
Navsari DySP Suspends Demand: ગુજરાતના નવસારીમાં નવરાત્રિના ગરબા દરમિયાન વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ જેવા હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓ અને જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક (DySP) સંજય કે. રાય વચ્ચે કથિત વિવાદ ઉભો થયો છે. સંગઠનોના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો છે કે DySP એ તેમને વગર વાંકે ગાળો ભાંડીને માર માર્યો અને તિલક ભૂંસી નાખ્યું, આ ઘટના બાદ હિંદુ સમાજમાં આક્રોશ વ્યાપી ગયો અને કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી સુધી રેલી કાઢીને DySP સસ્પેન્ડ કરવાની માંગ કરી.
नवसारी DySP संजय राय के खिलाफ सड़कों पर उतरे बजरंग दल और विहिप के कार्यकर्ता ..
DySP संजय राय को हटाने की मांग
बजरंगदल के कासर्यकर्ताओं पर बिना कारण लाठी चार्ज किये जाने का आरोप
कार्यकर्ताओं के माथे पर लगे तिलक जबरदस्ती पोंछवाने का भी आरोप @indiatvnews @Bajrangdal_Guj… pic.twitter.com/XizoFtUgtY
— Nirnay Kapoor (@nirnaykapoor) September 30, 2025
ઘટનાની શરૂઆત નવરાત્રિના આરંભ સાથે જોડાયેલી છે. 22 સપ્ટેમ્બરથી શરૂ થયેલા નવરાત્રિમાં ગરબા આયોજનોમાં બિનહિંદુઓને પ્રવેશ ન આપવા માટે વિશ્વ હિંદુ પરિષદ (VHP), બજરંગ દળ અને અન્ય હિંદુ સંગઠનોએ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન અંતર્ગત, 23 સપ્ટેમ્બરની રાત્રે નવસારીના જમાલપોર રોડ પર આયોજિત ‘સાંઈ ગરબા’માં કેટલાક મુસ્લિમ યુવાનોને પ્રવેશ આપવામાં આવી રહ્યો હોવાની જાણકારી મળતાં નવસારી શહેર બજરંગ દળ સંયોજક લોકેશ સોની અને અન્ય કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા. તેઓએ આયોજકોને સમજાવ્યા કે માતાજીના પર્વમાં બિનહિંદુઓને પ્રવેશ ન આપવો જોઈએ. સંગઠનોના જણાવ્યા મુજબ, તેઓએ કોઈ બળજબરી કે ધમકી આપી નહોતી, અને આયોજકોએ તેમની વાત માનીને ધ્યાન રાખવાની બાંહેધરી આપી હતી. ત્યારબાદ કાર્યકર્તાઓ પરત ફરી ગયા હતા.
પરંતુ આ પછી જ ઘટનામાં વળાંક આવ્યો. લોકેશ સોનીએ જણાવ્યું કે તેઓ આયોજકો સાથે ચર્ચા કરીને બહાર નીકળી રહ્યા હતા ત્યારે DySP સંજય કે. રાય 4-5 પોલીસ ગાડીઓ સાથે ત્યાં આવી પહોંચ્યા અને વગર કારણ બેફામ ગાળો ભાંડીને માર મારવાનો શરૂ કરી દીધો. તેઓના કહેવા મુજબ, કેટલાક પોલીસ અધિકારીઓ સિવિલ ડ્રેસમાં હતા અને DySP એ ભગવાને અપશબ્દો બોલ્યા હતા. કાર્યકર્તાઓને દોડાવી-દોડાવીને લાઠી-દંડા અને લાત-ઢીકામુક્કીથી માર મરાયો હતો. આ ઘટનામાં લોકેશ સોની ઈજાગ્રસ્ત થયા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
વધુમાં સંગઠનના અન્ય પદાધિકારી જયેશ પુરોહિતે જણાવ્યું કે DySP એ કાર્યકર્તાઓને ‘બળાત્કારી’ અને ‘રીઢા ગુનેગારો’ની જેમ 500-700 મીટર સુધી સરઘસ કાઢીને માર માર્યો અને ઘટનાસ્થળના તમામ સીસીટીવી ફૂટેજ ડિલીટ કરાવી દીધા હતા.
સોશિયલ મીડિયા પર અમુક વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં સિવિલ ડ્રેસમાં પોલીસ અધિકારીઓ કાર્યકર્તાઓ પર બળજબરી કરતા અને લાઠી વડે મારતા જોવા મળે છે. એક વીડિયોમાં DySP સંજય કે. રાય એક હિંદુ કાર્યકર્તાનું તિલક ભૂંસતા અને વાળ પકડીને મારતા દેખાઈ રહ્યા છે.
આ ઘટના બાદ 26 સપ્ટેમ્બરના રોજ કાર્યકર્તાઓએ નવસારી ટાઉન પોલીસ મથકે અરજી આપીને કાર્યવાહીની માંગ કરી હતી, પરંતુ કોઈ પગલાં ન લેવાતાં ૨૯ સપ્ટેમ્બરના રોજ મોટી સંખ્યામાં હિંદુ સમાજ એકઠો થયો અને કલેક્ટર કચેરી સુધી જનાક્રોશ રેલી કાઢી. આવેદનપત્રમાં સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને DySP વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની અને ધાર્મિક પ્રસંગોમાં શાંતિ જળવાય તે માટે આવા અધિકારીઓને બંદોબસ્તથી દૂર રાખવાની માંગ કરવામાં આવી છે.
બીજી તરફ DySPએ આ મામલે જણાવ્યા હતું કે, ગરબાના આયોજનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે માટેની તકેદારી લઈને બળ પ્રયોગ કરી ટોળાને વિખેર્યું હતું.
આ ઘટના બાદ હિંદુ સમાજમાં વ્યાપક આક્રોશ જોવા મળી રહ્યો છે, અને સોશિયલ મીડિયા પર #HinduAsmita જેવા હેશટેગ વાયરલ થઈ રહ્યા છે. પોલીસના ખુલાસાને લઈને પણ વિવાદ વધી રહ્યો છે, જેમાં કેટલાક લોકો તેને સરકારી દબાણ તરીકે જુએ છે. તપાસના અંતે સત્ય બહાર આવે તેની રાહ જોવાઈ રહી છે, પરંતુ આ વિવાદ નવરાત્રિના તહેવારને અસર કરી શકે છે. વધુ અપડેટ મળતાં જ અમે તમને જણાવીશું.
આ પણ વાંચો:
UP: બજરંગ દળના કાર્યકરને ગોળી મારી પતાવી દીધો, છોકરી બાબતે ઈસ્ટાગ્રામમાં કરેલી કોમેન્ટે લીધો જીવ!
Nagpur Violence: વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ સામે FIR
UP: સ્કૂલમાં ભણતી પુત્રીને બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં પિતા જોઈ ગયા, બંનેને ગોળી મારી દેતા….








