં બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈને ભાષણ આપ્યું.
15 નવેમ્બર 2025માં દેવ મોગરા મંદિરની મુલાકાત લઈને સભા કરી. રૂ.30 કરોડનું સીધું અને આડકતરું રૂ. 50 કરોડનું ખર્ચ જનતાના પૈસાથી સભા માટે કર્યું.
15 નવેમ્બર 2025માં ડેડીયાપાડા સભા કરી.

2024 – 16 પ્રવાસ અને 16 સભા

8–10 જાન્યુઆરી 2024માં અમદાવાદ અને ગાંધીનગરમાં ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી. ભાષણ આપ્યું.
22 ફેબ્રુઆરી 2024માં અમદાવાદ, મહેસાણા, નવસારી, કપરાડામાં સભાઓ કરી. ઉદઘાટન કર્યા.
24–25 ફેબ્રુઆરી 2024માં જામનગર, દ્વારકા, રાજકોટમાં આવી ઉદઘાટન કરી સભા ભરી. દ્વારકામાં ભગવાન કૃષ્ણના મંદિરમાં ગયા.
12 માર્ચ 2024માં અમદાવાદના ગાંધીજીના સ્થાપેલા કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ પ્રોજેક્ટ માટે આવ્યા. સભા કરી.
16 સપ્ટેમ્બર 2024માં ગાંધીનગર અને અમદાવાદમાં સંવાદ અને મેટ્રોનું ઉદઘાટન કરી સભા ભરી.

2023 – 10 મુલાકાત માટે આવ્યા અને 10 સભા કરી.

10–11 જાન્યુઆરીમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ઉદ્યોગપતિઓને મળ્યા. ભાષણ આપ્યું.
12 માર્ચ 2023માં અમદાવાદમાં વિવાદાસ્પદ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત–ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ જોઈ.
18 એપ્રિલ 2023માં ગાંધીનગરમાં ઉદઘાટન કર્યા અને ભાષણ કર્યા.
27–28 મે 2023માં ગાંધીનગર, અમદાવાદમાં G20ના કાર્યક્રમો કરી ભાષણ આપ્યા.
30 જૂન 2023માં અમદાવાદમાં આવ્યા, સભા કરી.
26–27 સપ્ટેમ્બર 2023માં અમદાવાદ અને ગાંધીનગરમાં ઉદ્યોગપતિઓને મળ્યા. ભાષણ આપ્યા, ઉદઘાટન કર્યા.
30 ઑક્ટોબર 2023માં અંબાજી મંદિર અને મહેસાણામાં મંદિરમાં ગયા. સભાઓ કરી અને ઉદઘાટન કર્યા.
31 ઓક્ટોબર 2023માં નર્મદામાં સરદાર પટેલના પુતળાની મુલાકાત લઈને ભાષણ કર્યું.
17 ડિસેમ્બર 2023માં સુરતમાં વિમાન ઘર અને ઉદ્યોપતિઓની મુલાકાત લીધી. ઉદઘાટન કરીને ભાષણ કર્યા.
18 ડિસેમ્બર 2023માં સુરતમાં ઉદઘાટન કર્યા અને ભાષણ આપ્યું.

