
Gujarat: ગુજરાતમાં સરકારી વહીવટી ભાષામાં સતત લલાયાવાડી રહેલી છે. સરકારી કચેરીની વહીવટી એટલી બધી જોડણી ભૂલો હોય છે કે લોકોની સમજવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે. જેને લઈ સરકારે પોતાનીની જ વહીવટી ભાષા સુધારવા 1.50 કરોડનો ખર્ચ કરશે. ખોટી જોડણીઓની સમીક્ષા કરી તેમા સુધારા કરાશે. આ માટે પ્રોજેક્ટ મેનેજર, ભાષાશાસ્રીની નીમણૂક પણ કરાશે. અંગ્રેજી ભાષા માટે ટુલ્સ છે પણ ગુજરાતી ભાષા માટે નથી. તેનો પણ વિકાસ કરાશે.
સરકારી કચેરીઓમાં દસ્તાવેજો, જાહેરાતો અને બોર્ડ્સમાં ગુજરાતી ભાષાની ખોટી જોડણીઓ અને ભાષાકીય અશુદ્ધિઓને કારણે લોકોને સમજવામાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદો વધી છે. આ મુદ્દાને ગંભીરતાથી લઈને સરકારે ગુજરાતી ભાષાને શુદ્ધ અને માનક બનાવવા માટે 1.50 કરોર રૂપિયાના ખર્ચની જોગવાઈ કરી છે. આ યોજના હેઠળ ભાષા શુદ્ધિકરણ, જોડણી સુધારણા અને ગુજરાતી ભાષા માટે ખાસ ટેક્નોલોજીકલ ટૂલ્સનો વિકાસ કરવામાં આવશે.
યોજનાની વિગતો અને અમલીકરણ
આ પહેલનું અમલીકરણ ભાષા નિયામક કચેરી અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કરવામાં આવશે. આ માટે એક પ્રોજેક્ટ મેનેજર અને ભાષાશાસ્ત્રીઓની નિમણૂક કરવામાં આવશે, જેઓ વહીવટી દસ્તાવેજોમાં વપરાતી ગુજરાતી ભાષાની જોડણીની ભૂલોની સમીક્ષા કરશે અને તેમાં સુધારા સૂચવશે. આ ઉપરાંત, ગુજરાતી ભાષા માટે શુદ્ધ લેખન અને જોડણી તપાસના ટૂલ્સ વિકસાવવા પર પણ ધ્યાન આપવામાં આવશે. હાલમાં અંગ્રેજી ભાષા માટે આવા ટૂલ્સ ઉપલબ્ધ છે, પરંતુ ગુજરાતી ભાષા માટે આવા સાધનોનો અભાવ છે, જેને આ યોજના દ્વારા પૂરો કરવામાં આવશે.
બજેટની વિગતો અનુસાર, આ યોજના માટે કુલ 1.50 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જેમાંથી 88 લાખ રૂપિયા ભાષા શુદ્ધિકરણ અને ટૂલ્સના વિકાસ માટે અને 62 લાખ રૂપિયા આઉટસોર્સિંગ સેવાઓ તેમજ અન્ય ખર્ચ માટે ફાળવવામાં આવ્યા છે. ભાષા નિયામક કચેરીની રજૂઆતને આધારે આ બજેટની જોગવાઈ યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવી છે.
શા માટે પડી આ યોજનાની જરૂર?
યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે, આજના ડિજિટલ યુગમાં વહીવટી કામકાજમાં ટેક્નોલોજીનો વ્યાપ વધ્યો છે. જોકે, આ ટેક્નોલોજીના ઉપયોગ સાથે વહીવટમાં વપરાતી ગુજરાતી ભાષાની શુદ્ધતા જળવાઈ નથી. સરકારી દસ્તાવેજો, જાહેર માધ્યમો, રસ્તાઓ પરના બોર્ડ્સ અને જાહેરાતોમાં ગુજરાતી ભાષામાં અનેક જોડણીની ભૂલો અને અશુદ્ધિઓ જોવા મળે છે, જે લોકોમાં મૂંઝવણ ઉભી કરે છે. આ અશુદ્ધિઓ વર્ષોથી સરકારની બેદરકારીનું પ્રતીક બની રહી હતી, જેનું હવે સરકારને ભાન થયું છે.
આ ઉપરાંત, ગુજરાતી ભાષા એ રાજ્યની માતૃભાષા અને સાંસ્કૃતિક ઓળખનું મહત્વનું અંગ છે. તેની શુદ્ધતા અને માનકતા જાળવવી એ ન માત્ર વહીવટી જરૂરિયાત છે, પરંતુ સાંસ્કૃતિક ગૌરવનો પણ પ્રશ્ન છે. આ યોજના દ્વારા સરકાર ગુજરાતી ભાષાને વધુ શુદ્ધ, સચોટ અને વપરાશમાં સરળ બનાવવાનો પ્રયાસ કરશે.
આ યોજના સફળ થવાથી ગુજરાતી ભાષાનો વહીવટી ઉપયોગ વધુ સરળ અને પારદર્શક બનશે. ગુજરાતી ભાષા માટે વિકસાવવામાં આવનારા ટૂલ્સ ન માત્ર સરકારી કચેરીઓમાં, પરંતુ શૈક્ષણિક સંસ્થાઓ, મીડિયા અને અન્ય જાહેર માધ્યમોમાં પણ ઉપયોગી થશે. આ ઉપરાંત, ભાષાશાસ્ત્રીઓ અને ટેક્નોલોજી નિષ્ણાતોની ટીમ દ્વારા કરવામાં આવનારી સમીક્ષા ગુજરાતી ભાષાને આધુનિક યુગની જરૂરિયાતો સાથે સુસંગત બનાવશે.
આ પણ વાંચો:
Parrot World Record: પોપટનો વર્લ્ડ રેકોર્ડ, માત્ર 33 સેકન્ડમાં કરી નાખ્યું આ પરાક્રમ, જુઓ!
Surat: અમરોલીમાં 33 વર્ષિય શિક્ષિકાએ કર્યો આપઘાત, કારણ જાણી ચોકી જશો!
UP: પત્નીને પાવડો મારી પતાવી દીધી, બાળકો થયા અનાથ, કારણ જાણી હચમચી જશો!
Asia Cup 2025: એશિયા કપમાં ભારત પાકિસ્તાનને હરાવે, તો તેને પહેલગામનો બદલો ગણવાનો?








