
Guillain-Barré Syndrome Child Death in Bahucharaji: ગુલીયન બાર સિન્ડ્રોમ રોગે બહુચરાજીના એક બાળકનો જીવ લીધો છે. 17 વર્ષિય બાળકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. બાળકના મોતથી પરિવારમાં ભારે શોક છે.
મહેસાણાના બહુચરાજીમાં હરગોવનપુરા વિસ્તારમાં રહેતા 17 વર્ષીય દિવાકર અવધેસ ઝા નામના બાળકનો ગુલીયન બાર સિન્ડ્રોમ રોગે જીવ લીધો છે. દિવાકરની મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં છેલ્લા બે અઠવાડિયાથી સારવાર ચાલી રહી હતી. પરિવાર સાથે કાઠિયાવાડના પ્રવાસ બાદ એક પગમાં સખત દુખાવો શરૂ થયો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
17 વર્ષિય બાળકના મોત બાદ બહુચરાજી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. બહુચરાજી આરોગ્ય વિભાગ જિલ્લામાં રિપોર્ટ કર્યા બાદ સર્વેલન્સની કામગીરી હાથ ધરશે.
ગુલીયન બાર સિન્ડ્રોમ શું છે?
ગુલિયન-બારે સિન્ડ્રોમ (Guillain-Barré Syndrome – GBS) એ એક દુર્લભ અને ગંભીર ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે, તે એક ઓટો ઇમ્યૂન રોગ છે. આ સ્થિતિમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી પોતાની જ નર્વ સિસ્ટમ પર હુમલો કરે છે, ખાસ કરીને પેરિફેરલ નર્વ્સ પર, જે મગજ અને સ્પાઇનલ કોર્ડની બહારના ભાગોને નિયંત્રિત કરે છે. આનાથી નર્વ્સને નુકસાન થાય છે, જેના પરિણામે માંસપેશીઓમાં નબળાઈ, સુન્નપણું અને કેટલાક કિસ્સાઓમાં લકવો પણ થઈ શકે છે.
કારણો
ગુલિયન-બારે સિન્ડ્રોમનું ચોક્કસ કારણ હજુ સંપૂર્ણપણે શોધાયું નતી, પરંતુ તે ઘણીવાર કોઈ વાયરલ કે બેક્ટેરિયલ ચેપ પછી થાય છે. કેટલાક સામાન્ય સંક્રમણો જે આ રોગ સાથે સંકળાયેલા હોઈ શકે છે.
કેમ્પિલોબેક્ટર જેજુની: આ બેક્ટેરિયા ખોરાકથી થતા ચેપ સાથે સંબંધિત છે.
લક્ષણો
માંસપેશીઓની નબળાઈ: સામાન્ય રીતે પગથી શરૂ થઈને ઉપરની તરફ ફેલાય છે.
સુન્નપણું અને ઝણઝણાટ: હાથ અને પગમાં અનુભવાય છે.
શ્વાસ લેવામાં તકલીફ: ગંભીર કેસોમાં શ્વસન સંબંધી માંસપેશીઓ પર અસર થઈ શકે છે.
ચાલવામાં અથવા હલનચલનમાં મુશ્કેલી: કેટલાક દર્દીઓમાં લકવાની સ્થિતિ સુધી પહોંચી શકે છે.
નિદાન:
ન્યુરોલોજિસ્ટ શારીરિક પરીક્ષણ, નર્વ કંડક્શન સ્ટડીઝ (Nerve Conduction Studies), અને સ્પાઇનલ ટેપ (Lumbar Puncture) જેવી તપાસ દ્વારા આ રોગનું નિદાન થાય છે.
આ પણ વાંચોઃ
સુરેન્દ્રનગરમાં પ્રાંત અધિકારીનો સપાટો, વધુ 2.70 કરોડની ખનીજચોરી પકડી, 6 ડમ્પર જપ્ત | Surendranagar
સુરેન્દ્રનગરને મનપાનો દરજ્જો મળતાં ફૂગ્ગાની જેમ ફૂલ્યું, મેદાન છીનવી લીધુ? | Surendranagar
જામનગરમાં પ્રેમીને પામવા પત્નીએ પતિને મારી નખાવ્યો, કાર નીચે કચડાવ્યો | Husband murder
અંજાર પાલિકાનો જાહેરમાં મટન ના વેચવાનો ઠરાવ: 15 દુકાનો સીલ, રોજગારી છીનવાઈ! | Anjar
NADIAD: હસતાં મુખે શરુ કરાયેલી સીટી બસ બંધ, ફરી શરુ નહીં થાય આંદોલન કરાશે | City bus service close