2022 – 20 પ્રવાસ – 50 સભા-રોડ શો

2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 20 વખત આવ્યા હતા. જેમાં 11 સત્તાવાર અને 9 રાજકીય મુલાકાતોમાં 31 જાહેર સભા કે રેલી અને 3 મોટા રોડ શો કર્યા હતા. આમ કુલ 45થી 50 સભા કરી હતી.
18–20 એપ્રિલ 2022માં ગાંધીનગર, બનાસકાંઠા (દિયોદર), જામનગર, દાહોદમાં મુલાકાત અને સભા.
10 જૂન 2022માં નવસારી ગુજરાત ગૌરવ અભિયાન શરૂ કરીને સભા કરી ભાષણ આપ્યા.
10 જૂન 2022 અમદાવાદના બોપલમાં ઈસરો આવ્યા અને ખાનગી ઉદ્યોગપતિઓને મળી ભાષણ આપ્યા.
17–18 જૂન 2022માં વડોદરા, દાહોદ, પાવાગઢમાં કાલિકા માતા મંદિરમાં ગયા. સભા કરી.
4 જુલાઈ 2022માં ગાંધીનગરમાં ઉદ્ઘાટન કરી ભાષણ આપ્યું.
28 જુલાઈ 2022માં સાબરકાંઠામાં સાબર ડેરીમાં ગયા અને ભાષણ આપ્યું.
29–30 સપ્ટેમ્બર 2022માં સુરત, અમદાવાદ રમતગમતના ઉદઘાટન અને પ્રોજેક્ટના ઉદઘાટન કરીને સભામાં ભાષણ આપ્યા.
9–11 ઑક્ટોબર 2022માં મોઢેરા, જામનગર, આમોદ, અમદાવાદમાં આવ્યા, સભા કરી ભાષણ આપ્યા.
19–20 ઑક્ટોબર 2022માં ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, ભરૂચના કેવડિયા, વ્યારામાં આવ્યા સભા કરી ઉદ્ઘાટન કરીને ભાષણ આપ્યા.
30–31 ઑક્ટોબર 2022માં વડોદરા, કેવડિયા, બનાસકાંઠાના થરાદ, અમદાવાદમાં પ્રોજેક્ટ ખુલ્લા મૂકી સભામાં ભાષણ કર્યા.
1 નવેમ્બર 2022માં પંચમહાલના જાંબુઘોડામાં પ્રોજેક્ટ ખુલ્લા મૂકી સભામાં ભાષણ કર્યા.

9 રાજકીય સભા અગલ. ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાને અનેક ચૂંટણી સભા અને રોડ-શો પણ કર્યા હતા.
19–20 નવેમ્બર 2022માં વલસાડ, વેરાવળ, ધોરાજી, અમરેલી, બોટાદ ચૂંટણી પ્રચારની પ્રથમ તબક્કાની સભા.
23–24 નવેમ્બર 2022માં પાલનપુર, મોડાસા, દહેગામ, બાવળા, મહેસાણા, દાહોદ, વડોદરા, ધોળકા, માતર એક જ પ્રવાસ દરમિયાન અનેક જાહેર સભા.
27–28 નવેમ્બર 2022માં ખેડા, નેત્રંગ, સુરત, પાલીતાણા, અંજાર, જામનગર, રાજકોટ પ્રથમ તબક્કાના મતદાન પહેલા પ્રચાર.
1–2 ડિસેમ્બર 2022માં કાલોલ, છોટાઉદેપુર, હિંમતનગર, ડીસા/દિયોદર, પાટણ, સોજિત્રા, અમદાવાદ, બીજા તબક્કા પહેલાંની સભાઓ અને અમદાવાદ રોડ-શો.
નવેમ્બર–ડિસેમ્બર 2022માં અમદાવાદ 50 કિમી લાંબો રોડ-શો, જે 13 વિધાનસભા વિસ્તારમાંથી પસાર થયો હતો.
નવેમ્બર–ડિસેમ્બર 2022માં રાજકોટ ચૂંટણી રોડ-શો.
નવેમ્બર–ડિસેમ્બર 2022માં સુરત ચૂંટણી રોડ-શો અને જાહેર સભા.

