
Gujarat Rain Forecast: ગુજરાતમાં દિવાળી ટાણે જ તોફાની વરસાદની આગાહી કરતાં લોકો ચિંતમાં મૂકાયા છે. દેશમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય લઈ લીધી છે અને દેશના કેટલાક ભાગોમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ પણ થઈ રહ્યો છે વહેલી સવારે અને સાંજે થોડી ઠંડીનો અહેસાસ થઈ રહયો છે, ત્યારે ગુજરાતમાં લોકો હાલ બેવડી ઋતુનો અનુભવ કરી રહયા છે તેવે સમયે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાનીઆગાહી થઈ છે
સૂત્રોના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં એક મજબુત સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે લો પ્રેશરની સ્થિતિ ઊભી થતાં આગળ જતા મજબુત બનીને ડિપડિપ્રેશનમાં ફેરવાશે જેનાં કારણે વરસાદની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બંગાળની ખાડી અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સર્જાશે.
બંન્ને સિસ્ટમનાં કારણે તોફાની વરસાદની પણ શક્યતા છે. જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારો ઉપરાંત દક્ષિણ ભારત અને રાજસ્થાનમાં વરસાદ સાથે વાવાઝોડાની શકયતા છે.
અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ તારીખ 19થી 22 ઓક્ટોબર વચ્ચે બંગાળની ખાડી તેમજ ગુજરાતના અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા બે સિસ્ટમના કારણે ગુજરાત પર તેની બેવડી અસર રહેશે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બન્યા બાદ તે ઉપર તરફ ઉઠશે. જેના કારણે ઓરિસ્સા-વિશાખાપટ્ટનમ અને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં તોફાની વરસાદની શક્યતા છે તે આગળ વધી ગુજરાતમાં પણ વરસાદ લાવી શકે છે.
બંગાળની ખાડીમાં બનેલી આ સિસ્ટમ અરબ સાગરમાં પ્રવેશ્યા બાદ વધારે મજબૂત બનીને અરબ સાગરમાં તોફાન મચાવશે. જેની સીધી અસર ગુજરાત પર થશે.
ગુજરાતમાં તોફાની વાતાવરણ સર્જાશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, પશ્ચિમ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તેની મધ્યમથી હળવી અસરની શક્યતા છે. વરસાદ વરસવાની પણ શક્યતા છે.
આ પણ વાંચો:
ટ્રમ્પ ઝેલેન્સકી પછી બીજા નેતા સાથે બાખડ્યા, આ વખતે મળ્યો જવાબ! | Donald Trump
Rajkot: કાળી ચૌદશે રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ, બે સગા ભાઈ સહિત 3 લોકો ગુમાવ્યા જીવ








