
- છેવટે માનવતા શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ
- મુંગ્ગા જીવને મારતાં મનપાના કર્મીઓ અટક્યા નહીં
Anand Municipal Corporation Animal beaten: તાજેતરમાં એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં કેટલાંક આણંદ મનપાના કર્મચારીઓ સાંઢને ડબ્બામાં ચઢાવવા માટે લાકડીઓથી માર મારતાં નજરે પડ્યા હતા. આ વીડિયો વાયુવેગે પ્રસરી જતાં ગૌરક્ષકોમાં રોષ ભભૂક્યો છે. જાણવા મળી રહ્યું છે આજ રીતે ગાયોને પણ માર મારવામાં આવ્યો હતો.
આણંદના પોપટી નગરમાં વ્યાયામ સ્કૂલ રોડ પર આણંદ મ્યુનિસિપાલિટીના કર્મચારીઓએ ગાય અને નંદી(સાંઢ)ને મનપાની ગાડીમાં ચઢાવવા માટે લાકડીઓથી માર માર્યો હતો. ત્યારે આણંદના ગૌરક્ષકોએ મોટી સંખ્યામાં આણંદ ટાઉન પોલીસ મથકે એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો હતો. તેમણે “ગાય માતા પરનો અત્યાચાર….નહીં સહેગા હિંદુ સમાજ”ના સૂત્રોચ્ચાર કર્યા હતા. આવેદનપત્રમાં વીડિયોમાં દેખાતા તમામ વ્યક્તિઓ સામે પશુ ક્રૂરતાનો કેસ નોંધવા અને તેમને નોકરીમાંથી દૂર કરવાની માંગ કરી છે.
સાંઢ અને ગાયોને માર મારવા બદલ હિંદુ સમાજ રોષે ભરાયો છે. પશુઓને મનપાના જ કર્મચારીઓ આ રીતે મારે તે કેટલું યોગ્ય કહેવાય? હાલ મુંગા પશું પર હુમલા કરનારા આણંદ મનપાના કર્મચારીઓ વિરુધ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.
આ પણ વાંચોઃ
વડોદરાની આ કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં દોડધામ | Bomb blast threat
બિહારમાં આકાશી વીજળીનો કહેર, મંદિરનું શિખર ચીરી નાખ્યું, 22 લોકોના મોત | Bihar
Surat: અત્યાર સુધી ઝેરી પાણીની 118 રત્નકલાકારોને અસર, 6ની હાલત ગંભીર, કાવતરાખોર કોણ?