2021 – 4 પ્રવાસ , 7 સભા

2021માં COVID-19 મહામારીની બીજી લહેરને કારણે વડાપ્રધાનના પ્રવાસો પ્રમાણમાં ઓછા રહ્યા હતા. કાર્યક્રમો વીડિયો કોન્ફરન્સ દ્વારા કામ કર્યું હતું. છતાં તેઓ 4 વખત આવ્યા હતા.
24 ફેબ્રુઆરી 2021માં અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરીને ભારત–ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ જોઈ, રાષ્ટ્રપતિ હાજર હતા. સ્ટેડિયમનું નામ સરદાર પટેલ હતું તે પોતાના નામે કરતા વિરોધ થઈ રહ્યો છે.
12–13 જૂન 2021માં અમદાવાદ, વાવાઝોડા ગ્રસ્ત વિસ્તારોની વિમાનમાં બેસીને હવાઈ મુલાકાત કરી હતી.
15–16 જુલાઈ 2021માં અમદાવાદ, ગાંધીનગર, વડનગર આવ્યા હતા અને રેલવે મથકોના ઉદઘાટન કરી સભામાં ભાષણ કર્યા હતા.
11–12 સપ્ટેમ્બર 2021માં વીડિયો કોન્ફરન્સથી અનેક કાર્યક્રમો કરી, ઉદઘાટન કર્યા હતા.
18 જાન્યુઆરી 2021માં અમદાવાદ મેટ્રો ફેઝ-2 અને સુરત મેટ્રો પ્રોજેક્ટનું ભૂમિપૂજન.
6 ફેબ્રુઆરી 2021માં ગુજરાત વડી અદાલતના ડાયમંડ જ્યુબિલી સમારોહને સંબોધન.
13 ઑગસ્ટ 2021માં ગાંધીનગરમાં યોજાયેલી વાહન ભંગાર નીતિ માટે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન.
25 ડિસેમ્બર 2021માં લખપતના ગુરુદ્વારા માટે સમારોહને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન.

2020 – 3 પ્રવાસ અને 2 સભા

2020 દરમિયાન COVID-19 મહામારીને કારણે વડાપ્રધાનના પ્રવાસ ખૂબ મર્યાદિત રહ્યા હતા. મોટાભાગના કાર્યક્રમો વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયા હતા.
ગુજરાતની રૂબરુ 3 મુખ્ય મુલાકાત લીધી હતી.
30 ઑક્ટોબર 2020માં કેવડિયામાં પરેડ કરી ભાષણ કર્યું હતું.
31 ઓક્ટોબર 2020માં નર્મદાના કેવડિયામાં ઉદ્ઘાટન કરી ભાષણ કર્યું હતું.
15 ડિસેમ્બર 2020માં કચ્છના ઘોરડોમાં ખાવડા નજીક વિશ્વના સૌથી મોટા અદાણી કંપનીના હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની શિલા મૂકી હતી.
અંજાર સરહદ ડેરીના નવા પ્લાન્ટનો શિલાન્યાસ. સફેદ રણ અને રણોત્સવ કર્યો હતો. કારીગરો અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.

2019 – 19 પ્રવાસ અને  32 સભા

2019માં સત્તાવાર સરકારી કાર્યક્રમો માટે 6 મુખ્ય ગુજરાત મુલાકાત લીધી હતી.
લોકસભા ચૂંટણી દરમિયાન થયેલી ભાજપની ચૂંટણી સભા, રેલી અને રોડ-શો કર્યા હતા.
17–19 જાન્યુઆરી 2019માં અમદાવાદમાં ઉદ્યોપતિઓના કાર્યક્રમોમાં હાજરી આપી, ભાષણ કર્યા હતા.
30 જાન્યુઆરી 2019માં સુરત, નવસારીના દાંડી, ઔદ્યોગિક હજીરામાં મુલાકાત અને સભા ભરી ભાષણ કર્યા હતા.
4–5 માર્ચ 2019 માં જામનગર, રાજકોટના જેતપુર, અમદાવાદ, અડાલજ, વસ્ત્રાલમાં મુલાકાત અને સભા કરી. SAUNI, મેટ્રો, શહેરી પ્રકલ્પો ખુલ્લા મુક્યા કે ઈંટ મૂકી હતી.
17 સપ્ટેમ્બર 2019માં નર્મદાના કેવડિયામાં પોતાનો જન્મદિવસ ઉજવી રજા માણી હતી.
નર્મદા આરતી કરી હતી.
2 ઑક્ટોબર 2019માં અમદાવાદમાં આવી મહાત્મા ગાંધી અને હથિયારોનું ખાનગીકરણ કરીને સભા કરી હતી.
31 ઓક્ટોબર 2019માં કેવડિયામાં પરેડ.
રાજકીય સભા, રેલી, રોડશો
2019ની લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં ભાજપના પ્રચાર માટે 7 ચૂંટણી પ્રવાસ કરીને 22 જાહેર ચૂંટણી સભાઓ કે રેલી કરી હતી.
અમદાવાદમાં વિશાળ રોડ-શો કર્યો હતો.
ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહનો પ્રચાર કર્યો.
30–31 માર્ચ 2019 જામનગર, રાજકોટ વિસ્તાર
6–7 એપ્રિલ 2019 અમદાવાદ, ગાંધીનગર
15–17 એપ્રિલ 2019 સુરત, ભાવનગર, અમરેલી
21–23 એપ્રિલ 2019 પાટણ, મહેસાણા, બનાસકાંઠા
28–30 એપ્રિલ 2019 વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ
મે 2019માં અંતિમ તબક્કો અમદાવાદ રોડ-શો અને અનેક ચૂંટણી સભાઓ કરી હતી.
સમગ્ર દેશમાં ભાજપના સત્તાવાર આંકડા મુજબ, 142 જાહેર સભાઓ, 4 રોડ-શો, 1.5 લાખ કિમી હવાઈ પ્રવાસ, કરી અંદાજે 1.5 કરોડ લોકોને સંબોધન કર્યું હતું.

