
- સરકારી અધિકારીઓ હવે મોડા નહીં આવી શકે
- મોડા આવશે તો રજા કપાશે
- સમયની બાબતમાં અધિકારીઓ માટે હાજરી પૂરવી જરુરી
Gujarat Government Employees Attendance: ગુજરાતના સરકારી અધિકારીઓને સમયસર ઓફિસ નહીં પહોંચે તો રજા કાપવામાં આવશે. ગુજરાત સરકારે ડિજિટલ હાજરી પૂરવાનો મોટો લીધો છે. સરકારી કર્મચારીઓને હવે રોજ સવારે 10:40 સુધી કર્મચારીઓએ ઓફિસ પહોંચવાનું રહેશે. જ્યારે ઓફિસથી સાંજે 6:10 છૂટવાનું રહેશે.
નિર્ધારિત સમય કરતાં વહેલા જશે રજા કપાશે
રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મોડા આવતાં અને વહેલા ઘરે જતાં રહેતા કર્મચારીઓ માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં સવારે સમય કરતાં મોડા અને સાંજે વહેલા જતાં કર્મચારીઓની રજા કપાશે. અગાઉ ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.
નિયમિતતા જાળવા કાર્યવાહી
એક માસમાં ત્રણ વખત કચેરીમાં સવારે 10.40 સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. જેથી વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ કચેરીમાં આવવા જવામાં નિયમિતતા જાળવવા સૂચના આપવામાં આવે છે. વધારેમાં એક માસમાં ત્રણ વખત કચેરીમાં સવારે 10.40 પછી આવનારા અથવા સાંજે 06.10 પહેલા જનાર અધિકારી-કર્મચારીની અડધા દિવસની રજા કાપી નાખવામાં આવશે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ગરમીનો પારો ચઢવાની હવામાન વિભાગે કરી આગાહી; જાણો શું કહ્યું?
આ પણ વાંચોઃ Vadodara: કચરાની ગાડીએ અડફેટે લીધેલી નર્સનું સારવાર દરમિયાન મોત
આ પણ વાંચોઃ ગુજરાત બજેટ 2025-26માં રાજ્યની જનતાને શું મળ્યું?
આ પણ વાંચોઃ Chhaava Movie MP: ‘છાવા’ મધ્યપ્રદેશમાં છવાઈ, CM મોહન યાદવે ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી