UP: પત્નીને પાવડો મારી પતાવી દીધી, બાળકો થયા અનાથ, કારણ જાણી હચમચી જશો!

  • India
  • August 19, 2025
  • 0 Comments

UP: ચંદૌલીના બાથવાર ગામમાં પારિવારિક ઝઘડાને કારણે ભગવાન દાસ યાદવે(ઉ.વ.33) તેની પત્ની ક્રિમકલા(ઉ.વ. 30)ની પાવડા વડે હત્યા કરી નાખી. આરોપી પતિ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે અને પોલીસ તેને શોધી રહી છે. આરોપી જિલ્લા પંચાયતના સભ્ય છે અને તેને અગાઉ પણ અપરાધિક કૃત્યો આચાર્યા છે.

ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે

આ ઘટના ચંદૌલી જિલ્લાના બાથવાર ગામમાં બની હતી. જયાં એક પતિએ તેની પત્ની ક્રિમકલા પર પાવડા વડે હુમલો કરીને તેની હત્યા કરી દીધી હતી. અને તે પતિ ભગવાન દાસ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. જાણકારી મળતાં પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી દીધી, પોલીસ હવે આરોપીઓની શોધ કરી રહી છે.

પિતાના કૃત્યથી બાળકો અનાથ

પિતાએ ગુસ્સે ભરાઈને બાળકોનું ભવિષ્ય બરબાદ કરી નાખ્યું, કારણ કે પરિવારમાં એક દિકરોને દિકરી છે. જે હવે તેમના પિતાના કૃત્યને કારણે અનાથ છે. આ ઘટના બાદ ગામમાં શોકનું વાતાવરણ છે અને લોકો ચર્ચા કરી રહ્યા છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે  વિવાદોનો ઉકેલ લાવવો જરુરી છે.

મહિલાઓની સુરક્ષા પર સવાલ

આ ઘટનાએ ફરી એકવાર મહિલાઓની સુરક્ષા પર સવાલ પ્રશ્ન ઉઠાવ્યો છે. મહિલા સુરક્ષાની વાતો થાય છે પણ અહીં તો ઘરમાં જ સુરક્ષિત નથી તો બહાર કેવી રીતે હોઈ શકે. આ ઘટના માત્ર એક પરિવારને જ નહી આખા સમાજને લાગુ પડે છે, કારણ કે દરેક પરિવારમાં ઝઘડા થતાં હોય છે. પરંતુ તેનો યોગ્ય સમયે ઉકેલ આવવો ખૂબ જ જરુરી હોય છે. જેથી ભવિષ્યમાં આવી ઘાતક ઘટના ન બને. પારિવારિક વિવાદોના ઉકેલ માટે સમાજે સાથે મળીને કામ કરવાની જરૂર છે.

જમીન સંપતિના વિવાદમાં હત્યા

ક્રિમકલાની માતાએ કહ્યું – ભગવાન દાસ તેમની જમીન હડપ કરવા માંગતો હતો. આ માટે તેઓ તેમની પુત્રીને સતત હેરાન કરતો.   તેમને કોઈ પુત્ર નથી. તેમના પતિનું પણ અવસાન થયું છે, જેના કારણે ભગવાન દાસ તેમની જમીન બળજબરીથી પોતાના નામે કરાવવા માંગતો હતો. જ્યારે તેમની પુત્રીએ આનો વિરોધ કર્યો ત્યારે મારી પુત્રીની હત્યા કરી નાખી.

પોલીસે શું કહ્યું?

પોલીસે ખાતરી આપી છે કે આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવશે અને ન્યાયની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.ભગવાન દાસ યાદવને શોધવા માટે ઘણી ટીમો બનાવવામાં આવી છે. તેને પકડવા માટે સંભવિત છુપાયેલા સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો:

Asia Cup 2025: એશિયા કપમાં ભારત પાકિસ્તાનને હરાવે, તો તેને પહેલગામનો બદલો ગણવાનો?

Bihar: મતદાર અધિકાર યાત્રાનો ત્રીજો દિવસ, રાહુલ ગાંધીએ નવાદામાં ચૂંટણી પંચ પર પ્રહાર કર્યા

Surat: અમરોલીમાં 33 વર્ષિય શિક્ષિકાએ કર્યો આપઘાત, કારણ જાણી ચોકી જશો!

Anand: બાકરોલમાં ચકચાર, કોંગ્રેસ નેતા ઇકબાલ મલેકની જાહેરમાં હત્યા

Gandhinagar: માજી સૈનિકોનું ‘ઓપરેશન અનામત’ આંદોલન 23મા દિને યથાવત્: 50થી વધુ માજી સૈનિકોની અટકાયત

Jhansi: પતિથી છૂટાછેડા, બીજા સાથે રિલેશનશિપ, હવે મહિલાની લાશ લટકતી મળી, હચમચાવી નાખતો કિસ્સો

Non-Vegetarian Milk: ટ્રમ્પ ભારતમાં માંસાહારી દૂધ કેમ વેચવા માગે છે?

Related Posts

SC Free Sanitary Pads: સુપ્રીમ કોર્ટના આદેશના 8 મહિના બાદ પણ 21 રાજ્યોમાં 50% શાળાઓમાં મફત સેનિટરી પેડની વ્યવસ્થા નહીં
  • September 23, 2026

SC Free Sanitary Pads: સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી 2026માં શાળાઓમાં વિદ્યાર્થીનીઓ માટે માસિક ધર્મ સ્વચ્છતા સંબંધિત સુવિધાઓ ફરજિયાત બનાવતો મહત્વપૂર્ણ આદેશ આપ્યો હતો. જોકે આદેશના લગભગ આઠ મહિના બાદ કેન્દ્ર સરકાર…

Continue reading
SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું
  • September 22, 2026

SC Delhi SIR Voter Notice: દિલ્હીની મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન આશરે 33.13 લાખ મતદારોને નોટિસ આપવામાં આવતાં સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા અને માપદંડોને લઈને સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SC Free Sanitary Pads: સુપ્રીમ કોર્ટના આદેશના 8 મહિના બાદ પણ 21 રાજ્યોમાં 50% શાળાઓમાં મફત સેનિટરી પેડની વ્યવસ્થા નહીં

  • September 23, 2026
  • 3 views
SC Free Sanitary Pads: સુપ્રીમ કોર્ટના આદેશના 8 મહિના બાદ પણ 21 રાજ્યોમાં 50% શાળાઓમાં મફત સેનિટરી પેડની વ્યવસ્થા નહીં

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

  • September 22, 2026
  • 2 views
SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

  • September 22, 2026
  • 4 views
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

  • September 22, 2026
  • 9 views
NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

  • September 22, 2026
  • 9 views
SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

  • September 22, 2026
  • 10 views
Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