2018 – 5 દિવસ – 10 સભા

2018માં 5 વખત આવીને 10 સભા કરી હતી.
25 ફેબ્રુઆરી – સુરત
23 ઓગસ્ટ – વલસાડ, જૂનાગઢ અને વેરાવળ
30 સપ્ટેમ્બર – આણંદ (મોગર) અને રાજકોટ
31 ઑક્ટોબર – કેવડિયા (સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન)
21–22 ડિસેમ્બર – કેવડિયા અને ગાંધીનગર

2017 – 17 પ્રવાસના 19 દિવસ અને 40 સભા

2017 ગુજરાત વિધાનસભા ચૂંટણીનું વર્ષ હતું. પ્રચારનો સમય 27 નવેમ્બરથી 12 ડિસેમ્બર 2017 હતો.
સત્તાવાર 5 મુખ્ય પ્રવાસ હતા. 20 જિલ્લામાં 12 રાજકીય પ્રવાસો હતા. જાહેર ચૂંટણી સભા 35 કરી હતી.
સત્તાવાર મુલાકાત
10–13 જાન્યુઆરી 2017માં ગાંધીનગરમાં ઉદ્યોગપતિઓના કાર્યક્રમો ખુલ્લા મૂકી ઉદ્યોગપતિઓ સાથે મળ્યા હતા.
29–30 જૂન 2017માં અમદાવાદ, રાજકોટ, સાબરમતી આશ્રમ શતાબ્દી કાર્યક્રમ, શાસકીય કાર્યક્રમો કર્યા હતા.
25 જુલાઈ 2017માં અમદાવાદ, ઉત્તર ગુજરાતમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં વિમાનમાં બેસીને હવાઈ મુલાકાત કરી હતી.
7–8 ઑક્ટોબર 2017માં દ્વારકા-દ્વારકાધીશ મંદિર દર્શન, સુદર્શન પુલનું ઉદઘાટન, ચોટીલા, ગાંધીનગર, વડનગર, ભરૂચના કાર્યક્રમો કરીને સભામાં ભાષણ કર્યા હતા.
25 ડિસેમ્બર 2017માં ગાંધીનગરમાં વિજય રૂપાણીની શપથવિધિ સમારોહમાં હાજરી આપી.
2017ની મુખ્ય રાજકીય કે ચૂંટણી મુલાકાતો – 10 દિવસ અને 32 સભા
16 ઑક્ટોબર 2017માં ગાંધીનગરમાં ગુજરાત ગૌરવ મહાસંમેલન.
3–12 ડિસેમ્બર 2017 સમગ્ર ગુજરાતના બીજા તબક્કાના મતદાન પહેલા સતત ચૂંટણી પ્રચાર, અનેક સભા અને રોડ-શો કર્યા હતા. નવેમ્બર–ડિસેમ્બર 2017માં રાજકોટ, સુરેન્દ્રનગર, ભરૂચ, સુરત, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, ભાવનગર, અમરેલી, જામનગર સહિત અનેક જિલ્લા ચૂંટણી સભા અને રોડ-શો.
27 નવેમ્બર 2017 ભુજ, જસદણ, ધારી (અમરેલી), કામરેજ (સુરત) – 4 સભા
29 નવેમ્બર 2017 મોરબી, પ્રાચી (સોમનાથ), પાલીતાણા, નવસારી – 4 સભા
3–4 ડિસેમ્બર 2017 સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં-  8 સભા
6 ડિસેમ્બર 2017 ધંધુકા, દાહોદ, નેત્રંગ, સુરત – 4 સભા
8 ડિસેમ્બર 2017 ભાભર, કાલોલ, હિંમતનગર, નિકોલ (અમદાવાદ) – 4 સભા
9 ડિસેમ્બર 2017 લુણાવાડા, બોડેલી, આણંદ, મહેસાણા – 4 સભા
11 ડિસેમ્બર 2017 પાટણ, નડિયાદ, અમદાવાદ – 3 સભા
12 ડિસેમ્બર 2017 બીજા તબક્કાના મતદાન પહેલા અંતિમ પ્રચાર સભા કરી હતી.

2016 – 6 મુલાકાત – 6 સભા

2016માં 6 વખત મોદી આવ્યા હતા.
16 એપ્રિલ 2016માં આણંદમાં ડેરીના ખેડૂતોને સંબોધન.
30 ઓગસ્ટ 2016માં જામનગર, SAUNI યોજનાના પ્રથમ તબક્કાનું લોકાર્પણ, ખેડૂતોની સભા.
17 સપ્ટેમ્બર 2016માં ગાંધીનગરમાં જન્મદિવસની ઉજવણી કરીને સભા ભરી.
17 સપ્ટેમ્બર 2016માં નવસારીમાં દિવ્યાંગજનોને સહાયક કરીને જાહેર સભામાં ભાષણ આપ્યું.
18 સપ્ટેમ્બર 2016માં અમદાવાદમાં કાર્યક્રમોમાં હાજર રહી સભા ભરી અને ભાષણ આપ્યા.
ડિસેમ્બર 2016માં ઉત્તર ગુજરાત જાહેર કાર્યક્રમ.

2015 – 4 સભા

2015 દરમિયાન 4 મુખ્ય સત્તાવાર મુલાકાત લીધી હતી.
7–8 જાન્યુઆરી 2015 માં અમદાવાદ, ગાંધીનગરમાં ઉદ્યોપતિઓને આવકારવા કાર્યક્રમમાં ભાષણ આપ્યું.
10–11 જાન્યુઆરી 2015માં અમદાવાદ, ગાંધીનગર માં ઉદ્યોપતિઓના કાર્યક્રમોમાં હાજરી આપી ભાષણ આપ્યા.
18–20 ડિસેમ્બર 2015માં કચ્છના ભુજ, ધોરડોમાં રાજ્ય સરકારને ઐતિહાસિક દસ્તાવેજ સોંપ્યો.
25 ડિસેમ્બર 2015માં જન્મદિવસે પરિવારજનો સાથે ખાનગી મુલાકાત કરી હતી.

2014 – 4 પ્રવાસ અને 10 સભા

વડાપ્રધાન તરીકે 26 મે 2014ના રોજ શપથ લીધા હતા. તેઓ ગુજરાતમાં આ વર્ષમાં 4 વખત આવ્યા અને 10 કાર્યક્રમો કે સભા કરી હતી.
11–12 સપ્ટેમ્બર 2014માં અમદાવાદમાં ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ – Xi Jinpingને બોલાવીને  સ્વાગત કર્યું, સાબરમતી આશ્રમ લઈ ગયા, સાબરમતી રિવરફ્રન્ટ પર હિંચકે ઝુલાવ્યા હતા.
30–31 ઑક્ટોબર 2014માં નર્મદાના કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ મનાવી રજા માણી.
29–30 નવેમ્બર 2014માં અમદાવાદમાં પોલીસ અધિકારીઓની બેઠક અને કાંકરીયામાં ફરવા ગયા.
13 ડિસેમ્બર 2014માં ગાંધીનગરમાં સરકારી બેઠક અને વિકાસ કાર્યક્રમોની સભા ભરી ભાષણ આપ્યા હતા.

ખર્ચ

12 વર્ષમાં વડાપ્રધાનના વિદેશ પ્રવાસ પાછળ રૂ.815 કરોડનો ખર્ચ થયો હતો. તેનાથી અનેક ગણો ખર્ચ દેશમાં પ્રવાસ માટે થાય છે.
વડાપ્રધાન કોઈ એક સ્થળે પ્રવાસમાં જાય છે અને રેલી કે સભા કે રોડશો કરે છે તો અંદાજે ખર્ચ માટે નિશ્ચિત આંકડો હોતો નથી. પ્રવાસનો ખર્ચ અલગ-અલગ વિભાગો ઉઠાવે છે અને સમગ્ર ખર્ચ એક જ જગ્યાએ પ્રકાશિત થતો નથી.
પરંતુ જાહેર બજેટ, સરકારી પ્રક્રિયા અને સુરક્ષા વ્યવસ્થાના આધારે અંદાજિત ખર્ચ નીચે મુજબ અંદાજે હોઈ શકે છે:
વિમાન
ભારતીય વાયુસેનાના VVIP વિમાન કે હેલિકોપ્ટર રૂ. 20 લાખથી રૂ. 1 કરોડ ખર્ચ થાય છે. જેમાં વડાપ્રધાનના પ્રવાસ માટે સામાન્ય રીતે ભારતીય વાયુસેનાના Boeing 777 VVIP Aircraft અથવા જરૂરી હોય ત્યારે હેલિકોપ્ટરનો ઉપયોગ થાય છે. વિમાનનું સંચાલન, ઇંધણ, ક્રૂ, એરપોર્ટ સુરક્ષા, એર ટ્રાફિક નિયંત્રણ સાથે છે.

ઉપરાંતનો ખર્ચ

ભારતના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે બે Boeing 777-300ER VVIP aircraft વિમાનો કે જે “Air India One” તરીકે ઓળખાય છે. સરકારી અધિકારીઓએ 2020માં જાહેરમાં જણાવ્યું હતું કે, બે Boeing 777-300ER વિમાનોની ખરીદી અને VVIP રૂપાંતર (retrofitting) મળીને અંદાજે કુલ ખર્ચ આશરે રૂ. 8,400 કરોડ થયો હતો. બે વિમાનોની મૂળ કિંમત રૂ. 4,632 કરોડ હતી.

ઉપરાંત વિમાનોને સામાન્ય પેસેન્જર એરલાઇનમાંથી VVIP વિમાનમાં ફેરવવામાં આવ્યા હતા. VVIP ઇન્ટિરિયર અને રૂપાંતર (Retrofitting) જેમાં VVIP સ્યુટ, કોન્ફરન્સ રૂમ, સુરક્ષિત (encrypted) કોમ્યુનિકેશન, ઓફિસ, મેડિકલ યુનિટ, વિશેષ બેઠક વ્યવસ્થા, સુરક્ષિત વીજ અને ડેટા સિસ્ટમ, એર ફોર્સ ધોરણ મુજબ ફેરફાર કરાયા હતા પણ આ રૂપાંતર માટેનો અલગ સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. બુલેટ-પ્રતિરોધક અને સુરક્ષિત વિસ્તાર, મિસાઇલ ચેતવણી અને પ્રતિરક્ષા પ્રણાલી, સુરક્ષિત સેટેલાઇટ અને વિડિયો કોમ્યુનિકેશન છે.
મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ અમેરિકાએ ભારતને બે વિમાન માટે LAIRCM (Large Aircraft Infrared Countermeasures) Self Protection Suite (SPS) વેચવાની મંજૂરી આપી હતી. જેની કિંમત અંદાજે રૂ. 1,400–1,500 કરોડ હતી.

બીજા ખર્ચ

પ્રધાનમંત્રીની SPG સુરક્ષાનો ખર્ચ દરરોજ આશરે રૂ. 1.62 કરોડ છે. 1 કલાકમાં 6.75 લાખ અને પ્રતિ મિનિટ 11,263 રૂપિયાનો ખર્ચ થાય છે.
SPG, NSG, રાજ્ય પોલીસ અને સુરક્ષા પાછળ રૂ. 50 લાખથી રૂ. 2 કરોડ.
હેલિપેડ, બેરિકેડિંગ, રૂટ સેનિટાઇઝેશન પાછળ ખર્ચ રૂ. 20 લાખથી રૂ. 1 કરોડ.
રેલી કે સભા માટે સ્ટેજ, સાઉન્ડ, એલઈડી, બેઠક વ્યવસ્થા રૂ. 50 લાખથી રૂ. 3 કરોડ
ટ્રાફિક, સફાઈ, મ્યુનિસિપલ વ્યવસ્થા રૂ. 10 લાખથી રૂ. 50 લાખ સુધી.
અન્ય વહીવટી ખર્ચ રૂ. 10 લાખથી રૂ. 50 લાખ થાય છે.

અંદાજે કુલ ખર્ચ

સભા વગરનો સત્તાવાર કાર્યક્રમ હોય તો રૂ. 1 કરોડથી રૂ. 3 કરોડ અંદાજે થાય છે.
મોટી જાહેર રેલી અથવા રોડ-શો હોય તો રૂ. 3 કરોડથી રૂ. 10 કરોડ થઈ શકે છે.
1 લાખથી વધારે લોકોને ભેગા કરવા માટે ખૂબ મોટી સભા કે રેલી હોય તો કુલ ખર્ચ રૂ. 5 કરોડથી રૂ. 15 કરોડ અથવા તેથી વધુ થઈ શકે છે.

ખર્ચ કોણ કરે છે?

કેન્દ્ર અને રાજ્ય સરકાર, SPG સુરક્ષા, પોલીસ બંદોબસ્ત, એરફોર્સ-વાયુસેના દ્વારા VVIP વિમાન, સરકારી પ્રોટોકોલ અને વહીવટ છે.
એસટી બસ કે ખાનગી વાહનો ભાડે કરવા, સ્ટેજ, સાઉન્ડ સિસ્ટમ, LED સ્ક્રીન, હોર્ડીંગ, પોસ્ટર, પ્રચાર સામગ્રી, કાર્યકરોની વ્યવસ્થા, રેલીનું આયોજન કરવા માટે જંગી ખર્ચ થાય છે.

એસટી બસનું ખર્ચ

ગુજરાત વિધાનસભામાં આપવામાં આવેલી માહિતીથી અંદાજ મળી શકે છે કે, એક વર્ષના ગાળામાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના કાર્યક્રમો માટે કુલ 34,614 GSRTC બસનો ઉપયોગ થયો હતો.
તેના ભાડાના રાજ્ય સરકારે રૂ. 109.82 કરોડ ચૂકવવાના હતા. એક બસના રૂ. 32 હજાર ચૂકવાય છે.
વડાપ્રધાનની સભામાં 500 બસોનો રૂ. 1.5–2 કરોડ, 1,000 બસોનો રૂ. 3–3.5 કરોડ. અને 2,000 બસોનો રૂ. 6–7 કરોડ હોઈ શકે છે.
સામાન્ય રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં બે હજાર બસ હોય છે.

આમ આદમી પક્ષના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું હતું કે, નર્મદા જિલ્લામાં વડાપ્રધાનની સભા પાછળ રાજ્ય સરકારે રૂ. 30 કરોડનું ખર્ચ કર્યું હતું. બીજા ખર્ચ સાથે તેમણે જાહેર કર્યું હતું કે, વડાપ્રધાનની એક સભા પાછળ રૂ. 50 કરોડનું ખર્ચ થાય છે.

મોટભાગની વિગતો વડાપ્રધાનની વેબસાઈટ, ભાજપની યાદી, વિરોધ પક્ષના આરોપો અને અખબારી અહેવાલોના આધારે લીધી છે.
લીંક –
https://www.pmindia.gov.in/en/

https://www.pmindia.gov.in/en/pm-visits/?visittype=domestic_visit&utm_source=chatgpt.com

https://www.pmindia.gov.in/en/details-of-foreigndomestic-visits/?utm_source=chatgpt.com

આ પણ વાંચો: 

Congress Nationalism BJP Politics: કોંગ્રેસે રાષ્ટ્રવાદના મુદ્દે પોતાની ઐતિહાસિક રાજકીય ઓળખ કેમ ગુમાવી અને તેનો ફાયદો ભાજપને કેવી રીતે મળ્યો? – thegujaratreport.com

Morbi Jetpur Farmer Protest: ગુજરાતની પોલીસને ભાડે લઈને ખેડૂતો પર કરવામાં આવી રહી છે દાદાગીરી. – thegujaratreport.com

Kalu Bhai Amrutiya Jetpar Farmers Protest: કાળુભાઈ અમૃતિયાની ભિષ્મ પ્રતિજ્ઞા: આ મહાભારતનું યુદ્ધ, દેહ પડે પણ ધર્મની ધજા નહીં પડવા દઉં! – thegujaratreport.com

Related Posts

India Gen Z Protest: શિક્ષણથી લઈને ભ્રષ્ટાચાર સુધી SAM PITRODA એ સરકારની નીતિઓ પર વ્યક્ત કરી ચિંતા
  • August 10, 2026

India Gen Z Protest: દેશમાં વિદ્યાર્થીઓના આંદોલન, શિક્ષણ વ્યવસ્થા, રોજગાર, લોકશાહી અને યુવાનોની ભૂમિકાને લઈને વરિષ્ઠ ટેક્નોલોજી નિષ્ણાત અને કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતા SAM PITRODA એ એક વિસ્તૃત ચર્ચામાં પોતાના વિચારો…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manipur NRC demand: મણિપુરમાં NRC ની માગને લઈને બે દિવસની હડતાળ, 2027ની વસ્તી ગણતરી સામે વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ

  • August 19, 2026
  • 3 views
Manipur NRC demand: મણિપુરમાં NRC ની માગને લઈને બે દિવસની હડતાળ, 2027ની વસ્તી ગણતરી સામે વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ

PM CARES Fund માં રૂ. 8,452 કરોડ છતાં માત્ર રૂ. 87 લાખ ખર્ચ! બે વર્ષ બાદ ખુલ્યા આંકડા

  • August 19, 2026
  • 5 views
PM CARES Fund માં રૂ. 8,452 કરોડ છતાં માત્ર રૂ. 87 લાખ ખર્ચ! બે વર્ષ બાદ ખુલ્યા આંકડા

MPs MLAs Pending Cases : સાંસદો-ધારાસભ્યો સામે 4,192 ફોજદારી કેસ પડતર, 519 કેસ 10 વર્ષથી વધુ જૂના

  • August 19, 2026
  • 7 views
MPs MLAs Pending Cases : સાંસદો-ધારાસભ્યો સામે 4,192 ફોજદારી કેસ પડતર, 519 કેસ 10 વર્ષથી વધુ જૂના

Dimaagi Naxal: ‘દિમાગી નક્સલ’નો નવો ટેગ કેમ? યુવાનોના પ્રશ્નોના જવાબ શિક્ષણ સુધારથી કેમ નહીં?

  • August 18, 2026
  • 6 views
Dimaagi Naxal: ‘દિમાગી નક્સલ’નો નવો ટેગ કેમ? યુવાનોના પ્રશ્નોના જવાબ શિક્ષણ સુધારથી કેમ નહીં?

Caste Census 2027: જાતિ વસતીગણતરીનું ‘રામબાણ’ હવે પેન્ડોરા બોક્સ કેમ બની ગયું? BJPથી કોંગ્રેસ સુધી મૂંઝવણ

  • August 18, 2026
  • 6 views
Caste Census 2027: જાતિ વસતીગણતરીનું ‘રામબાણ’ હવે પેન્ડોરા બોક્સ કેમ બની ગયું? BJPથી કોંગ્રેસ સુધી મૂંઝવણ

CAG Railway Report: ‘વિકાસ’ના દાવા વચ્ચે રેલવે સ્ટેશનોની આ હાલત? 89% થી વધુ સ્ટેશનો પર પાયાની સુવિધાઓ અધૂરી

  • August 18, 2026
  • 10 views
CAG Railway Report: ‘વિકાસ’ના દાવા વચ્ચે રેલવે સ્ટેશનોની આ હાલત? 89% થી વધુ સ્ટેશનો પર પાયાની સુવિધાઓ અધૂરી